પ્રવાસી શ્રમિકો માટે સરકારનો મેગા પ્લાન, PM મોદી 20 જૂને લૉન્ચ કરશે ગરીબ કલ્યાણ રોજગાર સ્કીમ

પ્રવાસી શ્રમિકો માટે સરકારનો મેગા પ્લાન, PM મોદી 20 જૂને લૉન્ચ કરશે ગરીબ કલ્યાણ રોજગાર સ્કીમ
6 રાજ્યના 116 જિલ્લાઓમાં પ્રવાસી શ્રમિકોની રોજગારી માટે મોદી સરકારે બનાવી 125 દિવસની આ સ્કીમ

6 રાજ્યના 116 જિલ્લાઓમાં પ્રવાસી શ્રમિકોની રોજગારી માટે મોદી સરકારે બનાવી 125 દિવસની આ સ્કીમ

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના સંકટ (COVID-19 Crisis)માં મોદી સરકાર (Modi Government) પ્રવાસી શ્રમિકો (Migrant Workers) માટે એક મેગા પ્લાન લઈને આવી છે. તે હેઠળ લૉકડાઉન દરમિયાન પોતાના રાજ્યો અને ગામ પરત ફરેલા લાખો લોકોને રોજગાર અને પુનર્વાસ માટે એક યોજના બનાવવામાં આવી છે. તેને ગરીબ કલ્યાણ રોજગાર યોજના (Garib Kalyan Rojgar Abhiyaan) નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 20 જૂને આ અભિયાનને લૉન્ચ કરશે.

  પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્ર્ સરકાર ગરીબો, શ્રમિકો, ખેડૂતોના હિત માટે પગલું ભરવા જઈ રહી છે. તે 1.70 લાખ કરોડની ગરીક કલ્યાણ પેકેજ પ્રદાન કરવાનું હોય કે 20 લાખ કરોડ રૂપિયાનું આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ હોય, હવે આ નવી યોજનાથી સરકારનો ઉદ્દેશ્ય કોરોના સંકટકાળમાં પણ ગ્રામીણ ભારતમાં રોજગાર નિર્માણ કરવાનું છે.
  આ રાજ્યો થશે કવર

  આ સ્કીમમાં બિહાર સહિત ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, ઓડિશા આ 6 રાજ્યોના 116 જિલ્લાઓને કવર કરવામાં આવશે.

  આ પણ વાંચો, UNSCમાં ભારત નિર્વિરોધ ચૂંટાયું, PM મોદીએ કહ્યું- સમર્થન માટે હું આપ સૌનો આભારી છું

  125 દિવસની છે આ સ્કીમ

  ગરીબ કિસાન કલ્યાણ રોજગાર અભિયાન 125 દિવસનું છે, જેનો મિશન મોડ પર અમલ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય લૉકડાઉન દરમિયાન પરત ફરેલા શ્રમિકો માટે રોજગાર, આજીવિકા, ગરીબ કલ્યાણ સુવિધાઓ અને કૌશલ વિકાસના લાભને સુનિશ્ચિત કરવાનો છે. તે મુજબ પ્રવાસી શ્રમિકો માટે 25 પ્રકારના કામ સામેલ કરવામાં આવ્યા છે. આ સ્કીમમાં 50 હજાર કરોડ રૂપિયા ખર્ચનો અંદાજ છે.

  ક્યાંથી થશે શરૂઆત?

  PM મોદી 20 જૂને સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ સ્કીમને લૉન્ચ કરશે. બિહારના ખગરિયા જિલ્લાના તેલીગર ગામથી આ સ્કીમની શરૂઆત થઈ રહી છે. 6 રાજ્યોના કુલ 116 જિલ્લા કૉમન સર્વિસ સેન્ટર દ્વારા આ પ્રોગ્રામ સાથે જોડાશે.

  આ પણ વાંચો, ગલવાનમાં હિંસક સંઘર્ષ બાદ શું છે સ્થિતિ? હવે આગળ શું થશે? જાણો દરેક સવાલના જવાબ
  First published:June 18, 2020, 11:32 am

  टॉप स्टोरीज