અમદાવાદઃ 10 દિવસમાં સોનામાં રૂ.1000 વધારો અને ચાંદીના ભાવમાં રૂ.2500નો થયો કડાકો, આગળ શું થશે?

News18 Gujarati
Updated: September 13, 2020, 4:52 PM IST
અમદાવાદઃ 10 દિવસમાં સોનામાં રૂ.1000 વધારો અને ચાંદીના ભાવમાં રૂ.2500નો થયો કડાકો, આગળ શું થશે?
પ્રતિકાત્મક તસવીર

અમેરિકન ડોલરમાં આવેલી મજબૂતીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સોનાની કિંમતોમાં ઘટાડો થયો હતો. જોકે, ડિમાન્ડમાં પણ ઘટાડો ચાલી રહ્યો છે.

  • Share this:
અમદાવાદઃ આર્થિક અનિશ્વિતતાના પગલે સોના-ચાંદીના ચઢાવ ઉતાર જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં સોના ચાંદીના ભાવમાં ચડ ઉતર થયા બાદ સોના ચાંદીના ભાવમાં બે તરફી વલણ જોવા મળ્યું હતું. અમદાવાદ બુલિયન માર્કેટમાં 1 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધીમાં એક કિલો ચાંદીના ભાવમાં (Silver price) 2500 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold price) 1000 રૂપિયાનો સુધારો નોંધાયો હતો.

10 દિવસમાં સોના-ચાંદીમાં બે તરફી વલણ રહ્યું
અમદાવાદ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવની (Gold-Silver price in Ahmedabad) વાત કરીએ તો 1 સપ્ટેમ્બરના દિવસે ચાંદી ચોરસાનો ભાવ 67,0000 રૂપિયા અને ચાંદી રુપુંનો ભાવ 66,800 રૂપિયાની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે 10 સપ્ટેમ્બરના દિવસે ચાંદી ચોરસા 64,500 રૂપિયા અને ચાંદી રુપંનો ભાવ 64,300 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો. આ 10 દિવસ દરમિયાનમાં એક કિલો ચાંદીના ભાવમાં 2500 રૂપિયાનો કડાકો બોલાયો હતો.

આ ઉપરાંત અમદાવાદ બજારમાં સોનાની ચાલની જો વાત કરીએ તો 1 સપ્ટેમ્બરના દિવસે સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,600 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. જ્યારે 10 સપ્ટેમ્બરના રોજ સોનું સ્ટાન્ડર્ડ 52,800 રૂપિયા અને સોનું તેજાબી 52,600 રૂપિયાના લેવલે બંધ રહ્યા હતા. આમ 10 દિવસમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 1000 રૂપિયાના વધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'કેમ મોડું થયું, ફોન કેમ નથી ઉપાડતા?' પતિને આવા સવાલો કરવા પત્નીને ભારે પડ્યા

સપ્તાહ દરમિયાન સોના-ચાંદીની ચાલઅમદાવાદમાં છેલ્લા સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના ભાવની ચાલ અંગે વાત કરીએ તો સોમવારે 7 સપ્ટેમ્બરના રોજ એક કિલો ચાંદી ચોરસાનો ભાવ 64,500 રૂપિયા અને ચાંદી રુપુંનો ભાવ 64,300 રૂપિયાના સ્તરે રહ્યો હતો. જ્યારે શનિવારે 12 સપ્ટેમ્બરના રોજ ચાંદી ચોરસાનો ભાવ 65,000 રૂપિયા અને ચાંદી રૂપાનો ભાવ 64,800 રૂપિયાના ભાવે રહ્યા હતા. આમ સપ્તાહ દરમિયાન એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ નકલી પોલીસે 40 નંગ બિયર લઈ જતા જરીના વેપારીને તમાચો મારીને રૂ.10,000 પડાવવાની કોશિશ કરી, આવી રીતે ફૂટ્યો ભાંડો

આ પણ વાંચોઃ-વિચિત્ર કિસ્સોઃ એક ઘટનામાં પતિ-પત્નીનું થયું મોત, પોસ્ટમોર્ટમ થયું તો ડોક્ટરોના ઉડી ગયા હોશ

જ્યારે અમદાવાદમાં બજારમાં સોનાના ભાવની સપ્તાહ દરમિયાનું વલણ જોઈએ તો સોમવારે 7 સપ્ટેમ્બરના રોજ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના લેવલે રહ્યું હતું. જ્યારે શનિવારે 12 સપ્ટેમ્બરના રોજ બંને સોનું અનુક્રમે 52,800 રૂપિયા અને 52,600 રૂપિયાના સ્તરે રહ્યું હતું. સપ્તાહ દરમિયાન 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો નોંધાયો હતો.

નિષ્ણાંતોનું માનવું છે કે આવનારા દિવસોમાં સોનાની કિંમતો ઉપર દબાણ વધી શકે છે. કારણ કે ટેક્નિકલ ચાર્ટ્સ ઉપર સોનાના નબળા થવાના સંકેત દેખાઈ રહ્યા છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સોનું 1935 ડોલર પ્રતિ ઔંસથી ઉપર બની રહેશે તો સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં તેજી આવી શકે છે.
Published by: ankit patel
First published: September 13, 2020, 4:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading