જો બેંકોએ નિર્ણય લીધો તો આપને મળી શકે છે EMI ચૂકવવામાં 3 મહિનાની રાહત

હવે બેંકોને નકકી કરવાનું છે કે તેઓ સામાન્ય નાગરિકોને EMI પર છૂટ આપશે કે નહીં!

હવે બેંકોને નકકી કરવાનું છે કે તેઓ સામાન્ય નાગરિકોને EMI પર છૂટ આપશે કે નહીં!

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) સંકટના કારણે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ વ્યાજ દરોમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો છે. તેની સાથે જ આરબીઆઈએ બેંકોને 3 મહિના સુધી ઈએમઆઈ (EMI) પર રાહત આપવાની સલાહ આપી છે. નોંધનીય છે કે, આરબીઆઈએ આદેશ નહીં પરંતુ સલાહ આપી છે. કહેવાનો અર્થ એ છે કે હવે બૉલ બેંકોના કોર્ટમાં છે. સરળ ભાષામાં સમજીએ તો બેંકોને હવે નકકી કરવાનું છે કે તેઓ સામાન્ય નાગરિકોને ઈએમઆઈ પર છૂટ આપી રહ્યા છે કે નહીં.

  ગ્રાહકોને મળી શકે છે રાહત

  એકસપર્ટ્સનું માનવું છે કે ઔદ્યોગિક અને વ્યાપરિક ગતિવિધિઓ ખરાબ રીતે પ્રભાવિત થતાં અને લોકોને પોતાના ઘરમાં જ કેદ રહેવાથી બેંકોને પોતાની ઈએમઆઈ ચૂકવવામાં સમસ્યા થઈ શકે છે. તેથી ગ્રાહકોને ઈએમઆઈ ચૂકવણીમાં થોડી રાહત આપવી જોઈએ. આ પ્રકારની રાહતથી બેંકો પર વિપરિત અસર પડશે પરંતુ એક્સપર્ટ્સનું માનીએ તો હાલ ચિંતા એ વાતની છે કે કારોબારનું અસ્તિત્વ બચ્યું રહે.

  પીએમ મોદીએ પણ પોતાના દેશવ્યાપી સંબોધનમાં કરી હતી ચર્ચા

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 21 દિવસના દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી હતી. અનેક કંપનીઓ અને લોકોને શક્ય છે કે લૉકડાઉનના કારણે લોનનો હપ્તો ન ચૂકવી શકે. આવું થતાં બેંક તેમની વિરુદ્ધ એક્શન લઈ શકે છે. તેનાથી ક્રેડિટ પ્રોફાઇલ ઉપર પણ અસર પડશે. આરબીઆઈના નિયમો હેઠળ પેમેન્ટમાં કોઈ પણ ડિફોલ્ટને 30 દિવસની અંદર નોંધવું પડે છે અને એવા એકાઉન્ટને સ્પેશલ મેન્શન એકાઉન્ટની કેટેગરીમાં મૂકવામાં આવે છે.

  આ પણ વાંચો, લૉકડાઉનઃ RBI ગવર્નરે વ્યાજ દરોમાં 0.75%નો ઘટાડો કર્યો, ઓછી થશે આપની EMI

  ટર્મ લોન પર 3 મહિનાનો મોરોટોરિયમ

  આરબીઆઈએ મોટો નિર્ણય લેતાં તમામ ટર્મ લોન પર 3 મહિનાનો મોરોટોરિયમ લગાવી દીધો છે. એવામાં ડિફોલ્ટ થવાની સ્થિતિમાં લોન લેનારની ક્રેડિટ હિસ્ટ્રીમાં નહીં દેખાય. ઉધાર આપનારી કંપનીઓ, બેંકોને કાર્યશીલ રકમ ફરીથી ચૂકવણી પર ત્રણ મહિના મોટ વ્યાજમાં છૂટ આપવામાં આવશે.

  આ પણ વાંચો, નોટોથી ફેલાઈ શકે છે કોરોના! સરકારની સલાહ, લોકો ડિજિટલ લેવડ-દેવડ કરે
  Published by:Mrunal Bhojak
  First published: