Tata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે

News18 Gujarati
Updated: September 20, 2020, 7:12 PM IST
Tata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે
પ્રતિકાત્મક તસવીર

સારા સમાચાર એ છે કે ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા કોરોના વાયરસની તપાસમાં ટાટાની નવી કોવિડ-19 ટેસ્ટ 'Feluda'ને સાર્વજનિક ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે વૈજ્ઞાનિક, શોધકર્તા, ડોક્ટર્સ, ફાર્મા કંપનીઓ, ટેક્નોલોજી કંપનીઓ દિવસ-રાત કોરોના સામે લડવા માટે નવી નવી શોધ કરવામાં લાગી છે. આમ હવે ટાટા ગ્રૂપે નવી કોવિડ-19 ટેસ્ટ કિટ બનાવી છે. કંપનીએ ક્લસ્ટર્ડ રેગ્યુલરલી ઈન્ટરસ્પેસ્ડ શોર્ટ પેલિનડ્રોમિક રિપિટ્સ કોરોના વાયરસ ટેસ્ટ (CRISPR Corona Test)ને સીએસઆઈઆર ઈસ્ટીટ્યૂટ ઓફ જેનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજી સાથે મળીને તૈયાર કરી છે. (CSIR-IGIB) સારા સમાચાર એ છે કે ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) કોરોના વાયરસની તપાસમાં ટાટાની નવી કોવિડ-19 ટેસ્ટ 'Feluda'ને સાર્વજનિક ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.

કોરોના ટેસ્ટમાં સીએએસ-9 પ્રોટીનનો ઉપયોગ કરનાર પહેલો ટેસ્ટ
ટાટા સમૂહ પ્રમાણે સીઆરઆઈએસપીઆર કોરોના ટેસ્ટ સૌથી વધાર વિશ્વસનીય માનવામાં આવતા RT-PCR ટેસ્ટની બરોબર સટીક પરિણામ આપશે. આ સાથે સમય અને કિંમત બંને ઓછું લાગશે. આ ટેસ્ટ SARS-CoV-2 વાયરસના જેનોમિક સિક્વેન્સની તપાસ કરવા માટે સ્વદેશી સીઆરઆઈએસપીઆર ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.

ભવિષ્યમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ બીજી મહામારીઓની ટેસ્ટમાં પણ કરી શકાશે. કંપનીનું કહેવું છે કે ટાટા સીઆરઆઈએસપીઆર ટેસ્ટ સીએએસ-9 પ્રોટીનનો ઉપયોગ કરનાર દુનિયાનો પહેલું પરિક્ષણ છે. જે સફળતાપૂર્વક કોવિડ-19 મહામારી ફેલાવનાર વાયરસની ઓળખ કરે છે.

આ પણ વાંચોઃ-સુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર

ટાટા સમૂહ કોરોના ટેસ્ટ તૈયાર કરવા માટે માત્ર 100 દિવસ લાગ્યાટાટા સમૂહના જણાવ્યા પ્રમાણે આ ભારતીય વૈજ્ઞાનિક સમુદાય માટે એક મહત્વનું પગલું અને મોટી ઉપલબ્ધિ છે. કંપનીએ જણાવ્યું કે, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટથી લઈને હાઈ એક્યોરેસી, સ્કેલેબલ અને ભરોસાપાત્ર ટેસ્ટને 100 દિવસથી ઓછા સમયમાં તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-ગજબનો કિસ્સોઃ ચોરી કરવા ઘરમાં ઘૂસેલા ચોરની થઈ એવી હાલત, જાણીને તમે પેટ પકડીને હસવા લાગશો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સપ્તાહમાં ચાંદીમાં રૂ.1000 અને સોનામાં રૂ.500નો થયો વધારો, આગળ શું થશે?

ટાટા મેડિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડના સીઈઓ ગિરીશ કૃષ્ણમૂર્તિના જણાવ્યા પ્રમાણે કોવિડ-19 માટે ટાટા સીઆરઆઈએસપીઆર ટેસ્ટને મંજૂરી વૈશ્વિક મહામારી સામે લડવા માટે દેશના પ્રયત્નોને પ્રોત્સાહન આપશે. ટાટા સીઆરઆઈએસપીઆર ટેસ્ટ કોમર્સિયલાઈઝેશન દેશના સારા રિસર્ચ અને ડેવલોપમેન્ટ ટેલેન્ટનું ઉદાહરણ છે.

તાતા સીઆરઆઈએસપીઆર ટેસ્ટ આપે છે 98 ટકા સટિક પરિણામ
વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય (Ministry of Science and Technology)ના કહેવા પ્રમાણે ટાટા સીઆરઆઈએસપીઆર ટેસ્ટને ડીસીજીઆઈ તરફથી સામાન્ય લોકોના ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. આ ટેસ્ટના પરિમઆમ 98 ટકા છે. આ 96 ટકા સંવેદનશીલતાની સાથે નોવલ કોરોના વાયરસ (Novel Coronavirus)ની ઓળખ કરે છે.
Published by: ankit patel
First published: September 20, 2020, 7:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading