અમદાવાદઃ કોરોના સંકટ (corona pandemic) સામે ચાલતું રસીકરણ અભિયાનની (vaccination campaign) શરુઆત બાદથી સોનાના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે. રસીકરણ બાદ આર્થિક ગતિવિધિઓમાં તેજી આવવાની શક્યતા છે. જેના પગલે ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price today) સતત ઘટાડો આવી રહ્યો છે. જોકે, અમદાવાદ ઝવેરી બજારમાં એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો (Silver Price today) તોતિંગ ગાબડું પડ્યું હતું. જોકે, 10 ગ્રામ સોનામાં 100 રૂપિયાનો (Gold-Silver Price today) નજીવો સુધારો થયો હતો.
અમદાવાદમાં ચાંદીના ભાવ
અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 26 february 2021) આજે શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનું તોતિંગ ગાબડું પડતા ચાંદી ચોરસા 69,000 રૂપિયા અને ચાંદી રૂપું 68,800 રૂપિયાની સપાટીએ પહોંચી હતી. જોકે, ગુરુવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસા 70,500 રૂપિયા અને ચાંદી રૂપું 70,300 રૂપિયાના સ્તરે બંધ રહી હતી.
અમદાવાદમાં સોનાના ભાવ
અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 26 february 2021) આજે શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો નજીવો સુધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 48,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 48,100 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું. જો કે, ગુરુવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 48,200 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 48,000 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું.
આ પણ વાંચોઃ-ડિલિવરી બોયે 66 મહિલાને બનાવી 'શિકાર', પીડિતાની આપવીતી સાંભળી પોલીસ પણ 'હલી' ગઈ
આ પણ વાંચોઃ-કોરોનામાંથી જીવ બચ્યો તો તિરુપતિને ચઢાવ્યું સાડા ત્રણ કિલો સોનું, 3 હજાર કરોડના સોનાના માલિક છે ભગવાન
દિલ્હીમાં સોના ચાંદીના ભાવ
ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે સોનાના ભાવમાં 342 રૂપિયા ઘટાડો થતાં સોનું 45,599 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે ચાંદીમાં 2007 રૂપિયા ઘટતાં એક કિલો ચાંદી 67,419 રૂપિયાના સ્તરે બંધ રહી હતી.
આ પણ વાંચોઃ-રાજકોટઃ બે અકસ્માતમાં યુવક-યુવતીના ઘટના સ્થળે મોત, HDFC બેન્કમાં પોર્ટફોલિયો મેનેજર યુવતીનું કરુણ મોત
આ પણ વાંચોઃ-દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર One Time Chargeમાં 200 કિમી ચાલશે, બુકિંગ શરૂ
10 હજાર કરતા પણ સસ્તું થયું સોનું
દિલ્હી બુલિયન માર્કેટમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનું 10 હજાર રૂપિયા સસ્તું થઈ ચુક્યું છે. કોરોના સંકટમાં સોનું 55 હજાર રૂપિયાના સ્તરે પહોંચ્યું હતું. નિષ્ણાંતોનું માનવું છે કે કોરોના સંકટ સામે ચાલતું રસીકરણ અભિયાનની શરુઆત બાદથી સોનાના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે. રસીકરણ બાદ આર્થિક ગતિવિધિઓમાં તેજી આવવાની શક્યતા છે.
ઇંન્દોરમાં સોના-ચાંદીના ભાવ
ઇન્દોરના સ્થાનિક ઝવેરી બજારમાં શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 25 રૂપિયાનો અને એક કિલો ચાંદીના ભાવમાં 950 રૂપિયા પ્રતિ કિલોગ્રામની કમી આવી છે. હાજર વ્યાપારમાં સોનું ઉંચામાં 48,1245 રૂપિયા અને નીચામાં 47,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી ઉંચામાં 68,900 રૂપિયા અને નીચામાં 68,350 રૂપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચી હતી.