અમદાવાદઃ ગોલ્ડ અત્યારે સાઇડવે ટ્રેક કરી રહ્યું છે. એટલે કે આની કિંમતોમાં ભારે ફેરફાર જોવા નહીં મળી રહ્યો છે. અને એમસીએક્સ ગોલ્ડ 45,600-45800ના સ્તર સુધી રહી શકે છે. ભારતીય બુલિયન માર્કેટમાં આજે ગુરુવારે સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver price today) ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં પણ એક કિલો ચાંદીના ભાવમાં (Silver price today)1200 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં 400 રૂપિયાનો (Gold price today) ઘટાડો નોંધાયો હતો.
અમદાવાદમાં ચાંદીના ભાવ
અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 4 March 2021) આજે ગુરુવારે એક કિલો ચાંદીના ભાવમાં 1200 રૂપિયાનો ઘટાડો થતાં ચોરસા 68,500 રૂપિયા અને ચાંદી રૂપું 68,5300 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી. જોકે, બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો સુધારો થતાં ચોરસા 69,700 રૂપિયા અને ચાંદી રૂપું 69,500 રૂપિયાના સ્તરે બંધ રહી હતી.
અમદાવાદમાં સોનાના ભાવ
અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 4 March 2021) આજે ગુરુવારે 10 ગ્રામ સોનામાં 400 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,300 રૂપિયાના લેવલે બંધ રહ્યું હતું. જો કે, બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,900 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,700 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું.
આ પણ વાંચોઃ-વડોદરાઃ એક જ પરિવારના છ સભ્યોએ કોલ્ડડ્રિંક્સમાં સાથે ઝેર ગટગટાવ્યું, પિતા, પુત્રી અને બાળકનું મોત
આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ સીમંત માટે પત્નીને રેલવે સ્ટેશન મુકીને ઘરે આવતા પતિનું ત્રિપલ અકસ્માતમાં મોત
દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ
દિલ્હી સરાફા બજારમાં ગુરુવારે સોનાનો ભાવ 44,589થી ઘટીને 44,372 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. આમ સોનાના ભાવમાં 217 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે એક કિલો ચાંદીના ભાવ 67,815 રૂપિયાથી ઘટીને 66,598 રૂપિયાના સ્તરે પહોંચ્યા હતા. આમ એક કિલો ચાંદીના ભાવમાં 1217 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.
આ પણ વાંચોઃ-પરિવારને રહેવાનું કહી ભાડે રાખ્યો ફ્લેટ, મકાનમાં ચાલતો હતો દેહવેપારનો ધંધો, પોલીસે છ મહિલા સહિત નવને રંગેહાથ પકડ્યા
આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા
ક્યાં કરશો રોકાણ?
નિષ્ણાંતો પ્રમાણે અત્યારના સમયમાં એક તરફ શેર બજાર રેકોર્ડ લેવલ ઉપર કારોબાર કરી રહ્યું છે તો બીજી તરફ સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકો ક્યાં રોકાણ કરે એ પ્રશ્ન છે. જો વાત કરીએ સોનાની તો ગત વર્ષે સોનાએ 28 ટકા રિટર્ન આપ્યું હતું. આવી સ્થિતિમાં જો લોંગ ટર્મ રોકાણ કરવાનો પ્લાન હોય તો ગોલ્ડમાં રોકાણ કરવું બેસ્ટ ઓપ્શન બની શકે.
શું કહે છે નિષ્ણાંતો?
ઇન્ટરનેશનલ એન્ડ કમોડિટી એટ કેપિટલ એડવાઈઝર ક્ષિતિજ પુરોહિતનું કહેવું છે કે ગોલ્ડ અત્યારે સાઇડવે ટ્રેક કરી રહ્યું છે. એટલે કે આની કિંમતોમાં ભારે ફેરફાર જોવા નહીં મળી રહ્યો છે. અને એમસીએક્સ ગોલ્ડ 45,600-45800ના સ્તર સુધી રહી શકે છે. જોકે, કેડિયા એડવાયઝરીના એમડી અજય કેડિયાના જણાવ્યા પ્રમાણે સોનનો 44500-45000 રૂપિયા વચ્ચે સપોર્ટ છે. આનો મતલબ છે કે સોનાની કિંમત 45,000 રૂપિયાથી વધારે નીચે આવવાની સંભાવના નથી. કેડિયા પ્રમાણે શોર્ટ ટર્મમાં સોનું કાંતો તેજીની રેન્જમાં રહેશે અથવા ઉપર આવશે.