UAEની ચેતવણી, નાગરિકોને પરત નહીં બોલાવનારા દેશો પર લગાવશે ‘કડક પ્રતિબંધ’

News18 Gujarati
Updated: April 13, 2020, 10:08 AM IST
UAEની ચેતવણી, નાગરિકોને પરત નહીં બોલાવનારા દેશો પર લગાવશે ‘કડક પ્રતિબંધ’
જો કે કેટલીક કંપનીઓએ એ પણ કહ્યું છે કે કોવિડ 19ના પ્રકોપને સીમિત કરવા માટે કેટલાક ઉપાય કરવામાં આવ્યા છે. જેથી તેમને ત્યાં કામ કરી રહેલા લોકો પર આની અસર ના પડે. કંપનીઓએ આ સમયે દુબઇ ચેમ્બર ઓફ કોમર્સને પણ કેટલાક સુજાવ આપ્યા છે. સંસ્થાનું કહેવું છે કે કંપનીઓને કાનૂની કાર્યવાહીથી રાહત મળવી જોઇએ. અને ભાડામાં પણ થોડી રાહત મળવાની માંગણી કરી છે. સાથે જ સરકારી ફી માફી માંગવા સિવાય તેમને ફાઇનાન્સ આપવાની પણ માંગ કરી છે.

UAEમાં લગભગ 33 લાખ ભારતીયો રહે છે, ભારતમાં લૉકડાઉન અને એરપોર્ટ બંધ થતાં સ્વદેશ આવી નથી શકતાં

  • Share this:
દુબઈઃ સંયુક્ત રાષ્ટ્ર અમીરાત (UAE)એ એાવ દેશો પર કડક પ્રતિબંધો લાદવાની યોજના બનાવી છે જે કોરોના વાયરસ સંકટ (Coronavirus Crisis)ને ધ્યાને લઈ આ દેશમાં ફસાયેલા તેમના નાગરિકોને પરત બોલાવવાની ઈચ્છા નથી દર્શાવતા. એક સરકાર એજન્સીના અહેવાલમાં રવિવારે કહેવામાં આવ્યું કે, UAE એવા દેશોની સાથે પોતાનો સહયોગ તથા શ્રમ સંબંધોને પુનઃ નિર્ભારિત કરવા પર વિચાર કરી રહ્યું છે. UAEમાં લગભગ 33 લાખ ભારતીય (Indian) પ્રવાસી રહે છે જે આ દેશની વસ્તીના લગભગ 30 ટકા છે. આ દેશમાં ભારતીય રાજ્યોમાંથી સૌથી વધુ લોકો કેરળ (Kerala)ના છે, ત્યારબાદ તમિલનાડુ (Tamilnadu) અને આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)ના લોકો અહીં રહે છે.

સરકારી WAM સમાચાર એજન્સીએ એક અધિકારીના હવાલાથી કહ્યું કે માનવ સંસાધન અને એમીરેટાઇજેમશન મંત્રાલય જે વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે તેમાં તે દેશોના શ્રમિકોની ભરતી પર ભવિષ્યમાં કડક પ્રતિબંધ લાગુ કરવા અને કોટા પ્રણાલી લાગુ કરવું સામેલ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ વિકલ્પોમાં આ દેશોના સંબંધિત ઓથોરિટી અને મંત્રાલયની વચ્ચે થયેલી સહમિત-પત્રોને સસ્પેન્ડ કરવાનું પણ સામેલ છે.

એજન્સીએ અધિકારીનું નામ લીધા વગર તેમના હવાલાથી જણાવ્યું કે અનેક દેશોએ કોરોના વાયરસ સંક્રમણ ફેલાયા બાદ પરત બોલાવવા માટે પોતાના નાગરિકોના અનુરોધ પર કોઈ જવાબ નથી આપ્યો. ત્યારબાદ આ વિકલ્પો પર વિચાર કરવામાં આવ્યો છે. મૂળે UAEએ પોતાને ત્યાં ફસાયેલા ભારતીયો અને અન્ય દેશોના નાગરિકોને પરત મોકલવાની રજૂઆત કરી છે, શરત એ છે કે તેમની કોવિડ-19 તપાસ રિપોર્ટ નેગેટિવ આવવો જરૂરી છે. ભારતમાં નિયુક્ત UAEના રાજદૂતે ગલ્ફ ન્યૂઝ સાથે આ વાત કહી છે. ભારતમાં નિયુક્ત UAEના રાજદૂત રહમાન અલ બન્નાએ શનિવારે ફોન પર ગલ્ફ ન્યૂઝને કહ્યું કે, UAEના વિદેશ તથા આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રાલયે દેશમાં ઉપસ્થિત તમામ એમ્બેસીઓને આ અંગે છેલ્લા બે સપ્તાહમાં પત્રો મોકલ્યા છે, જેમાં ભારતીય એમ્બેસીનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો, પાકિસ્તાની PM ઈમરાન ખાને મદદ માટે કરી અરજ, ‘અમને ભૂખમરાથી બચાવો...’

UAEના રાજદૂતના હવાલાથી અખબારે કહ્યું કે, અમે આ પત્ર મોકલ્યો છે અને UAEમાં ભારતીય એમ્બેસી સહિત તમામ એબ્સીસીને તથા ભારતમાં વિદેશ મંત્રાલયને પણ સચિત કરવામાં આવ્યા છે. તેઓએ કહ્યું કે, UAEએ સ્વદેશ પરત ફરવા માંગતા લોકોની તપાસ કરાવવાનો પ્રત્સાવ આપ્યો છે. તેઓએ કહ્યું કે, અમે દરેકને આશ્વસ્ત કરી રહ્યા છીએ કે અમારી પાસે સર્વશ્રેષ્ઠ સુવિધાઓ છે, સર્વશ્રેષ્ઠ તપાસ કેન્દ્રો છે અને અમે 5 લાખથી વધુ લોકોની તપાસ કરી છે. રાજદૂતે કહ્યું કે, કેટલાક કારણવશ UAEમાં ફસાયેલા લોકોને પણ પ્લેનથી પરત મોકલવાનો ભરોસો દર્શાવી રહ્યા છીએ. કેટલાક લોકો લૉકડાઉનના કારણે અને ભારતમાં એરપોર્ટ બંધ હોવાના કારણે ફસાઈ ગયા છે. કેટલાક લોકો UAE ફરવા માટે આવ્યા હતા.

તેઓએ વધુમાં જણાવ્યું કે, કોવિડ-19 તપાસ રિપોર્ટ સંક્રમણની પુષ્ટિ થશે તેમને UAEમાં જ રહેવું પડશે. તેમની અમારે ત્યાં સારવાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેરળ હાઈકોર્ટે મહામારીના કારણે ખાડી દેશોમાં ફસોયલા ભારતીયોને પરત લાવવાના નિર્દેશ જાહેર કરવાની માંગ કરનારી અરજી પર શનિવારે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો.આ પણ વાંચો, ભારતને કોરોના સંકટમાંથી બહાર આવતાં 9 મહિના લાગશેઃ દીપક પારેખ
First published: April 13, 2020, 10:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading