અમદાવાદઃ ચાંદીના ભાવમાં રૂ.1000નો ઉછાળો, સોનું થયું નરમ, ફટાફટ જાણી લો આજના નવા ભાવ

અમદાવાદઃ ચાંદીના ભાવમાં રૂ.1000નો ઉછાળો, સોનું થયું નરમ, ફટાફટ જાણી લો આજના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં આવેલા ઘટાડાના કારણે ભારતીય બજારોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ન્યૂયોર્ક કોમોડિટી એક્સચેન્જમાં આજે સોનાના ભાવમાં ઘટાડો રહ્યો હતો.

 • Share this:
  અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજારમાં (International Market) સોનાના ભાવમાં આવેલા ઘટાડાના કારણે ભારતીય બજારોમાં સોનાના ભાવમાં ઘટાડો (Gold price today) નોંધાયો હતો. ન્યૂયોર્ક કોમોડિટી એક્સચેન્જમાં આજે સોનાના ભાવમાં ઘટાડો રહ્યો હતો. એટલા માટે દિલ્હી સરાફા બજારમાં પણ કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ બુલિયન માર્કેટમાં એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઉછાળો (Silver price today) નોંધાયો હતો. જ્યારે 10 ગ્રામ સોનામાં 200 રૂપિયાનો નજીવો ઘટાડો થયો હતો. નિષ્ણાતોનું અનુમાન છે કે એકવાર સોનાની કિંમતોમાં તેજી શરૂ થઈ તો સોનાનો ભાવ 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરશે.

  અમદાવાદમાં ચાંદીના ભાવ


  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 8 March 2021) આજે સોમવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઉછાળો નોંધાતા આમ ચોરસા 67,500 રૂપિયા અને ચાંદી રૂપું 67,300 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી. જોકે, શનિવારે એક કિલો ચોરસા 66,500 રૂપિયા અને ચાંદી રૂપું 66,300 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી.

  અમદાવાદમાં સોનાના ભાવ
  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 8 March 2021) આજે સોમવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 200 રૂપિયાનો સામાન્ય ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,100 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. જોકે, શનિવારે સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,300 રૂપિયાના ભાવે રહ્યું હતું.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોતી સાત વર્ષની પુત્રીને પકડીને મમ્મીએ પૂછ્યું, હકીકત જાણીને મમ્મીના પગ નીચેથી ધરતી સરકી ગઈ

  આ પણ વાંચોઃ-રાજકોટ: બેકાર યુવકનું માંગુ આવતા દીકરીના પિતાએ સગપણ માટે ના પાડી, 'વિફરેલા' યુવકે કર્યું જોરદાર કારસ્તાન

  દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ
  દિલ્હી સરાફા બજારમાં આજે 10 ગ્રામ સોનાના ભાવમાં 122 રૂપિયાનો ઘટાડો થતાં રાજધાની દિલ્હીમાં 99.9 સોનું 44,144 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર બંધ રહ્યું હતું. જે આગલા સત્રમાં 44,236 રૂપિયા પ્રતિ 10 ગ્રામે બંધ રહ્યું હતું. આ ઉપરાંત એક કિલો ચાંદીના ભાવમાં 587 રૂપિયાનો વધારો આવતા ચાંદીનો નવો ભાવ 65,236 રૂપિયા રહ્યો હતો.

  આ પણ વાંચોઃ-સોરી એન્ડ લવ યુ કુકુ.. તુમ કર્ઝદાર હો.. હો સકે તો ચુકા દેના': આયેશાનો દર્દભર્યો પત્ર વાંચીને આંખો ભીની થઈ જશે

  આ પણ વાંચોઃ-સ્વરૂપવાન પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, ચેતવણી આપી બંનેને છોડી દીધા, દગાવાજ પત્નીએ પતિની કરી હત્યા

  વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ
  આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવની વાત કરીએ તો વૈશ્વિક સોનું ઘટીને 1699 ડોલર પ્રતિ ઔંસના સ્તરે બંધ રહ્યું હતું. જ્યારે વૈશ્વિક ચાંદી 25.31 ડોલર પ્રતિ ઔંસના ભાવે બંધ રહી હતી.  કેમ નોંધાયો સોનાના ભાવમાં ઘટાડો?
  HDFC સિક્યુરિટીના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટી) તપન પટેલના જણાવ્યા પ્રમાણે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં આવેલા ઘટાડાના કારણે ભારતીય બજારોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. તેમણે જણાવ્યું કે ન્યૂયોર્ક કોમોડિટી એક્સચેન્જમાં આજે સોનાના ભાવમાં ઘટાડો રહ્યો હતો. એટલા માટે દિલ્હી સરાફા બજારમાં પણ કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો. આવી સ્થિતિ વચ્ચે પણ નિષ્ણાંતો માને છે કે ગોલ્ડની કિંમતોમાં 2021ના વર્ષમાં જબદસ્ત ઉછાળો જોવા મળશે. નિષ્ણાતોનું અનુમાન છે કે એકવાર સોનાની કિંમતોમાં તેજી શરૂ થઈ તો સોનાનો ભાવ 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરશે.
  Published by:ankit patel
  First published:March 08, 2021, 19:41 pm

  ટૉપ ન્યૂઝ