Corona Impact: દેશમાં 23.4 ટકા વધ્યો બેરોજગારી દર, વધારે વધવાની આશંકા

News18 Gujarati
Updated: April 7, 2020, 2:19 PM IST
Corona Impact: દેશમાં 23.4 ટકા વધ્યો બેરોજગારી દર, વધારે વધવાની આશંકા
પ્રતિકાત્મક તસવીર

ભારતનાં પૂર્વ ચીફ statistician પ્રણવ સેને કહ્યું કે, લૉકડાઉનનાં માત્ર બે જ સપ્તાહમાં આશરે પાંચ કરોડ લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે

  • Share this:
નવી દિલ્હી : આખી દુનિયામાં કોરોના વાયરસને પગલે આર્થિક હાલત બગડી રહી છે. નોકરીઓના શરૂઆતનાં જે આંકડા મળી રહ્યાં છે તે ઘણાં જ નિરાશાજનક છે. શહેરોમાં બેરોજગારી દર 30.9 ટકા પહોંચી ગયો છે. દેશમાં બેરોજગારી દર 23.44 ટકા પહોંચી ગયો છે. Centre for Monitoring Indian Economy (CMIE)નાં વીકલી ટ્રેકર સર્વેમાં બે સપ્તાહ સુધી સ્થિરતા રહી છે. 5 એપ્રિલનાં રોજ પુરા થતા સપ્તાહ પછી 6 એપ્રિલનાં નવા આંકડા જારી કરવામાં આવ્યાં. CMIEનાં અનુમાન પ્રમાણે, માર્ચનાં મધ્યમાં આંકડા 6.4 ટકા હતો જે વધીને હવે 23 ટકા છે.

ભારતનાં પૂર્વ ચીફ statistician પ્રણવ સેને કહ્યું કે, લૉકડાઉનનાં માત્ર બે જ સપ્તાહમાં આશરે પાંચ કરોડ લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે. કેટલાક લોકોને હાલમાં જ ઘરભેગા કરી દેવામાં આવ્યાં છે. આવી પરિસ્થિતિમાં આંકડા મળવા મુશ્કેલ છે. બેરોજરાગીનો દાયરો વધારે વધી શકે છે. જે થોડા દિવસ પછી સામે આવશે.

ભારતમાં સાપ્તાહિક કે માસિક આધાર પર તીવ્રતાથી બેરોજગારીનો આંકડો કાઢવાનો કોઇ ઓફિશિયલ અને વિશ્વાસપાત્ર કોઇ રીત નથી. જેને પગલે CMIEનાં આંકડા રાજનૈતિક રીતે ઘણાં જ વિવાદાસ્પદ રહ્યાં છે. સરકારે CMIEનાં આંકડાની માપણી પર સવાલ ઉઠાવ્યાં છે.

આ પણ વાંચો : StayHome: ગુજરાતમાં એપ્રિલ મહિનાનાં 6 દિવસમાં જ કોરોનાનાં કેસ ડબલ થયા

જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીનાં અર્થશાસ્ત્રનાં એસોશિએટ પ્રોફેસર હિમાંશુએ કહ્યું કે, આ બેરોજગારીનાં આંકડા મોટેભાગે આશા પ્રમાણે છે. લૉકડાઉન હટાવ્યાં પછી પણ દેશમાં બેરોજગારી વધારે રહેશે. આશરે એક તૃતિયાંશ કામ કરતા લોકોમાં મજૂરો છે. જેઓ રોજ કમાઇને રોજ ખાય છે. સરકારે લૉકડાઉન પછી અર્થવ્યવસ્થામાં તીવ્રતા લાવવા માટે આ લોકોની મદદ કરવી પડશે.

આ મહામારીનો સામનો અન્ય મોટા દેશ પણ કરી રહ્યાં છે. ઉદાહરણ તરીકે, ગત 15 દિવસમાં આશરે એક કરોડ અમેરીકી લોકોએ બેરોજગારી પર ક્લેઇમ કર્યો હતો. CMIE નો નોકરીઓનો સર્વે એક પેનલ કરે છે. જે નિયમિત રીતે લોકોમાં સર્વે કરે છે. જે પણ નવા સર્વે આવ્યો છે તેમાં આશરે 9000 લોકો સામેલ છે.આ વીડિયો પણ જુઓ - 
First published: April 7, 2020, 2:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading