પૈસાની તંગીથી પરેશાન છો? તો અજમાવો આ 4 ટ્રીક, થશે ઇન્સ્ટન્ટ આવક

પ્રતીકાત્મક તસવીર

કઈ રીતે આ આર્થિક તાણ સામે ઝઝૂમવું. કપરી પરિસ્થિતિઓ સામે કેવી રીતે લડવું અને આવક પણ ટકાવવી અને વધારવી.

  • Share this:
કોરોના મહામારીએ (Coronavirus Pandemic) સમગ્ર વિશ્વને આર્થિક ભીંસમાં ધકેલી દીધું છે. ચોતરફ નાણાંકીય તંગી અનુભવાઈ રહી છે. અગાઉથી સેવિંગ કરીને બેઠેલાને બચત ઘટ્યાંનું ટેન્શન, જેણે ઉઘાર લઈને ગુજરાન ચલાવ્યું તેમને પરત ચૂકવવાનું ટેન્શન અને જેમની બચત જ પુરી થઈ ગઈ, બધું વપરાઈ ગયું, નોકરી ગઈ તેમને ફરી સંપત્તિ સર્જનનું ટેન્શન જોવા મળી રહ્યું છે.

આવકના સાધનો ઘટ્યાં છે, નવું મૂડીરોકાણ થઈ નથી રહ્યું, પૈસા ઈન્વેસ્ટ કરવા તૈયાર નથી, બેંકોના હપ્તા બાકી છે, બેંકો નવી લોન આપતી નથી, નોકરી છુટી ગઈ છે, ધંધો ઠપ્પ થઈ ગયો છે, આગામી ભવિષ્ય ધૂંધળું છે, આવક ઘટી છે અને જાવક યથાસ્થિતિ છે કે પછી બીમારીને કારણે વધી છે. આ તમામ સવાલ વચ્ચે આજનો મધ્યમવર્ગ જીવી રહ્યો છે અને મોંઘવારીના મારમાં મરી રહ્યો છે.

ચોતરફ આર્થિક મંદી (financial crisis) સર્જાઇ છે. જો તમે પણ હાલ આજ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છો, તો અમે તમને આજે જણાવીશું કે કઈ રીતે આ આર્થિક તાણ સામે ઝઝૂમવું. કપરી પરિસ્થિતિઓ સામે કેવી રીતે લડવું અને આવક પણ ટકાવવી અને વધારવી.

1 - ઘરની થોડી જગ્યા ભાડે આપી આ રીતે કમાઇ શકો

આજકાલ ઈ-કોમર્સ કંપનીઓ ઘર ભાડે લઈ રહી છે, તમે પણ ઘરે ભાડેથી આપી પૈસા કમાઇ શકો છો. આજકાલ ઘણી ઈ-કોમર્સ કંપનીઓ સ્થાનિક ઉદ્યમીઓ માટે આ પ્રકારની યોજનાઓ લાવે છે, જેમાં તમે તમારૂં મકાન ભાડેથી આપી લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. તેના માટે તમારી પાસે 250 ચોરસ ફટ કે તેનાથી ઓછી જગ્યા જોઈએ. જો તમારી પાસે આ જગ્યા છે તો તમે પણ પૈસા કમાઈ શકો છો. જોકે તમારે કંપનીના ગ્રાહકોને 2થી 4 કિલોમીટરના વિસ્તારમાં તેમના ઉત્પાદનો પહોંચાડવા અને દરરોજ 20થી 30 પેકેજીસ પહોંચાડવા જરૂરી છે. આ ડિલિવરી આધારિત આવાકને કારણે તમે દર મહિને 18,000-20,000 રૂપિયાની આવક રળી શકો છો.

2 - સ્ટોક, બોન્ડ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ :

શેર, બોન્ડ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સનું રોકાણ એક સાઈડ ઈન્વેસ્ટમેન્ટ ગણાય છે. કપરી સ્થિતિમાં તમને લાંબા ગાળે આર્થિક સમસ્યાઓ દૂર કરવામાં આ રોકાણ પણ મદદરૂપ નીવડે છે, પરંતુ મુખ્ય સવાલ એ છે કે શું તમે આ રોકાણ વેચ્યા વગર પણ રોકડ કે ઉઘાર મેળવી શકો છો ? જવાબ છે હા, શક્ય છે. મોટાભાગની બેંકો રિટેલ ગ્રાહકોને મ્યુચ્યુઅલ ફંડ્સ, સ્ટોક અને બોન્ડ લોન અને ઇક્વિટી સ્કીમ્સમાં પોતાનો હિસ્સો ગીરવે મુકીને તાત્કાલિક 1 કરોડ સુધીની લોન મેળવી શકો છો. એનબીએફસી 20 કરોડ રૂપિયા સુધી લોન આપી શકે છે. લઘુત્તમ લોનની રકમ 50,000 રૂપિયાથી શરૂ થાય છે. મોર્ગેજની સામે લોનની રકમ 50-80% વચ્ચે હોઇ શકે છે.

નવસારી: પતિએ છૂટાછેડા ન આપતા પત્નીએ પ્રેમી સાથે મળી કરી નાંખી હત્યા, ત્રણ બાળકો નોંધારા

3 – કારમાંથી આવક મેળવો :

કાર પણ તમને તમારા આર્થિક સંકટમાં મદદરૂપ નીવડી શકે છે. તમે તમારી કાર વેચ્યા વિના તેમાંથી નાણાં કમાઈ શકો છો. તમે કારની સામે 1 લાખ રૂપિયાથી શરૂ થતી લોન લઈ શકો છો. ટોચની બેંકો કારની કુલ વેલ્યુના 50% જેટલું લોન ધિરાણ કરે છે. મહત્વનું છે કે આ લોન ઓછા દસ્તાવેજે અને સરળતાથી મળી શકે છે.

World Water Day: પીએમ મોદીએ Catch the Rain અભિયાન કર્યું લોન્ચ, જાણો શું છે આ અભિયાન

4 – જીવન વિમાનો ઉઠાવો ફાયદો :

નોકરીની સાથે તમારા પગારમાંથી અમુક પૈસા ભવિષ્યનિધિ માટે કાપવામાં આવે છે. આ પીપીએફ, જીવન વીમા પોલિસીનો વગેરેનો ઉપયોગ પણ સસ્તી લોન મેળવવા માટે કરી શકો છો. પીપીએફ ખાતું ખોલ્યા પછી તમે ત્રીજા વર્ષથી અને છઠ્ઠા વર્ષે લોન મેળવી શકો છો.આ સિવાય જીવન વીમા પોલિસી પર પણ 1 થી 5 કરોડ સુધી લોન લઈ શકો છો. પોલિસીધારકોને પોલિસી સરેન્ડર વેલ્યુના 80-90% જેટલી લોન મળી શકે છે.
First published: