Home /News /business /

Gold-Silverના ભાવમાં રૂ.13,000થી વધુનું ધોવાણ, કેટલો મળી શકે છે નફો? નિષ્ણાતો શું કહે છે?

Gold-Silverના ભાવમાં રૂ.13,000થી વધુનું ધોવાણ, કેટલો મળી શકે છે નફો? નિષ્ણાતો શું કહે છે?

પ્રતિકાત્મક તસવીર

આખી દુનિયા ઉપર કોરોના વાયરનો પ્રકોપ ફેલાયો અને અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં ફંસાઈ ત્યારે ગોલ્ડમાં 2020માં રોકાણકારોએ તગડો નફો કમાયા હતા.

  નવી દિલ્હીઃ દુનિયામાં અને ખાસ ભારતમાં (India) સોનાને મુશ્કેલ સમયમાં સૌથી મદદગાર સાથી માનવામાં આવે છે. કોરોના સંકટ (corona pandemic) વચ્ચે સોના સાથે જોડાયેલી આ કહેવત સાચી સાબિત થઈ છે. આખી દુનિયા ઉપર કોરોના વાયરનો (coronavirus) પ્રકોપ ફેલાયો અને અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં ફંસાઈ ત્યારે ગોલ્ડમાં (Gold) 2020માં રોકાણકારોએ (Investers) તગડો નફો કમાયા હતા. દિલ્હી સરાફા બજારમાં 7 ઓગસ્ટ 2020ના દિવસે સોનાનો ભાવ 57,008 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક સપાટીએ બંધ રહ્યો હતો.

  પીળી ધાતુઓના ભાવ 7 ઓગસ્ટ 2020ના ભાવથી શુક્રવારે 5 માર્ચ 2021 સુધી 13,121 રૂપિયા સુધી ઘટાડો થયો હતો. આ સાથે જ 43,887 રૂપિયા પ્રિત 10 ગ્રામ ઉપર પહોચ્યો હતો. જ્યારે 7 ઓગસ્ટ 2020એ એક કિલો ચાંદીનો ભાવ 77,840 રૂપિયાના ઐતિહાસિક સ્તરે પહોંચ્યો હતો. જેમાં ગત શુક્રવાર સુધી 13,035 રૂપિયા ઘટાડો થતાં 64,805 રૂપિયા સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન દરરોજ ગગડતા ભાવના કારણે રોકાણકારોમાં ઉહાપોહ મચી ગયો છે. તેમણે સોનામાં રોકાણ કરવું જોઈએ અથવા કંઈક બીજી વ્યવસ્થામાં રોકાણ કરવું જોઈએ. રોકાણકારોને સોનામાં રોકાણ કરવું કે નહીં એ મૂંઝવણ છે. તો ચાો જોઈએ કે આવા સમયે સોનામાં કેવો ટ્રેન્ડ રહી શકે છે?

  આ વર્ષે 63,000 રૂપિયાના સ્તરને પાર કરશે સોનું
  નિષ્ણાતોનું કહેવું છે કે આ વખતે જેવી જ દુનિયાભરમાં કોરોના વેક્સીનેશન અભિયાન ગતિ પકડી રહ્યું છે તેમ તેમ લોકો બીજા રોકાણ વિકલ્પો તરફ વળી રહ્યા છે. આ સમયે સોનાના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે. જોકે, તેમને નથી લાગતું કે આ સ્થિતિ વધારે સમય સુધી બની રહે. દુનિયાના મોટા ભાગના શેર બજારો સહિત ઇન્ડિયન સ્ટોક એક્સચેન્જ પણ ખૂબ જ ગતિ પકડી ચૂક્યા છે. વચ્ચે વચ્ચે નફારૂપી વેચવાલીના કારણે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

  આ પણ વાંચોઃ-સોરી એન્ડ લવ યુ કુકુ.. તુમ કર્ઝદાર હો.. હો સકે તો ચુકા દેના': આયેશાનો દર્દભર્યો પત્ર વાંચીને આંખો ભીની થઈ જશે

  આ પણ વાંચોઃ-સ્વરૂપવાન પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, ચેતવણી આપી બંનેને છોડી દીધા, દગાવાજ પત્નીએ પતિની કરી હત્યા

  શેર બજારોને વધારે ઉપર જવા ઉપર નફાની સાથે જોખમ પણ વધી જાય છે. આવી મોટી સંખ્યામાં રોકાણકાર ફરી સૌથી વધારે સુરક્ષિત રોકાણનો વિકલ્પ ગોલ્ડ તરફ રોકાણ તરફ વળશે. આનાથી સોનાની કિંમતોમાં સમર્થન મળશે. પછી સોનાના ભાવમાં વધારો થવાનો શરૂ થશે. નિષ્ણાંતોનું માનવું છે કે 2021માં ગોલ્ડની કિંમતોમાં વધારો નક્કી છે. આ વર્ષે સોનાની કિંમતો વધીને 63,000 રૂપિયાના સ્તરને પાર કરી જશે.

  આ પણ વાંચોઃ-હાથ ચાલાકી કી તો કમ્પલેન કરુંગી,' પાવાગઢ બસ સ્ટેન્ડમાં ડ્રાઈવર અને મુસાફર વચ્ચે મારામારીનો live video

  આ પણ વાંચોઃ-ઓડિશામાં પણ બની વડોદરા જેવી હૃદયદ્રાવક ઘટના! વિદાય વખતે દુલ્હન એટલું રડી કે શરીરમાંથી નીકળી ગયા પ્રાણ

  અત્યારની કિંમતો પર લાંબા સમયમાં મળી શકે છે મોટો નફો
  રોકાણકારોનો એક હિસ્સો એવો પણ છે જે એ જાણવા ઈચ્છે છે કે અત્યારની કિંમતો ઉપર સોનામાં રોકાણ કરવું સુરક્ષિત રહેશે. શું તેમને આ તકનો ફાયદો ઉઠાવવા માટે લાંબા સમયનું રોકાણ કરવું ભારેભરખમ નફો મળી શકે. આ અંગે નિવેષકોનું કહેવું છે કે સોનાના ભાવમાં અત્યારના ઘટાડાનું સૌથી મોટું કારણ કોરોના વેક્સીનનું રસીકરણ અભિયાનમાં તેજી છે. નવી વેક્સીનને લઈને સતત આવી રહેલા સારા સમાચાર અને આનાથી આર્થિક ગતિવિધીઓમાં વધારો થયો છે. ડોલર બીજી મોટી કરન્સીની તુલનાએ મજબૂત થવાના કારણે પણ ગોલ્ડની કિંમતો ઉપર અસર પડી રહી છે. તેમના પ્રમાણે અમેરિકી ડોલર અને સોનું એક બીજાની ઉલટ વ્યવહાર કરે છે. જો ડોલરની માગની માંગમાં વધારો થવાથી સોનાના ભાવમાં દબાણ આવે છે.  રોકાણકારો વધારે જોખમવાળા વિકલ્પો તરફ વળી રહ્યા છે
  કોરોના વેક્સીનેશન રફ્તાર વધવાની સાથે આર્થિક ગતિવિધીઓમાં પણ તેજી આવી રહી છે. આવી સ્થિતિમાં લોકો વધારે જોખમવાળા રોકાણનો વિકલ્પ તરફ વધી રહ્યા છે. જેમાં ઇક્વિટી અને ક્રિપ્ટોકરન્સી જેવા વિકલ્પોનો સમાવેશ થઈ રહ્યો છે. ગોલ્ડની કિંમતોમાં ઘટાડો અસ્થાયી અને ઓછા સમય માટે છે. એટલે રોકાણકારોએ અત્યારની કિંમતોમાં લાંબા સમયના રોકાણ કરવાથી શાનદાર નફો કમાઈ શકે છે. જેની ઉલટમાં ઇક્વિટીમાં આવેલી તેજી લાંબા સમય સુધી ટકવાની ગુંજાઈશ ઓછી નજર આવી રહી છે. આમ જલદી નફો કમાઈને નફો લઈને બહાર નીકળવાની શક્યતા છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Gold Investment, Gold price, Silver price, અમદાવાદ, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन