નાણા મંત્રી નિર્મલા સીતારમણ કરી શકે છે 3 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત, ખેડૂતોને મળશે મોટી રાહત

નાણા મંત્રી નિર્મલા સીતારમણ કરી શકે છે 3 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત, ખેડૂતોને મળશે મોટી રાહત
દેશની અર્થવ્યસ્થાને ફરીથી પાટા પર લાવવા માટે મોદી સરકાર 3 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી શકે છે

દેશની અર્થવ્યસ્થાને ફરીથી પાટા પર લાવવા માટે મોદી સરકાર 3 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી શકે છે

 • Share this:
  નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister of India) દેશની અર્થવ્યવસ્થામાં જીવ ફૂંકવા માટે 3 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજ (Economic Stimulus Package Worth Rs 3 Lakh Crore)ની જાહેરાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આગામી સપ્તાહ સુધીમાં તેની જાહેરાત થઈ શકે છે. નોંધનીય છે કે સરકારે પહેલા ચરણમાં 21 દિવસના લૉકડાઉન (Lockdown)ની જાહેરાત કરી હતી, જે 25 માર્ચથી 14 એપ્રિલ સુધી ચાલ્યું, જેને આગળ લંબાવીને 3 મે કરી દેવામાં આવ્યું હતું. હવે તેને વધારીને 17 મે સુધી કરી દેવામાં આવ્યું છે. લૉકડાઉનના કારણે દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ બિલકુલ બંધ હતી. પરંતુ મે મહિનાની શરૂઆતમાં કેટલીક ઇન્ડસ્ટ્રીઝને શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. ભારત એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. સરકાર દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે આ નિર્ણય લઈ શકે છે.

  મની કન્ટ્રોલે બિઝનેસ સ્ટાન્ડર્ડના હવાલાથી જણાવ્યું કે નાણાકીય વર્ષ 2021 માટે સરકારી ઉધારી 7.8 લાખ કરોડ રૂપિયાથી વધીને 12 લાખ કરોડ રૂપિયા કરવાના સરકારના નિર્ણયથી સરકાર પાસે જે નાણા આવશે તેના જ આધાર પર રાહત પેકેજ લાવવામાં આવી રહ્યું છે. આ રાહત પેકેજનું બીજું કારણ એ પણ છે કે એ વાતને લઈ ઘણું અસમંજસ બનેલું છે કે કોરોના સંકટ હજુ કેટલું લાંબું અને કેટલું ઊંડું હોઈ શકે છે. સરકાર ઇકોનોમીને ધીમેધીમે ખોલવાની સાથે જ નાના ઉદ્યોગોને સહાયતા આપવા માંગે છે.  સરકારી સૂત્રો મુજબ, આ સપ્તાહના અંત સુધી આવનારું પેકેજ 1.7 લાખ કરોડ રૂપિયાના અગાઉના રાહત પેકેજની તુલનામાં ઘણું મોટું હશે.

  નોકરીયાત વર્ગ માટે થઈ શકે છે મોટી જાહેરાત

  રોયટર્સ મુજબ, આગામી રાહત પેકેજ દેશના ગરીબ લોકોની સાથોસાથ એવા લોકોને રાહત આપવાની શક્યતા છે જેઓ નોકરી ગુમાવી ચૂક્યા છે. સાથોસાથ ટેક્સ છૂટ અને અન્ય ઉપાયો દ્વારા નાની તથા મોટી કંપનીઓને રાહત આપવામાં આવી શકે છે. બે વરિષ્ઠ અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે જાણકારી આપી કારણ કે આ મુદ્દાને લઈને હજુ પણ વાતચીત ચાલી રહી છે.

  આ પણ વાંચો, આ રાજ્યના હાઉસિંગ બોર્ડે EMIના વ્યાજ પર 100% સુધીની છૂટ આપવાની કરી જાહેરાત

   

  આ મુદ્દાઓ ઉપર પણ મોટી જાહેરાત થઈ શકે છે

  1. MSME માટે વર્કિંગ કેપિટલ લોન સ્કીમની જાહેરાત થઈ શકે છે.

  2.  ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમનો વિસ્તાર થઈ શકે છે. એટલે કે સામાન્ય લોકોના ખાતામાં વધુ નાણા આવી શકે છે.

  3. મનરેગા હેઠળ મળનારું પેમેન્ટ એટલે કે મજૂરી વધારી શકાય છે.

  4. PM-KISAN Scheme હેઠળ પણ નવી જાહેરાતો થઈ શકે છે.

  5. એવિએશન, ટૂરિઝ્મ, ટ્રાવેલ અને ઓટો સેક્ટર માટે પણ પેકેજ હેઠળ મોટી જાહેરાતો થઈ શકે છે.

  દુનિયાભરની સરકારો નાના વ્યવસાયોની મદદ કરવા માટે રાહત પેકેજ આપી રહી છે. અમેરિકાએ કહ્યું હતું કે તેઓ પે-ચેક પ્રોટેક્શન પ્રોગ્રામ હેઠળ નવી લોન આપવા માટે 320 અબજ ડૉલર પ્રદાન કરશે. તેમાં એવી કંપનીઓના લોન માફ કરી દેવામાં આવશે જે પોતાને ત્યાં કર્મચારીઓને ઓછામાં ઓછા 8 સપ્તાહ માટે પેરોલ પર રાખે છે. આ પ્રકારથી ફિલિપાઇન્સની સરકારે પણ નાના ઉદ્યમોને 69 કરોડ ડૉલરની મદદ આપી છે.

  આ પણ વાંચો, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જો આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો ભારે કિંમત ચૂકવવી પડશે!
  Published by:News18 Gujarati
  First published:May 12, 2020, 14:29 pm

  ટૉપ ન્યૂઝ