Home /News /business /Health Insurance: સ્વાસ્થ્ય વીમા પૉલિસીમાં આ પાંચ સારવાર નથી થતી કવર, જાણો વિગત
Health Insurance: સ્વાસ્થ્ય વીમા પૉલિસીમાં આ પાંચ સારવાર નથી થતી કવર, જાણો વિગત
સ્વાસ્થ્ય વીમો
Health Insurance: કૉસ્મેટિક સર્જરીસ સામાન્ય રીતે સ્વાસ્થ્ય વીમા પૉલિસી હેઠળ નથી આવતી. બોટૉક્સ, લિપોસક્શન, ઇમ્પ્લાન્ટ્સ વગેરે સર્જરી વીમા પૉલિસી હેઠળ નથી આવતી.
નવી દિલ્હી: સ્વાસ્થ્ય વીમા પૉલિસી (health insurance policy) લીધા બાદ પૉલિસીધારકના દિમાગમાં એક વાત બેસી જાય છે કે તેમની સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાનું હવે સમાધાન આવી ગયું છે. વીમો લીધા બાદ ગમે તે બીમારીનો ખર્ચ હવે તેમણે વહન નહીં કરવો પડે. પરંતુ અનેક એવી સારવાર છે જે સ્વાસ્થ્ય વીમા હેઠળ આવતી નથી. એટલે કે આ સારવારનો જો દાવો કરવામાં આવે તો તેના પૈસા મળતા નથી. જેમાં પહેલાથી હયાત બીમારી અને ગર્ભાવસ્થા દરમિયાન થતી સમસ્યાઓ સામેલ છે. આ મામલે IRDAI તરફથી આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવામાં આવે છે. અહીં એવી પાંચ બીમારી વિશે જણાવી રહ્યા છીએ જે વીમા પૉલિસી હેઠળ નથી આવતી.
1) કૉસ્મેટિક સર્જરી (Cosmetic surgeries)
કૉસ્મેટિક સર્જરીસ સામાન્ય રીતે સ્વાસ્થ્ય વીમા પૉલિસી હેઠળ નથી આવતી. બોટૉક્સ, લિપોસક્શન, ઇમ્પ્લાન્ટ્સ વગેરે સર્જરી વીમા પૉલિસી હેઠળ નથી આવતી. જો આ અંગે દાવો કરવામાં આવે તો વીમા કંપની તમારો દાવો પાસ નહીં કરે.
ઇન્ફર્ટીલિટી અથવા ગર્ભાવસ્થા સાથે જોડાયેલી સમસ્યા જેમ કે ગર્ભપાત કે અન્ય ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર કરાવવાનો ખર્ચ વીમા પૉલિસીમાં નથી આવતો. જોકે, અમુક મેટરનિટી હેલ્થ પ્લાન અમુક શરતો સાથે આ અંગે ઑફર કરે છે.
હેલ્થ પૉલિસી લેતા પહેલા વીમાધારકના શરીરમાં કોઈ બીમારી હોય તો તે પૉલિસી હેઠળ સામેલ નથી થતી. જોકે, તેમાં વેઇટિંગ પીરિયડ સામેલ છે. આ વેઇટિંગ પીરિયડ અલગ અલગ કંપનીઓના પ્લાનમાં અલગ અલગ હોય છે.
ઉદાહરણ તરીકે અમુક વીમા કંપનીઓ ડાયાબિટીસ, હૃદયરોગ જેવી બીમારી માટે કવરેજ આપે છે. જોકે, મોટાભાગની વીમા કંપનીઓ વેઇટિંગ તબક્કો પૂર્ણ થયા બાદ ખર્ચ કવર કરે છે. આ વેઇટિંગ સમય 12થી 48 મહિનાનો હોઈ શકે છે.
શ્રવણ અને દ્રષ્ટિ સંબંધિત સારવાર (Hearing and vision)
સાંભળવા અને જોવામાં પહેલાથી હયાત હોય તેવા દોષને કવર નથી મળતું. જોકે, કોઈ અકસ્માતને પગલે હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર ન પડે તો તે સારવારનો ખર્ચ પણ આ કવરમાં સામેલ ન કરી શકાય.
સામાન્ય રીતે દાંત સંબંધિત બીમારી વીમા કવર હેઠળ નથી આવતી. કારણ કે તેની સારવાર માટે સામાન્ય રીતે હૉસ્પિટલમાં દાખલ નથી થવું પડતું. સીએનબીસી ટીવી-18ના રિપોર્ટ પ્રમાણે આકસ્મિક ઈજાને પગલે દાંતની સારવાર પાછળ ખર્ચ થાય છે તો સ્વાસ્થ્ય વીમા પૉલિસીમાં તે કવર થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર