covid-19 મૃતક કર્મચારીના પરિવારને પાંચ વર્ષ સુધી પગાર, ચિલ્ડ્રન્સ એજ્યુકેશન વહન કરશે: રિલાયન્સ

covid-19 મૃતક કર્મચારીના પરિવારને પાંચ વર્ષ સુધી પગાર, ચિલ્ડ્રન્સ એજ્યુકેશન વહન કરશે: રિલાયન્સ
નિતા અંબાણી અને મુકેશ અંબાણીની તસવીર

વ્યક્તિગત રીતે અથવા તેમના પરિવાર સાથે કોરોના અસરગ્રસ્ત બધા સાથીઓ સંપૂર્ણ સમયગાળા માટે ખાસ કોવિડ રજા મેળવી શકે છે જ્યાં સુધી તેઓ સંપૂર્ણપણે સાજા ન થઈ જાય.

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના મહામારીના આ ખરાબ સમયમાં રિલાયન્સ પોતાના કર્મચારીઓ અને તેમના પરિવાર માટે મદદનો હાથ આગળ વધાર્યો છે. 'અમે ખ્યાલ રાખીએ' છીએ એવી ભાવનાનું સમ્માન કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને સંસ્થાપક નીતા અંબાણીએ એક પત્ર લખીને રિલાયન્સ ફેમિલી સપોર્ટ એન્ડ વેલ્ફેર સ્કીમની ઘોષણા કરી હતી. ચાલો જાણીએ પત્રમાં શું કહ્યું છે.

  પ્રિય સાથીઓ,  કોવીડ-19 મહામારી આપણા સામે અત્યારના ઇતિહાસમાં સૌથી ભયંકર અનુભવ લઈને આવી છે. આપણામાંથી કેટલાક લોકો પોતાના અમૂલ્ય સહયોગિયો, પરિવારના સભ્યો અને પ્રિયજનોના દુઃખદ મૃત્યુની દુઃખદ સ્થિતિનો સમાનો કરી રહ્યા છે.

  જોકે, રિલાયન્સ એક પરિવાર છે એટલા માટે દરેકની જિંદગીમાં આવેલી ક્ષતિને પુરી ન કરી શકાય. અને આપણી સામૂહિક ચેતના ઉપર ઉંડી અસર પાડે છે. જોકે, કોઈના પણ પ્રિયજનના જીવનહાનીની ક્ષતિપૂર્તિ ન કરી શકાય. પરંતુ આ મુશ્કેલ સમયમાં આપણે ધૈર્ય અને વિશ્વાસ સાથે તેમના પરિવારના દરેક સભ્યોની મદદ માટે સમર્પિત રહ્યા છીએ. અમે રિલાયન્સમાં એકબીજાનો ખ્યાલ રાખીએ છીએ અને પોતાના કર્મચારીઓના કલ્યાણને સૌથી પહેલી પ્રાથમિક્તા આપીએ છીએ.

  કોરોનાના આ સમયમાં પોતાનો જીવ ગુમાવેલા સાથીઓના પરિવારના દુઃખના સમયમાં રિલાયન્સ પુરી તાકાત સાથે ઉંભું છે. રિલાયન્સ પરિવારના એક સભ્ય તરીકે પોતાનો સાથ આપવાનો વાયદો પુરો કરવા માટે અમે રિલાયન્સ ફેમિલી સપોર્ટ એન્ડ વેલ્ફર સ્કીમની જાહેરાક કરી રહ્યા છીએ.

  1- કોઈપણ મૃતક કર્મચારીના નોમિનીને છેલ્લી વાર મળેલા પગાર જેટલી ધનરાશી આગામી પાંચ વર્ષ સુધી અપાશે
  2- બાળકો ભારતના કોઈ પણ ઇસ્ટીટ્યૂટમાં ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ, ટ્યૂશન ફીસ, હોસ્ટેલ, પુસ્તકો મફતમાં ઉપલબ્ધ કરાશે
  3- જીવનસાથી, માતા-પિતા, બાળકો (ગ્રેજ્યુએશન સુધી) હોસ્પિટલમાં દાખલ થવાનો સંપૂર્ણ ખર્ચ રિલાયન્સ દ્વારા વહન કરાશે.

  આ ઉપરાંત કોવિડ-19થી વ્યક્તિગત રૂપથી અથવા પછી પારિવારિક રીતે પ્રભાવીત સાથી વિશેષ કોવિડ લીવ લઈ શકે છે. આ રજા તેમને શારીરિક અને માનસિક તરીકે રિકવર થવા સુધી આપવામાં આવશે. આ લીવ પોલિસીનો ઉદેશ્ય પોતાની અને પારિવારિક સભ્યોની રિકવરી ઉપર ધ્યાન આપી શકે.

  પ્રિય સાથીઓ આ સમય નિરાશાજનક દેખાઈ રહ્યો છે પરંતુ હમંશા યાદ રાખો તમે એકલા નથી. આખો રિલાયન્સ પરીવાર તમારી સાથે ઉભો છે. એક ટીમની જેમ ઓનરશિપ માઇન્ડસેટની સાથે આપણે એક છીએ. જ્યાં સુધી જીત ન મળે ત્યાં સુધી આ કઠિન પરિસ્થિતિઓ સામે લડતા રહો.

  ઓફ રોલ કર્મચારીઓ માટે
  રિલાયન્સના ઓફ રોલ કર્મચારીઓ માટે વિશેષ ઘોષણા કરાત કહ્યું હતું કે કોવિડ-19 મહામારીએ આપણે ઝકઝોરી નાંખ્યા છે. આપણામાંથી અનેક લોકો કોરોનાના કારણે જીવ ગુમાવનાર પોતાના સાથીઓ, પરિવારના સભ્યો અને સ્વજનોના દુઃખથી ઉભરવાની કોશિશ કરી રહ્યા છે. આ દુઃખની ઘડીમામં રિલાયન્સ તમારી સાથે ઉભું છે. ગ્રૂપના કોઈપણ સભ્યની કોરોનાના કારણે મોત થવા પર રિલાયન્સ શોક સંતપ્ત પરિવારની દરેક પ્રકારની મદદ કરી રહ્યું છે.

  દુઃખી પરિવારની દેખભાળ અને મદદ માટે મૃતકના નોમિનીને લમસમ 10 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. આ રકમ રિલાયન્સ ફાઉન્ડેશન થકી આપવામાં આવશે.

  આપણે લડવાના ઝઝ્બાને ન છોડીએ. કારણ કે નિશ્ચિત રૂપથી આપણા સારા દિવસો આવશે. જ્યાં સુધી એ સમય ન આવી જાય ત્યાં સુધી લડતા રહીએ. અમે પ્રાર્થના કરીએ છીએ કે શોકાતૂર પરિવારોને શક્તિ મળે જેનાથી તેઓ દુઃખનો સામનો કરી શકે. ત્યા સુધી ભવિષ્ય મામટે આશાવાન બને અને એકબીજાનો સાથ નિભાવતા રહે.
  Published by:ankit patel
  First published:June 02, 2021, 23:20 IST

  ટૉપ ન્યૂઝ