Home /News /business /

અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં ફરી થયો ઘટાડો, ફટાફટ જાણી લો આજના latest rate

અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં ફરી થયો ઘટાડો, ફટાફટ જાણી લો આજના latest rate

પ્રતિકાત્મક તસવીર

અમેરિકન ડોલરની તુલનાએ ભારતીય રૂપિયો નબળો પડતાં આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાની કિંમતોમાં ઉથલપાથલના કારણે ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો.

    અમદાવાદઃ કોરોના વાયરસની (coronavirus) વધતી ચિંતાઓ વચ્ચે સોનાના ભાવ નીચલા સ્તર પર સ્થિર છે. અમેરિકન ડોલરની (American dollar) તુલનાએ ભારતીય રૂપિયો (Indian rupee) નબળો પડતાં આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાની કિંમતોમાં ઉથલપાથલના કારણે ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price today) ઘટાડો થયો હતો. અમદાવાદ બુલિયન માર્કેટમાં પણ એક કિલો ચાંદીના ભાવમાં (Silver Price today) 700 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price today) 100 રૂપિયાનો નજીવો ઘટાડો નોંધાયો હતો.

    અમદાવાદમાં ચાંદીના ભાવ
    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 24 March 2021) આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 700 રૂપિયાનો ઘટાડો નોંધાતા ચોરસા 66,300 રૂપિયા અને ચાંદી રૂપું 66,100 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી. જોકે, મંગળવારે ચોરસા 67,000 રૂપિયા અને ચાંદી રૂપું 66,800 રૂપિયાના સ્તરે સ્થિર રહી હતી.

    અમદાવાદમાં સોનાના ભાવ
    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 24 March 2021) આજે બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો નજીવો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,600 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,400 રૂપિયાના લેવલે બંધ રહ્યુ હતું. જો કે, મંગળવારે સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,700 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,500 રૂપિયાના ભાવે બધ રહ્યું હતું.

    આ પણ વાંચોઃ-ભુજઃ સુમરાસર ગામની મહિલાઓ વેસ્ટ કાપડમાંથી બનાવે છે દેશી રમકડાં, રૂ.100થી રૂ.5000ની હોય છે કિંમત

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

    દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ
    દિલ્હી સરાફા બજારમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 149 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થતાં રાજધાની દિલ્હીમાં 99.9 સોનાનો ભાવ 44,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. આ પહેલાના સત્રમાં સોનાની કિંમત 44,499 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર બંધ રહ્યું હતું. આ ઉપરાંત દિલ્હીમાં એક કિલો ચાંદીના ભાવમાં 866 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદી 64,607 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે બંધ રહી હતી.

    આ પણ વાંચોઃ-જેલમાં બંધ પતિ સાથે શરીર સંબંધ બાંધવા માટે મહિલા પહોંચી હાઇકોર્ટ, શું આપ્યું કારણ?

    આ પણ વાંચોઃ-રાજકોટઃ માતા-પિતાએ ઓનલાઈન અભ્યાસ માટે આપ્યો હતો પુત્રીને મોબાઈલ, ધો.12ની વિદ્યાર્થિનીનો કડવો અનુભવ

    વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ
    આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવની વાત કરીએ તો વૈશ્વિક સોનું ઘટીને 1729 ડોલર પ્રતિ ઔંસ અને વૈશ્વિક ચાંદી 25.12 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચ્યા હતા.



    કેમ આવ્યો સોના-ચાંદીમાં ઘટાડો?
    HDFC સિક્યોરિટીના સિનિયર એનાલિસ્ટ તપન પટેલના જણાવ્યા પ્રમાણે અમેરિકન ડોલરની તુલનાએ ભારતીય રૂપિયો નબળો પડતાં આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાની કિંમતોમાં ઉથલપાથલના કારણે ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. કોરોના વાયરસની વધતી ચિંતાઓ વચ્ચે સોનાના ભાવ નીચલા સ્તર પર સ્થિર છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gold price today, Gold-Silver Price Today, Silver Price Today, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन