Home /News /business /

અમદાવાદઃ Gold-Silverના ભાવમાં થયો મોટો ઘટાડો, ફટાફટ જાણો આજના latest rate

અમદાવાદઃ Gold-Silverના ભાવમાં થયો મોટો ઘટાડો, ફટાફટ જાણો આજના latest rate

પ્રતિકાત્મક તસવીર

આજે કારોબારની શરુઆત દરમિયાન મજબૂત ડોલર અને અમેરિકી બોન્ડ યીલ્ડને ધ્યાનમાં રાખીને રોકાણકારોની વેચવાલી શરૂ થઈ હતી. જેના પગલે સોનાના ભાવમાં દબાણ જોવા મળ્યું હતું.

    અમદાવાદઃ વેપારીઓ અને રોકાણકારોની નજર આ સપ્તાહે અમેરિકી બોન્ડની (American bond) થનારી હરાજી ઉપર ટકેલી છે. આવી સ્થિતિમાં ભારતીય બજારોમાં સોનાની કિંમતો ઉપર દબાણ બનેલું છે. આજે કારોબારની શરુઆત દરમિયાન મજબૂત ડોલર (dollar) અને અમેરિકી બોન્ડ યીલ્ડને ધ્યાનમાં રાખીને રોકાણકારોની વેચવાલી શરૂ થઈ હતી. જેના પગલે સોનાના ભાવમાં દબાણ જોવા મળ્યું હતું. જેની અસર ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના (Gold-Silver Price today) ભાવમાં પડી હતી. અમદાવાદ બુલિયન માર્કેટમાં એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો (Silver Price today) ઘટાડો થયો હતો. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો (Gold Price today) ઘટાડો નોંધાયો હતો.

    અમદાવાદમાં ચાંદીના ભાવ
    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 22 March 2021) આજે સોમવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઘટાડો થતાં ચોરસા 67,000 રૂપિયા અને ચાંદી રૂપું 66,800 રૂપિયાની સપાટીએ પહોંચી હતી. જો કે, શનિવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થતાં ચોરસા 68,000 રૂપિયા અને ચાંદી રૂપું 67,800 રૂપિયાના સ્તરે પહોંચી હતી.

    અમદાવાદમાં સોનાના ભાવ
    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 22 March 2021) આજે સોમવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો નોંધાતા સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,300 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું. જોકે, શનિવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 200 રૂપિયાનો નજીવો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,600 રૂપિયાના ભાવે પહોંચ્યું હતું.

    આ પણ વાંચોઃ-જેલમાં બંધ પતિ સાથે શરીર સંબંધ બાંધવા માટે મહિલા પહોંચી હાઇકોર્ટ, શું આપ્યું કારણ?

    આ પણ વાંચોઃ-રાજકોટઃ માતા-પિતાએ ઓનલાઈન અભ્યાસ માટે આપ્યો હતો પુત્રીને મોબાઈલ, ધો.12ની વિદ્યાર્થિનીનો કડવો અનુભવ

    દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ
    દિલ્હી સરાફા બજારમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 302 રૂપિયાનો ઘટાડો થતાં રાજધાની દિલ્હીમાં 99.9 સોનું 44,269 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું હતું. આ પહેલાના કારોબારી સત્રમાં સોનું 44,571 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર બંધ રહ્યું હતું. આ ઉપરાંત દિલ્હીમાં એક કિલો ચાંદીનો ભાવ 1533 રૂપિયા ઘટીને 65,319 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે બંધ રહી હતી.

    આ પણ વાંચોઃ-દાહોદઃ ડોક્ટર બન્યા દંપતી માટે 'ભગવાન', 20 વર્ષે ગરીબના ઘરે પારણું, બિલ માટે ખેતર વેચવાની ફરજ પડતાં તબીબે બિલ માફ કર્યું

    આ પણ વાંચોઃ-વૈભવી જીવન જીવવાની આદી સાડીના ધંધાના નામે મહિલા ચલાવતી હતી દેહવ્યાપારનો વેપલો, વિધવા મહિલાઓ પાસે કરાવતી 'ગંદુ' કામ

    વૈશ્વિક સોના-ચાંદીના ભાવ
    આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવની વાત કરીએ તો વૈશ્વિક સોનું 1731 ડોલર પ્રતિ ઔંસ અને વૈશ્વિક ચાંદી ઘટીને 25.55 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહ્યાં હતા.

    કેમ આવ્યો સોના-ચાંદીમાં ઘટાડો?
    HDFC સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલના જણાવ્યા પ્રમાણે વેપારીઓ અને રોકાણકારોની નજર આ સપ્તાહે અમેરિકી બોન્ડની થનારી હરાજી ઉપર ટકેલી છે. આવી સ્થિતિમાં ભારતીય બજારોમાં સોનાની કિંમતો ઉપર દબાણ બનેલું છે. આજે કારોબારની શરુઆત દરમિયાન મજબૂત ડોલર અને અમેરિકી બોન્ડ યીલ્ડને ધ્યાનમાં રાખીને રોકાણકારોની વેચવાલી શરૂ થઈ હતી. જેના પગલે સોનાના ભાવમાં દબાણ જોવા મળ્યું હતું.
    Published by:ankit patel
    First published:

    Tags: Gold price today, Gold silver price, Silver Price Today, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन