Goldના ભાવમાં 12927 રૂપિયાનો ઘટાડો, જાણો રોકણ કરવાથી મળશે તગડો નફો કે થશે નુકસાન

Goldના ભાવમાં 12927 રૂપિયાનો ઘટાડો, જાણો રોકણ કરવાથી મળશે તગડો નફો કે થશે નુકસાન
પ્રતિકાત્મક તસવીર

ઈક્વિટી માર્કેટમાં હવે ફરીથી તેજ ઉથલપાથલ શરૂ થઈ છે. ગોલ્ડની કિંમતોમાં ઘટાડો અસ્થાયી અને ઓછા સમય માટે છે. અત્યારની કિંતમોમાં રોકાણકારો સોનામાં રોકાણકરીને લાંબા ગાળે તગડો નફો કમાઈ શકે છે.

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના સંકટ (corona pandemic) વચ્ચે ઊભા થયેલા આર્થિક પડકારો વચ્ચે ભારત જ નહીં દુનિયાભરના લોકોમાં ગોલ્ડમાં રોકાણ (Gold Invest) ઉપર સૌથી વધારે ભરોસો છે. જેના પગલે રોકાણકારોએ જબરદસ્ત ખરીદી કરતા ઓગસ્ટ 2020માં સોનાના ભાવ (Gold price) રેકોર્ડ સ્તર ઉપર પહોંચ્યા હતા. ગોલ્ડે 2020 દરમિયાન રોકાણકારોએ તગડો નફો લીધો હતો. દિલ્હી સરાફા બજારમાં (delhi bullion market) 7 ઓગસ્ટ 2020એ ગોલ્ડની કિંમતો 57,008 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. ત્યારે ચાંદીની કિંમતો પણ સર્વોચ્ચ સ્તર ઉપર પહોંચી હતી. જેમ જેમ કોરોના વેક્સીન અંગે સારા સમાચાર આવતા ગયા તેમ તેમ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતો રહ્યો હતો. કારણ કે લોકોએ આર્થિક ગતિવિધિઓમાં સુધારાની સાથે બીજા રોકાણના વિકલ્પો શોધવા લાગ્યા હતા.

  કિંમતી ધાતુઓના ભાવમાં 7 ઓગસ્ટ 2020એ શુકવારે 26 માર્ચ 2021 સુધી 12,927 રૂપિયાનો ઘટાડો નોંધાવાની સાથે 44,081 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી હતી. જ્યાં ચાંદી 7 ઓગસ્ટ 2020એ 77,840 રૂપિયા પ્રતિ કિલો ઉપર રહી હતી. જેમાં છેલ્લા સુક્રવારે 13,564 રૂપિયા ઘટીને 64,276 રૂપિયાની સપાટીએ પહોંચી હતી. આ વચ્ચે સોના -ચાંદીની કિંમતો ઉપર ચાલું ઉથલ પાથલના કારણે રોકાણકારો ઓહાપોહ છે. રોકાણકારો મૂંઝવણમાં છે કે ગોલ્ડમાં રોકાણ કરવું જોઈએ અથવા થોડી રાહ જોવી જોઈએ. કેટલાક રોકાણકારો પોતાની પાસે હાજર ગોલ્ડને વેચીને અથવા હોલ્ડ કરવાની લઈને મૂંઝવણમાં છે. તો ચાલો જાણીએ કે આનવારા સમયમાં સોનામાં કેવો ટ્રેન્ડ રહી શકે છે.  2021માં રેકોર્ડ સ્તરે પહોંચશે સોનાના ભાવ
  નિષ્ણાંતોનું કહેવું છે કે જેમ જેમ દુનિયારમાં કોરોના વેક્સીનેશનનું અભિયાન ગતિ પકડી રહ્યું છે. તેમ તેમ લોકો રોકાણના બીજા વિકલ્પો તરફ વળી રહ્યા છે. જેનાથી સોનાના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે. તેમને લાગતું નથી કે આ સ્થિતિ વધારે સમય સુધી બની રહે. દુનિયાના મોટાભાગના શેર બજારો સહિત ઈન્ડિયન સ્ટોક એક્સચેન્જ પણ ખુબ જ રફ્તાર પકડી ચુક્યું છે. હવે વચ્ચે વચ્ચે નફારૂપી વેચવાલીના કારણે બજારોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. શેરબજારો વધારે ઉપર જવાના કારણે નફાની સાથે જોખમ પણ વધી શકે છે. આવી સ્થિતિમાં મોટી સખ્યામાં રોકાણ વિકલ્પ સોના તરફ વળશે. જેનાથી સોનાના ભાવમાં સહારો મળશે. અને ફરીથી ઉપર વધવાનું શરું કરશે.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ જેતપુરમાં હોળીના જ દિવસે જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, મોટા ભાઈએ નાનાભાઈની કાતર વડે કરી હત્યા

  આ પણ વાંચોઃ-Holi 2021: પાટણના બ્રાહ્મણવાડામાં 'મમતાની મેરેથોન', ધગધગતા તાપમાં ઉઘાડા પગે માતાઓ મુકે છે દોટ

  લાંબા ગાળાના રોકાણમાં મળી શકે છે તગડો નફો?
  રોકાણકારોનો મોટો ભાગ એવો છે જે જાણે છે કે અત્યારની સોનાની કિંમતો પર ગોલ્ડમાં રોકાણ કરવું સુરક્ષિત રહેશે. શું તેઓને આ મોકાનો ફાયદો ઉઠાવીને લાંબા ગાળા માટે રોકાણ કરવા ઉપર તગડો નફો મળી શકે છે. આ અંગે નિષ્ણાંતોનું કહેવું છે કે સોનાના ભાવમાં અત્યારે થયેલા ઘટાડાના અનેક કારણો છે. જેમાં સૌથી મોટું કારણ કોરોના વેક્સીનનું રસીકરણ અભિયાન તેજ થવું છે.

  આ પણ વાંચોઃ-જૂનાગઢઃ કેશોદનો 'બાહુબલી', 60 kgની ગુણ યુવક દાંતથી પકડીને 100 મીટર આરામથી ચાલી જાય છે, કેવી રીતે બન્યો 'શક્તિશાળી'?

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમ પામવા યુવક પરિણીતાના પુત્રોની સ્કૂલ વાનનો ડ્રાઈવર બન્યો, ઘરે ચુંબનો કરી દુષ્કર્મ આચર્યું

  નવી વેક્સીન્સને લઈને આવી રહેલી સતત સારી ખબરો અને આનાથી આર્થિક ગતિવિધિઓમાં વધારો થયો છે. ડોલર બીજી મોટી કરન્શીની તુલનાએ મજબૂત બન્યો છે. જેનાથી ગોલ્ડની કિંમતો ઉપર અસર પડી રહી છે. અમેરિકન ડોલર અને સોનું ઉલટ વ્યવહાર કરી રહ્યા ચે. જો ડોલરની માંગમાં વધારો થાય તો સોનાના ભાવમાં દબાણ વધે છે.  ટૂંક સમયમાં સોનુ 1960 ડોલર પ્રતિ ઔંસ પહોંચશે
  કોરોના વેક્સીનેશન ગતિ વધવાની સાથે આર્થિક ગતિવિધિઓમાં પણ તેજી આવી રહી છે. આવી સ્થિતિમાં લોકો વધારે જોખમ વાળા રોકાણ વિકલ્પો તરફ વળી રહ્યા છે. જેમાં ઇક્વિટી અને ક્રિપ્ટોકરન્શી જેવા વિકલ્પનો સમાવેશ થાય છે. ક્રિપ્ટોકરન્શીને લઈને ભારત સરકાર કડકાઈ વર્તી રહી છે. તો ઈક્વિટી માર્કેટમાં હવે ફરીથી તેજ ઉથલપાથલ શરૂ થઈ છે. ગોલ્ડની કિંમતોમાં ઘટાડો અસ્થાયી અને ઓછા સમય માટે છે. અત્યારની કિંતમોમાં રોકાણકારો સોનામાં રોકાણકરીને લાંબા ગાળે તગડો નફો કમાઈ શકે છે. નિષ્ણાંતોનું માનવું છે કે ગોલ્ડ ટૂંક સમયમાં 1960 ડોલર પ્રતિ ઔસે પહોંચશે.
  Published by:ankit patel
  First published:March 29, 2021, 23:06 pm

  ટૉપ ન્યૂઝ