લાખો પેન્શનરો માટે રાહત, બેગણું થઈ શકે છે ન્યૂનતમ પેન્શન

News18 Gujarati
Updated: March 23, 2020, 2:14 PM IST
લાખો પેન્શનરો માટે રાહત, બેગણું થઈ શકે છે ન્યૂનતમ પેન્શન
ન્યૂનતમ પેન્શનની રકમને 2,000 રૂપિયા સુધી કરવાનો વિચાર થઈ રહ્યો છે

ન્યૂનતમ પેન્શનની રકમને 2,000 રૂપિયા સુધી કરવાનો વિચાર થઈ રહ્યો છે

  • Share this:
નવી દિલ્હીઃ સરકારે કોરોના વાયરસ (Coronavirus) ના સંકટનો સામનો કરવા પ્લાન બનાવી દીધો છે. તે હેઠળ કર્મચારીઓ અને કંપનીઓ, બંનેને રાહત આપવામાં આવશે. શ્રમ મંત્રાલય એક કોમ્પ્રેહેન્સિવ પેકેજ પર કામ કરી રહ્યું છે કારણ કે કોરોના વાયરસના પ્રકોપથી ફેકટરી અને ઓફિસ બંધ થતાં નોકરીઓ પર આફત આવે તો આજીવિકા પ્રભાવિત થઈ શકે છે. તે હેઠળ જો કોઈ કંપની પ્રોવિડન્ડ ફંડનો પોતાનો હિસ્સો જમા કરવામાં વિલંબ કરે છે તો તેની પર લાગનારી પેનલ્ટીને માફ કરવામાં આવશે. આ ઉપરાંત કર્મચારીઓની વાત કરવામાં આવે તો ન્યૂનતમ પેન્શનની રકમને 2,000 રૂપિયા સુધી કરવાનો વિચાર થઈ રહ્યો છે.

વિલંબથી પીએફ જમા કરાવતાં પેનલ્ટી માફ

ઇકોનોમિક્સ ટાઇમ્સના અહેવાલ મુજબ, કોરોના વાયરસના કારણે જો કોઈ કંપની પ્રોવિડન્ડ ફંડનો પોતાનો હિસ્સો વિલંબથી જમા કરાવે છે તો તેની પર પેનલ્ટી નહીં લાગે. શ્રમ મંત્રાલયે તેની પર કામ શરૂ કરી દીધું છે.

પેન્શન વધારવા અંગે વિચાર

આ ઉપરાંત, કર્મચારીઓના ન્યૂનતમ પેન્શનની રકમને 2,000 રૂપિયા સુધી કરવા વિચાર થઈ રહ્યો છે. બીજી તરફ, કર્મચારીને હોસ્પિટલમાં ભરતી થવાની સ્થિતિમાં તાત્કાલિક તેને પીએફ ઉપડવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત નોકરી ગુમાવતા કે સંસ્થાન બંધ થવાની સ્થિતિમાં કર્મચારીઓ માટે પીએમનો ઉપાડ સરળ હશે. સંકટની સ્થિતિમાં કર્મચારીઓ માટે પીએફન રકમ કામ આવશે અને જીવન પસાર કરવું સરળ રહેશે.

આ પણ વાંચો, BSNLની મોટી ગિફ્ટ, એક મહિના માટે ગ્રાહકોને મફતમાં મળી રહ્યું છે ઇન્ટરનેટ!એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, કર્મચારીઓની કોરોના વાયરસના સમયમાં સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેઓએ કહ્યું કે આ સંદર્ભમાં આ સપ્તાહ સુધી કંઈક જાહેરાત પણ થઈ શકે છે.

કેબિનેટની મંજૂરી મળવાનો ઇંતજાર

અત્યારના નિયમ મુજબ, જો કોઈ કંપની કર્મચારીના પ્રોવિડન્ડ ફંડ એકાઉન્ટમાં પોતાના હિસ્સાને ભરવામાં વિલંબ કરે છે તો 12 ટકા વાર્ષિક વ્યાજ દરના હિસાબથી તેમને પ્રતિ દિવસાનો દંડ આપવો પડે છે. આ ઉપરાંત 2થી 6 મહિનાના વિલંબ પર 5થી 25 ટકા સુધીની પેનલ્ટી પણ આપવાની હોય છે. અધિકારીએ જણાવ્યું કે હવે આ પેનલ્ટીમાં કંપનીઓને રાહત આપવાનો વિચાર કરવામાં  આવી રહ્યો છે. આ ઉપરાંત ન્યૂનતમ એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમની રકમને 1,000 રૂપિયાથી વધારીને 2,000 રૂપિયા કરવાનો વિચાર થઈ રહ્યો છે. હાલ તેને કેબિનેટની મંજૂરી મળવાની રાહ જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો, યાત્રીગણ કૃપયા ધ્યાન દે! રેલવેએ 31 માર્ચ સુધી તમામ ટ્રેનોને રદ કરી
Published by: Mrunal Bhojak
First published: March 23, 2020, 2:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading