અમદાવાદઃ અમેરિકામાં ખરાબ પેરોલ ડેટા અને પ્રોત્સાહન પેકેજને લઈને લોકોની આશાને લાગેલા ઝાટકાના કારણે સોનાની કિંમતોમાં ઉછાળો નોંધાયો હતો. જેના પગલે ભારતીય બુલિયન માર્કેટમાં બંને કિંમતી ધાતુઓમાં (Gold-Silver price today) સામાન્ય સુધારો જોવા મળ્યો હતો. જોકે અમદાવાદ બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં (Gold price today) ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદી પાછલા (Silver price today)બંધ ભાવે સ્થિર રહી હતી.
અમદાવાદમાં ચાંદીના ભાવ:-
અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 8 february 2021) આજે સોમવારે દિવસ દરમિયાનના કારોબાર બાદ એક કિલો ચાંદીના પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં ચાંદી ચોરસાનો ભાવ 68500 રૂપિયા અને ચાંદી રૂપું 68300 રૂપિયાના સ્તરે બંધ રહી હતી. જો કે, શનિવારે એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસાનો ભાવ 68500 રૂપિયા અને ચાંદી રૂપું 68300 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી.
અમદાવાદમાં સોના ના ભાવ:-
અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 8 february 2021) આજે સોમવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો મામુલી ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 49,200 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 49,000 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું. જો કે, શનિવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 200 રૂપિયાનો નજીવો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 49,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 49,100 રૂપિયા ભાવે બંધ રહ્યું હતું.
વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવઃ-
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવની વાત કરીએ તો સોનું વધીને 1815 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે ચાંદી 27.16 ડોલર પ્રતિ ઔંસના સ્તરે બંધ રહી હતી.
કેમ નોંધાઈ સોના-ચાંદીમાં તેજી?
HDFC સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટી) તપન પટેલ પ્રમાણે અમેરિકામાં ખરાબ પેરોલ ડેટા અને પ્રોત્સાહન પેકેજને લઈને લોકોની આશાને લાગેલા ઝાટકાના કારણે સોનાની કિંમતોમાં ઉછાળો નોંધાયો હતો. જ્યારે મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસસના વીપી કોમોડિટી રિસર્ચ નવનીત દમાનીએ કહ્યું કે અમેરિકામાં નોકરીઓને લઈને આશા કરતા ખરાબ પરિણામ સામે આવતા અને ડોલર ઉપર બનેલા વધારે દબાણના કારણે ગોલ્ડના ભાવમાં વધારો થયો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર