Home /News /business /અમદાવાદઃ સોનામાં સાડા ચાર મહિનાની રેકોર્ડ બ્રેક તેજી, ફટાફટ જાણી લો આજના Gold-Silverના નવા ભાવ

અમદાવાદઃ સોનામાં સાડા ચાર મહિનાની રેકોર્ડ બ્રેક તેજી, ફટાફટ જાણી લો આજના Gold-Silverના નવા ભાવ

પ્રતિકાત્મક તસવીર

હવે રોકાણકારો સોનામાં ભારે ખરીદી કરી રહ્યા છે. જેના પગલે ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price today) તેજી જોવા મળી રહી છે. દિલ્હીમાં સોનું સાડા ચાર મહિનાની ઉચ્ચસ્તર ઉપર પહોંચી ગયું હતું.

અમદાવાદઃ ડોલર ઈન્ડેક્સ (Dollar Index) જાન્યુઆરી 2021થી અત્યાર સુધી સૌથી નીચલા સ્તર ઉપર પહોંચી ગયા છે. અમેરિકી બોન્ડમાં (American bond) આજે 1.56 ટકાનો ઘટાડો નોંધાયો છે. હવે રોકાણકારો (Investors) સોનામાં ભારે ખરીદી કરી રહ્યા છે. જેના પગલે ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price today) તેજી જોવા મળી રહી છે. દિલ્હીમાં સોનું સાડા ચાર મહિનાની ઉચ્ચસ્તર ઉપર પહોંચી ગયું હતું. અમદાવાદ બુલિયન માર્કેટમાં પણ એક કિલો ચાંદીના ભાવમાં (Silver Price today) 700 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો (Gold Price today)વધારો થયો હતો.

અમદાવાદમાં ચાંદીના ભાવ
અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 26 may 2021) આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 700 રૂપિયાનો વધારો થયો હતો. આમ ચાંદી ચોરસા 72500 રૂપિયા અને ચાંદી રૂપું 72300 રૂપિયાના સ્તરે બંધ રહી હતી. આ પહેલાના સત્ર મંગળવારે એક કિલો ચાંદી ચોરસા 71,800 રૂપિયા અને ચાંદી રૂપું 71,600 રૂપિયાના ભાવે રહી હતી.

અમદાવાદમાં સોનાના ભાવ
અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 26 may 2021) આજે સોમવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 50,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,600 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું. આ પહેલાના સત્રમાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 50,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,100 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું.

આ પણ વાંચોઃ-દાહોદઃ 'તું બીજે લગ્ન કરી લે.. મરવું હોય તો મારી જા', પરિણીત યુવકે લગ્નની ના પાડતા યુવતીએ કરી આત્મહત્યા

આ પણ વાંચોઃ-જામનગરઃ યુવરાજસિંહ જાડેજાની હત્યાનો live video, પહેલા કારથી મારી ટક્કર પછી છરી વડે કર્યો હુમલો

દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ
દિલ્હી સરાફા બજારમાં બુધવારે સોનાના ભાવમાં 527 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઠીકઠાક તેજી જોવા મળી હતી. જેનાથી સોનાનો ભાવ 48,500 રૂપિયાની સપાટીને પાર કરી ગયો હતો. રાજધાની દિલ્હીમાં 99.9 સોનાનો ભાવ વધીને 48,589 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. આ પહેલાના કારોબારી સત્રમાં સોનાનો ભાવ 48,062 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર બંધ રહ્યું હતું. આ ઉપરાંત એક કિલો ચાંદીના ભાવમાં 1043 રૂપિયાનો વધારો થતાં 71,775 રૂપિયા થયો હતો. આ પહેલાના કારોબારી સત્રમાં ચાંદીનો ભાવ 70,732 રૂપિયા રહ્યો હતો.

આ પણ વાંચોઃ-લુખ્ખાઓએ યુવકને દોડી દોડીને ધડાધડ ગોળીઓ વરસાવી, ફિલ્મી સીન જેવો ફાયરિંગનો live video

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્લે બોયની ઐયાશીમાં પડ્યો ભંગ! પ્રેમિકાએ પ્રેમીને અન્ય યુવતી સાથે હોટલમાં રંગરેલીયા મનાવતો પકડ્યો

વૈશ્વિક સોના-ચાંદીનો ભાવ
આંતરરાષ્ટ્રી બજરામાં સોનાનો હાજર ભાવ ઉછળીને 1908 ડોલર પ્રતિ ઔંસ ઉપર પહોંચ્યો છે. જ્યારે વૈશ્વિક ચાંદીનો ભાવ 28.07 ડોલર પ્રતિ ઔંસ ઉપર બંધ રહી હતી.
" isDesktop="true" id="1099762" >



કેમ આવી સોના-ચાંદીમાં તેજી
HDFC સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ કોમોડિટી તપન પટેલના જણાવ્યા પ્રમાણે ડોલર ઈન્ડેક્સ જાન્યુઆરી 2021થી અત્યાર સુધી સૌથી નીચલા સ્તર ઉપર પહોંચી ગયા છે. અમેરિકી બોન્ડમાં આજે 1.56 ટકાનો ઘટાડો નોંધાયો છે. હવે રોકાણકારો સોનામાં ભારે ખરીદી કરી રહ્યા છે. જ્યારે મોતીલાલા ઓસવાલ ફાઈનાશિયલ સર્વિસના વીપી નવનીત દમાનીએ કહ્યું કે સોનાની કિંતતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે સોનું 1900 ડોલર પ્રતિ ઔંસનું મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કર્યું હતું. આનાથી સોનું સાડા ચાર મહિનાની ઉચ્ચસ્તર ઉપર પહોંચી ગયું હતું.
First published:

Tags: Gold price, Gold-Silver Price Today, અમદાવાદ, ગુજરાત