અમદાવાદઃ Gold-Silverના ભાવમાં થયો મોટો ફેરફાર, ફટાફટ જાણો નવા ભાવ

અમદાવાદઃ Gold-Silverના ભાવમાં થયો મોટો ફેરફાર, ફટાફટ જાણો નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના અત્યારના ભાવમાં નફારૂપી વેચવાલીનો સિલસિલો થયાવત રહ્યો છે. જેના પગલે સોનાના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે. જ્યારે ડોલરમાં ચાલુ ઉથલપાથલની અસર પણ કિંમતી ધાતુઓમાં પડી રહી છે.

 • Share this:
  અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના અત્યારના ભાવમાં નફારૂપી વેચવાલીનો સિલસિલો થયાવત રહ્યો છે. જેના પગલે સોનાના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે. જ્યારે અમેરિકન ડોલરમાં (American dollar) ચાલુ ઉથલપાથલની અસર પણ કિંમતી ધાતુઓમાં પડી રહી છે. અમદાવાદ ઝવેરી બજારમાં પણ સોના ચાંદીના ભાવમાં (Gold-Silver Price today) બે તરફી વલણ જોવા મળ્યું હતું. અમદાવાદમાં એક કિલો ચાંદીના ભાવમાં (Silver Price today) 500 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price today) 400 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

  અમદાવાદમાં ચાંદીના ભાવ


  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 25 february 2021) આજે ગુરુવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસા 70,500 રૂપિયા અને ચાંદી રૂપું 70,300 રૂપિયાના સ્તરે બંધ રહી હતી. જોકે, બુધવારે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો નોંધાતા ચાંદી ચોરસા 70,000 રૂપિયા અને ચાંદી રૂપું 69,800 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી.

  અમદાવાદમાં સોનાના ભાવ
  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 25 february 2021) આજે ગુરુવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 48,200 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 48,000 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું. જોકે, બુધવારે દિવસ દરમિયાનના કારોબાર બાદ 10 ગ્રામ સોનાના પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 48,600 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 48,400 રૂપિયાના ભાવે સ્થિર રહ્યું હતું.

  આ પણ વાંચોઃ- રાજકોટઃ બે અકસ્માતમાં યુવક-યુવતીના ઘટના સ્થળે મોત, HDFC બેન્કમાં પોર્ટફોલિયો મેનેજર યુવતીનું કરુણ મોત

  આ પણ વાંચોઃ- દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર One Time Chargeમાં 200 કિમી ચાલશે, બુકિંગ શરૂ

  દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ
  દિલ્હી સરાફા બજારમાં આજે ગુરુવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 358 રૂપિયાનો ઘટાડો થતાં રાજધાની દિલ્હીમાં 99.9 સોનું 45,959 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે રહ્યું હતુ. જોકે, આ પહેલાના સત્રમાં સોનું 46,313 રૂપિયા પ્રતિ 10 ગ્રામે બંધ રહ્યું હતું. આ ઉપરાંત એક કિલો ચાંદીના ભાવમાં 151 રૂપિયાનો વધારો થતાં ચાંદી 69,159 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી.

  આ પણ વાંચોઃ-અકસ્માતમાં ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું મોત, લાઇસન્સ ન હોવા છતાં બાઈક આપવા માટે મિત્ર સામે ફરિયાદ

  આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! કડીઃ ચાંદલો માંગવા આવેલી અજાણી મહિલા ઘરમાંથી 8 તોલા સોનાના દાગીના લઈ ફરાર

  વૈશ્વિક બજારોમાં સોના-ચાંદીના ભાવ
  આંતરરાષ્ટ્રી બજારમાં સોના-ચાંદીના ભાવની વાત કરીએ તો વૈશ્વિક સોનુ 1792 ડોલર પ્રતિ ઔંસ અને વૈશ્વિક ચાંદી 27.56 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહ્યું હતું.  કેમ આવ્યો સોનામાં ઘટાડો?
  HDFC સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ કોમોડિટી તપલ પટેલના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના અત્યારના ભાવમાં નફારૂપી વેચવાલીનો સિલસિલો થયાવત રહ્યો છે. જેના પગલે સોનાના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે. વૈશ્વિક બુલિયન માર્કેટની અસર ભારતીય ઝવેરી બજારોમાં જોવાઈ રહી છે. જ્યારે ડોલરમાં ચાલુ ઉથલપાથલની અસર પણ કિંમતી ધાતુઓમાં પડી રહી છે.
  Published by:ankit patel
  First published:February 25, 2021, 19:54 pm

  ટૉપ ન્યૂઝ