નાણા મંત્રી નિર્મલા સીતારમણે નોકરિયાત લોકોને આપી મોટી ભેટ, ટેક હોમ સેલરી વધશે

News18 Gujarati
Updated: May 13, 2020, 6:13 PM IST
નાણા મંત્રી નિર્મલા સીતારમણે નોકરિયાત લોકોને આપી મોટી ભેટ, ટેક હોમ સેલરી વધશે
નાણાંમંત્રી નિર્મલા સિતારમણ

આ યોજના અંતર્ગત કેટલીક શરતો છે. સરકારના જાહેરાતનો ફાયદો માત્ર એ જ કંપનીઓને મળશે. આ નિર્ણયથી 4 લાખથી વધારે સંસ્થાઓને પણ ફાયદો મળશે.

  • Share this:
નવી દિલ્હીઃ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)એ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 15,000 રૂપિયાના પગારવાળા નોકરિયાતોનો PF સરકાર આપશે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે એ નિર્ણય લીધો છેકે, ઓગસ્ટ સુધી કંપની અને કર્મચારીઓ તરફથી 12 ટકા 12 ટકાની રકમ EPFOમાં પોતાના તરફથી જમા કરશે. દેશમાં સંગઠિત ક્ષેત્રોના ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી 4 લાખથી વધારે સંસ્થાઓને પણ ફાયદો મળશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત કેટલીક શરતો છે. સરકારના જાહેરાતનો ફાયદો માત્ર એ જ કંપનીઓને મળશે. જેમની પાસે 100થી ઓછા કર્મચારીઓ છે અને 90 ટકા કર્મચારીઓનો પગાર 15,000થી ઓછો છે. 15000થી વધારે પગાર મેળવનાર લોકોને આનો ફાયદો નહીં મળે. આ ઉપરાંત કર્મચારીઓનો 12 ટકાની જગ્યાએ 10 ટકા ઈપીએફ કપાશે. આ સહાયતા જૂન, જુલાઈ અને ઓગસ્ટ સુધી ચાલું રહેશે. આ પહેલા માર્ચ, એપ્રિલ અને મે સુધી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ-વૈજ્ઞાનિકોનો દાવો: માત્ર આ વસ્તુથી ઘટી શકશે કોરોનાના 80% કેસો

નાણાંમંત્રીના જણાવ્યા પ્રમામએ 15000થી ઓછા પગારવાળાના ઈપીએફ ઓગસ્ટ સુધી સરકાર આપશે. જેમાં કંપની અને કર્મચારીઓનું યોગદાન સરાકર આપશે. જેમાં આશરે 2500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 3.67 લાખ કંપનીઓ અને 72.22 લાખ કર્મચારીઓને ફાયદો થશે.

આ પણ વાંચોઃ-વૈજ્ઞાનિકોએ કરી અદભૂત શોધ! 'ધરતી' જેવો મળ્યો ગ્રહ, આટલો છે દૂર

ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra modi) મંગળવારે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધ્યો હતો. જેમાં 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ રાહત પેકેજમાં દેશના તમામ વર્ગોને આવરી લેવામાં આવ્યા છે.આ પણ વાંચોઃ-corona થવાની શંકાએ 78 વર્ષીય વૃદ્ધની હોસ્પિટલ ઉપરથી મોતની છલાંગ, રિપોર્ટ નેગેટિવ આવ્યો

માનવામાં આવી રહ્યું છે કે, વિશ્વના 150 દેશોની GDP કરતા પણ વધારે મોદીનું આ આર્થિક પેકેજ છે. કોરોના વાયરસ સામે આખો દેશ લડી રહ્યો છે ત્યારે દેશમાં લોકડાઉનના 50 દિવસ થઈ ગયા છે. જેના પગલે દેશમાં વેપાર ધંધા બંધ છે અને લાખો લોકો બેરોજગાર બની ગયા છે અને વતનની વાટ પકડી છે. આવી સ્થિતિમાં મોદી સરકારનું ભારત સ્વનિર્ભર રાહત પેકેજ ભારતના લોકો માટે રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે. આ આર્થિક પેકેજના કારણે ભારતની અર્થવ્યવસ્થાને ફરીથી બેઠકી કરવા માટે બળ મળશે.
First published: May 13, 2020, 5:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading