Home /News /business /

અમદાવાદઃ આજે પણ Gold-Silverના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના નવા ભાવ

અમદાવાદઃ આજે પણ Gold-Silverના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના નવા ભાવ

પ્રતિકાત્મક તસવીર

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થતાં ભારતીય રૂપિયો મજબૂત થવાના કારણે ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

    અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થતાં ભારતીય રૂપિયો (Indian rupee) મજબૂત થવાના કારણે ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price today) ઘટાડો નોંધાયો હતો. નાણાંમંત્રી નિર્મલા સિતારમણે (FM Nirmalasitharaman) બજેટ 2021માં (budget 2021) ગોલ્ડ ઉપર કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જેના કારણે સોનામાં ઉંચા સ્તરે રોકાણકારો નફારૂપી વેચવાલી કરી રહ્યા છે. જેના પગલે અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) એક કિલો ચાંદીના ભાવમાં (Silver price today) 500 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold price today) પણ 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

    અમદાવાદમાં ચાંદીનો ભાવ (Silver Price, 4 February 2021) :
    અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 2500 રૂપિયાનો કડાકો બોલાતા ચાંદી ચોરસાનો ભાવ 67,500 રૂપિયા ચાંદી રૂપુનો ભાવ 67,300 રૂપિયાના સ્તરે બંધ રહી હતી. જોકે, મંગળવારે એક કિલો ચાંદી ચોરસાનો ભાવ 70,000 અને ચાંદી રૂપું 69,800 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે.

    અમદાવાદમાં સોનાનો ભાવ (Gold Price, 4 February 2021) :
    અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 49,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 49,600 રૂપિયાના ભાવે પહોંચ્યું હતું. જોકે, મંગળવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 50,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,100 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે.

    આ પણ વાંચોઃ-

    દિલ્હી બજારમાં સોના-ચાંદીના ભાવ
    દિલ્હી સરાફા બજારમાં આજે ગુરુવારે સોનાના ભાવમાં 332 રૂપિયાનો ઘટાડો નોંધાતા રાજધાની દિલ્હીમાં 99.9 સોનાનો ભાવ 47,137 રૂપિયા થયો હતો. જ્યારે આગલા સત્રમાં સોનાનો ભાવ 47,457 રૂપિયાએ બંધ રહ્યો હતો. આ ઉપરાંત એક કિલો ચાંદીના ભાવમાં 972 રૂપિયાનો ઘટાડો બોલાતા ચાંદીના ભાવ 67,170ના સ્તરે બંધ રહ્યા હતા.

    આ પણ વાંચોઃ-

    વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ
    આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવની વાત કરીએ તો સોનું ઘટીને 1825 ડોલર પ્રતિ ઔંસના સ્તરે અને ચાંદીનો નવો ભાવ ઘટીને 26.61 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહી હતી.



    કેમ આવ્યો સોના-ચાંદીમાં ઘટાડો?
    HDFC સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ કોમોડિટી તપન પટેલના જણાવ્યા પ્રમાણે આજે ડોલરની તુલનાએ રૂપિયો છ પૈસા મજબૂત થયો હતો. ડોલરની તુલનાએ રૂપિયો 72.90ના સ્તરે પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થતાં ભારતીય રૂપિયો મજબૂત થવાના કારણે ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. નાણાંમંત્રી નિર્મલા સિતારમણે બજેટ 2021માં ગોલ્ડ ઉપર કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જેના કારણે સોનામાં ઉંચા સ્તરે રોકાણકારો નફારૂપી વેચવાલી કરી રહ્યા છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gold price, Silver price, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन