અમદાવાદઃ ચાંદીના ભાવ વધ્યા તો સોનામાં થયો ઘટાડો, જલદી સોનું કરશે બાઉન્સ બેક, જાણો આજના latest rate

અમદાવાદઃ ચાંદીના ભાવ વધ્યા તો સોનામાં થયો ઘટાડો, જલદી સોનું કરશે બાઉન્સ બેક, જાણો આજના latest rate
પ્રતિકાત્મક તસવીર

અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને સોનાના ભાવ ગણા નીચે આવી ગયા છે. જોકે, માંગ હજી વધશે જેના પગલે આ ઘટાડો શોર્ટ ટર્મની વાત છે. સોનું જલદી બાઉન્સ બેક કરશે. એટલા માટે આ સોનાની જ્વેલરી ખરીદવાની સારી તક છે.

  • Share this:
    અમદાવાદઃ અમેરિકી ડોલરની (American dollar) તુલનાએ ભારતીય રૂપિયા (Indian rupee) મજબૂત થયો છે જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક દિવસમાં રૂપિયા 45 પૈસા મજબૂત થયો છે. અત્યારે લગ્નસરાની સિઝન (Wedding season) ચાલી રહી છે અને સોનાના ભાવ ગણા નીચે આવી ગયા છે. જોકે, માંગ હજી વધશે જેના પગલે આ ઘટાડો શોર્ટ ટર્મની વાત છે. સોનું જલદી બાઉન્સ બેક કરશે. એટલા માટે આ સોનાની જ્વેલરી ખરીદવાની સારી તક છે. અમદાવાદ બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price today) બે તરફી વલણ જોવા મળ્યું હતું. અમદાવાદમાં એક કિલો ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો (Silver Price today) વધારો જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો (Gold Price today)સુધારો જોવા મળ્યો હતો.

    અમદાવાદમાં ચાંદીના ભાવ


    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 3 March 2021) આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો સુધારો થતાં ચોરસા 69,700 રૂપિયા અને ચાંદી રૂપું 69,500 રૂપિયાના સ્તરે બંધ રહી હતી. જો કે, મંગળવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસા 69,500 રૂપિયા અને ચાંદી રૂપું 69,300 રૂપિયાની સપાટીએ પહોંચી હતી.

    અમદાવાદમાં સોનાના ભાવ
    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 3 March 2021) આજે બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,900 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,700 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું. જો કે, મંગળવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 600 રૂપિયાનું ગાબડું પડતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 47,200 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 47,000 રૂપિયાના લેવલે બંધ રહ્યું હતો.

    આ પણ વાંચોઃ-આયેશાની આખી કહાની! કોણ છે પતિ આરિફ ખાન જેના માટે આયેશાએ હસતાં મોંઢે મોતને વ્હાલું કર્યું

    આ પણ વાંચોઃ-પતિએ ફરી શરું કર્યો MBAનો અભ્યાસ, યુવતી સાથે થયું 'લફરું', એક્સ્ટ્રા ક્લાસના બહાને રાત્રે જતો હતો પ્રેમિકા પાસે, પત્નીએ આવી રીતે પકડ્યો

    દિલ્હી બજારમાં સોના-ચાંદીની સ્થિતિ
    દિલ્હી સરાફા બજારમાં બુધવારે 10 ગ્રામ સોનામાં 208 રૂપિયાનો ઘટાડો થતાં 99.9 સોનું ઘટીને 44,768 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર આવ્યું હતું. જ્યારે ચાંદી 602 રૂપિયા વધીને 68,194 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ રહી હતી.

    આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

    આ પણ વાંચોઃ-રાજકોટઃ 'ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભર્યું છું', ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના-ચાંદીના ભાવ
    વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવની વાત કરીએ તો આજે અમેરિકામાં સોનાનો કારોબાર 12.14 ડોલરના ઘટાડા સાથએ 1725.29 ડોલર પ્રતિ ઔંસના રેટ ઉપર રહ્યું હતું. જ્યારે ચાંદી 0.14 ડોલરના ઘટાડા સાથે 26.59 ડોલર પ્રતિ ઔંસના સ્તર ઉપર રહી હતી.

    એક્સપર્ટનું શું કહેવું છે?
    HDFC સિક્યોરિટીના રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી) તપન પટેલના જણાવ્યા પ્રમાણે અમેરિકી ડોલરની તુલનાએ ભારતીય રૂપિયા મજબૂત થયો છે જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક દિવસમાં રૂપિયા 45 પૈસા મજબૂત થયો છે. કેડિયા એડવાયઝરીના એમડી અજય કેડિયાના જણાવ્યા પ્રમાણે સોનનો 44500-45000 રૂપિયા વચ્ચે સપોર્ટ છે. આનો મતલબ છે કે સોનાની કિંમત 45,000 રૂપિયાથી વધારે નીચે આવવાની સંભાવના નથી. કેડિયા પ્રમાણે શોર્ટ ટર્મમાં સોનું કાંતો તેજીની રેન્જમાં રહેશે અથવા ઉપર આવશે.



    નિષ્ણાંતોનું માનવું છે કે અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને સોનાના ભાવ ગણા નીચે આવી ગયા છે. જોકે, માંગ હજી વધશે જેના પગલે આ ઘટાડો શોર્ટ ટર્મની વાત છે. સોનું જલદી બાઉન્સ બેક કરશે. એટલા માટે આ સોનાની જ્વેલરી ખરીદવાની સારી તક છે.
    Published by:ankit patel
    First published:March 03, 2021, 20:53 pm

    ટૉપ ન્યૂઝ