અમદાવાદઃ આવી ગયા Gold-Silverના આજના latest rate, તમે પણ ફટાફટ જાણી લો

અમદાવાદઃ આવી ગયા Gold-Silverના આજના latest rate, તમે પણ ફટાફટ જાણી લો
પ્રતિકાત્મક તસવીર

અમેરિકન ડોલરની તુલનાએ ભારતીય રૂપિયો નબળો પડવાના કારમે ગોલ્ડની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો. ડોલરની તુલનાએ રૂપિયો 7 પૈસા ઘટીને 72.62ના સ્તેર કારોબાર કરી રહ્યો છે.

  • Share this:
    અમદાવાદઃ અમેરિકન ડોલરની (American dollar) તુલનાએ ભારતીય રૂપિયો (Indian rupee) નબળો પડવાના કારમે ગોલ્ડની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો. ડોલરની તુલનાએ રૂપિયો 7 પૈસા ઘટીને 72.62ના સ્તેર કારોબાર કરી રહ્યો છે. વૈશ્વિક સોના-ચાંદી બજારની અસર ભારતીય બુલિયન માર્કેટમાં પડી હતી. અહીં સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver price today) બે તરફી વલણ જોવા મળ્યું હતું. અમદાવાદ બુલિયન માર્કેટમાં એક કિલો ચાંદીના ભાવમાં (Silver price today)800 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવ (Gold price today) પાછલી બંધ સપાટીએ સ્થિર રહ્યા હતા.

    અમદાવાદમાં ચાંદીના ભાવ


    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 25 March 2021) આજે ગુરુવારે એક કિલો ચાંદીના ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો થતાં ચોરસા 65,500 રૂપિયા અને ચાંદી રૂપું 65,300 રૂપિયાના સ્તરે બંધ રહી હતી. જોકે, બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 700 રૂપિયાનો ઘટાડો નોંધાતા ચોરસા 66,300 રૂપિયા અને ચાંદી રૂપું 66,100 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી.

    અમદાવાદમાં સોનાના ભાવ
    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 25 March 2021) આજે ગુરુવારે દિવસ દરમિયાનના કારોબાર બાદ 10 ગ્રામ સોનાના ભાવમાં પાછલા બંધ ભાવેથી કોઈ ફેરફાર નોધાયો ન હતો. જેથી સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,600 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,400 રૂપિયાના સ્તરે સ્થિર રહ્યુંહતું. જોકે, બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો નજીવો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,600 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,400 રૂપિયાના લેવલે બંધ રહ્યુ હતું.

    આ પણ વાંચોઃ-ચાલુ બસમાં બારીમાંથી માથું બહાર રાખી યાત્રી બેઠો હતો, ટ્રક માથું કચડીને જતો રહ્યો, બારીમાં લટકતી રહી લાશ

    આ પણ વાંચોઃ-પતિ, પત્ની ઔર વો: પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, પ્રેમીએ છરી વડે કરી પતિની હત્યા

    દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ
    દિલ્હી સરાફા બજારમાં ગુરુવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 44 રૂપિયાનો નજીવો સુધારો થતાં 99.9 સોનાનો ભાવ 44,347 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. જો કે આ પહેલાના સત્રમાં સોનું 44,303 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે બંધ રહ્યું હતું. આ ઉપરાંત એક કિલો ચાંદીના ભાવમાં 637 રૂપિયાનો ઘટાડો નોંધાતા ચાંદી 64,110 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી.

    આ પણ વાંચોઃ-ભુજઃ સુમરાસર ગામની મહિલાઓ વેસ્ટ કાપડમાંથી બનાવે છે દેશી રમકડાં, રૂ.100થી રૂ.5000ની હોય છે કિંમત

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

    વૈશ્વિક સોના-ચાંદીનો ભાવ
    આંતરરાષ્ટ્રી બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવની વાત કરીએ તો વૈશ્વિક સોનું સામાન્ય ઘટાડા સાથે 1733 ડોલર પ્રિત ઔંસના સ્તરે બંધ રહ્યું હતું. જ્યારે વૈશ્વિક ચાંદી 24.97 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહી હતી.



    કેમ વધ્યા સોનાના ભાવ?
    HDFC સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલના જણાવ્યા પ્રમાણે ડોલરની તુલનાએ ભારતીય રૂપિયો નબળો પડવાના કારમે ગોલ્ડની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો. ડોલરની તુલનાએ રૂપિયો 7 પૈસા ઘટીને 72.62ના સ્તેર કારોબાર કરી રહ્યો છે. જ્યારે ન્યૂયોર્ક કોમોડિટી એક્સચેન્જ ઉપર સોનામાં મામૂલી ઉતાર-ચઢાવની સાથે સોનું મજબૂત સ્થિતિમાં બનેલું છું.
    Published by:ankit patel
    First published:March 25, 2021, 20:44 pm