વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ :આંતરરાષ્ટ્રી બજારમાં બંને કિંમતી ધાતુઓના ભાવની વાત કરીએ તો સોનાનો ભાવ 1835 ડોલર પ્રતિ ઔંસના સ્તરે બંધ રહ્યું હતું. જ્યારે ચાંદીનો ભાવ 26.78 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહી હતી.
કેમ નોંધાયો સોના-ચાંદીમાં ઘટાડો? HDFC સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ કોમોડિટી તપન પટેલ પ્રમાણે ડોલરની મજબૂતીના કારણે ગોલ્ડનો કારોબાર દબાણમાં છે. આ ઉપરાંત અમેરિકામાં પ્રોત્સાહન પેકેજમાં થઈ રહેલા ઘટાડાના કારણે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2021માં ગોલ્ડ ઉપર કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં સોનાના ભાવમાં ઉંચા સ્તર ઉપર નફારૂપી વેચવાલી કરી રહી છે. એટલા માટે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર