અમદાવાદઃ સોનાના ભાવમાં થયો વધારો, હજી પણ વધી શકે છે ભાવ, ફટાફટ જાણી લો સોના-ચાંદીના આજના ભાવ

અમદાવાદઃ સોનાના ભાવમાં થયો વધારો, હજી પણ વધી શકે છે ભાવ, ફટાફટ જાણી લો સોના-ચાંદીના આજના ભાવ
પ્રતિકાત્મક તસવીર

સંક્રમણ વધવાના કારણે આર્થિક અનિશ્ચિતતા પૈદા થવાના કારણે બોન્ડ યિલ્ડમાં ઘટાડો, અમેરિકન ડોલરમાં નરમાઈ અને સોનાની વૈશ્વિક માંગમાં તેજી જોવા મળી શકે છે.

  • Share this:
    અમદાવાદઃ કોરોના વાયરસની (coronavirus) કપરી પરિસ્થિતિ વચ્ચે સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં (Invest in Gold) રોકાણ વધતાં સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price today) વધારો જોવા મળ્યો હતો. જેની અસર ભારતીય બુલિયન માર્કેટમાં પણ સોના-ચાંદીના ભાવમાં પડ્યો હતો. અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) એક કિલો ચાંદીનો ભાવ પાછલા બંધ (Silver Price today) ભાવે સ્થિર રહ્યો હતો. જોકે, 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price today)550 રૂપિયાનો વધારો નોંધાયો હતો. નિષ્ણાંતોનું માનવું છે કે કોરોનાની અનિશ્ચિત સ્થિતિમાં સોનાના ભાવમાં તેજી આવી શકે છે.

    અમદાવાદમાં ચાંદીના ભાવ


    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 19 April 2021) આજે સોમવારે એક કિલો ચાંદીના ભાવમાં દિવસ દરમિયાનની વધઘટ બાદ કારોબારી સત્રના અંતે એક કિલો ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર ન થતાં ચાંદી ચોરસા 71,500 રૂપિયા અને ચાંદી રૂપું 71,300 રૂપિયાના સ્તરે સ્થિર રહી હતી.

    અમદાવાદમાં સોનાના ભાવ
    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 19 April 202) આજે સોમવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 550 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 49,400 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 49,200 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું.

    આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

    આ પણ વાંચોઃ-શૌચ કરવા જતી મહિલાનું અપહરણ કરીને 11 લોકોએ આખી રાત કર્યો ગેંગરેપ, 8 આરોપી કોરોના પોઝિટિવ

    નજીવો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,900 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,700 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું. જોકે, શનિવારે દિવસ દરમિયાનના કારોબાર બાદ 10 ગ્રામ સોનાના ભાવમાં પાછલા બંધ ભાવે કોઈ ફેરફાર ન થતાં 10 ગ્રામ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 47,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,800 રૂપિયાની સપાટીએ સ્થિર રહ્યું હતું.

    માર્કેટ નિષ્ણાંતો પ્રમાણે સોનાની કિંમતો ફરી 50,000 રૂપિયાના લેવલને પાર કરી શકે છે. સંક્રમણ વધવાના કારણે આર્થિક અનિશ્ચિતતા પૈદા થવાના કારણે બોન્ડ યિલ્ડમાં ઘટાડો, અમેરિકન ડોલરમાં નરમાઈ અને સોનાની વૈશ્વિક માંગમાં તેજી જોવા મળી શકે છે.

    આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

    આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા કરી એવી ઘટના! લાચાર પતિ કોરોના સંક્રમિત પત્નીને લઈને ભટકતો રહ્યો, ન મળી સારવાર, દુઃખી પત્ની કરી આત્મહત્યા

    દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ આજે દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ ગોલ્ડના ભાવ 50,430 રૂપિયા પ્રિત 10 ગ્રામના લેવલ ઉપર છે. આ ઉપરાંત મુંબઈમાં 46,020 રૂપિયા, ચૈન્નાઈમાં 48,580 રૂપિયા અને કોલકાત્તામાં 49,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર ઉપર રહ્યું હતું.

    ગ્લોબલ માર્કેટમાં સોના-ચાંદીની સ્થિતિ
    વૈશ્વિક બજારમાં નબળા ડોલરના સમર્થનથી સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી. હાજર સોનું 0.1 ટકા વધીને 1777 ડોલર ઉપર રહ્યું હતું. ડોલર ઈન્ડેક્સ 0.13 ટકા વધી 91.66 ઉપર રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ એક મહિનાની નીચલા સ્તર પાસે હતું. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.6 ટકા ઘટીને 25.81 ડોલર પ્રતિ ઔંસ ઉપર આવી હતી. જ્યારે પ્લેટેનિયમ 1203.61 ડોલર ઉપર હતું.



    ભારત છે સોનાનો સૌથી મોટો આયાતકાર
    ઉલ્લેખનીય છે કે ભારત દુનિયામાં સૌથી મોટો સોનાનો આયાતકાર છે. મુખ્યરૂપથી આભૂષણ ઉદ્યોગની માંગને પુરા કરવા માટે સોનાની આયાત કરવામાં આવે છે. નાણાંકિય વર્ષમાં રત્ન અને આભૂષણોની નિર્યાત 27.5 ટકા ઘટીને 26 અરબ ડોલર રહી હતી. માત્રાના હિસાબથી ભારત દર વર્ષ 800-900 ટન સોનાની આયાત કરે છે. સરકારે બજેટમાં સોનાની આયાત શુલ્ક 12.5 ટકાથી ઘટાડીને 10 ટકા કરી દીધી છે.
    Published by:ankit patel
    First published:April 19, 2021, 19:23 pm

    ટૉપ ન્યૂઝ