Home /News /business /

અમદાવાદઃ ચાંદીના ભાવમાં રૂ.2000નો કડાકો, સોનું પણ થયું નરમ, જાણો આજના નવા ભાવ

અમદાવાદઃ ચાંદીના ભાવમાં રૂ.2000નો કડાકો, સોનું પણ થયું નરમ, જાણો આજના નવા ભાવ

પ્રતિકાત્મક તસવીર

અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને સોનાના ભાવ ગણા નીચે આવી ગયા છે. જોકે, માંગ હજી વધશે જેના પગલે આ ઘટાડો શોર્ટ ટર્મની વાત છે. સોનું જલદી બાઉન્સ બેક કરશે. એટલા માટે આ સોનાની જ્વેલરી ખરીદવાની સારી તક છે.

    અમદાવાદઃ ત્યારે લગ્નસરાની સિઝન (Wedding season) ચાલી રહી છે અને સોનાના ભાવ ગણા નીચે આવી ગયા છે. જોકે, માંગ હજી વધશે જેના પગલે આ ઘટાડો શોર્ટ ટર્મની વાત છે. સોનું જલદી બાઉન્સ બેક કરશે. એટલા માટે આ સોનાની જ્વેલરી ખરીદવાની સારી તક છે.

    અમદાવાદ બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price today) બે તરફી વલણ જોવા મળ્યું હતું. અમદાવાદમાં એક કિલો ચાંદીના ભાવમાં 2000 રૂપિયાનો (Silver Price today) જોરદાર કડાકો બોલાયો હતો. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં 200 રૂપિયાનો (Gold Price today) સુધારો જોવા મળ્યો હતો.

    અમદાવાદમાં ચાંદીના ભાવ
    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 5 March 2021) આજે શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 2000 રૂપિયાનો કડાકો બોલાયો હતો. આમ ચોરસા 66,500 રૂપિયા અને ચાંદી રૂપું 66,300 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી. જો કે, ગુરુવારે એક કિલો ચાંદીના ભાવમાં 1200 રૂપિયાનો ઘટાડો થતાં ચોરસા 68,500 રૂપિયા અને ચાંદી રૂપું 68,300 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી.

    આ પણ વાંચોઃ-આયેશા આપઘાત કેસ: પતિ આરીફે આયેશાને ચારથી પાંચ લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હતું, મોબાઈલ જપ્ત

    આ પણ વાંચોઃ-ક્રૂર બાપની કરતૂત! પુત્રવધૂના પ્રેમમાં આંધળા સસરાએ પોતાના 16 મહિનાના માસૂમ બાળકને નહેરમાં ફેંકી દીધો

    અમદાવાદમાં સોનાના ભાવ
    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 5 March 2021) આજે શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,5300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,100 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું. જો કે, ગુરુવારે 10 ગ્રામ સોનામાં 400 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,300 રૂપિયાના લેવલે બંધ રહ્યું હતું. જો કે, બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,900 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,700 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ ટ્રેનમાં મુસાફરી કરતા સાવધાન! બ્રાંદ્રા-જેસલમેર ટ્રેનમાં મહિલાને થયો કડવો અનુભવ

    આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

    એક્સપર્ટનું શું કહેવું છે?
    કેડિયા એડવાયઝરીના એમડી અજય કેડિયાના જણાવ્યા પ્રમાણે સોનનો 44500-45000 રૂપિયા વચ્ચે સપોર્ટ છે. આનો મતલબ છે કે સોનાની કિંમત 45,000 રૂપિયાથી વધારે નીચે આવવાની સંભાવના નથી. કેડિયા પ્રમાણે શોર્ટ ટર્મમાં સોનું કાંતો તેજીની રેન્જમાં રહેશે અથવા ઉપર આવશે.



    નિષ્ણાંતોનું માનવું છે કે અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને સોનાના ભાવ ગણા નીચે આવી ગયા છે. જોકે, માંગ હજી વધશે જેના પગલે આ ઘટાડો શોર્ટ ટર્મની વાત છે. સોનું જલદી બાઉન્સ બેક કરશે. એટલા માટે આ સોનાની જ્વેલરી ખરીદવાની સારી તક છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gold price today, Silver Price Today

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन