અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં થયો વધારો, ફટાફટ જાણી લો આજના latest rate

અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં થયો વધારો, ફટાફટ જાણી લો આજના latest rate
પ્રતિકાત્મક તસવીર

આંતરરાષ્ટ્રીય બજારોમાં ગોલ્ડના ભાવમાં થયેલી ઉથલપાથલની ભારતીય બજારો ઉપર પણ પડી છે. ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થયો હતો.

 • Share this:
  અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજારોમાં ગોલ્ડના ભાવમાં થયેલી ઉથલપાથલની ભારતીય બજારો ઉપર પણ પડી છે. ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના (Gold-silver Price today) ભાવમાં વધારો થયો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં પણ એક કિલો ચાંદીના ભાવમાં (silver Price today) 250 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price today)પણ 250 રૂપિયાનો વધારો થયો હતો.

  અમદાવાદમાં ચાંદીના ભાવ


  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 21 february 2021) આજે સોમવારે એક કિલો ચાંદીના ભાવમાં 250 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસા 69,250 રૂપિયા અને ચાંદી રૂપું 69,050ના સ્તરે બંધ રહી હતી. જો કે, શનિવારે ચાંદી ચોરસા 69.000 રૂપિયા અને ચાંદી રૂપું 68,800ના ભાવે બંધ રહી હતી.

  અમદાવાદમાં સોનાના ભાવ
  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 21 february 2021) આજે સોમવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 250 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 47,500 રૂપિયા અને સોનું તેજાબી 47,300ની (99.5) સપાટીએ બંધ રહ્યું હતું. આ ઉપરાંત 10 ગ્રામ હોલમાર્ક દાગીના 47,530 રૂપિયાના ભાવે રહ્યા હતા.

  આ પણ વાંચોઃ- ગર્લફ્રેન્ડ ન મળતા નરાધમે પાંચ વર્ષની બાળકીને પીંખી નાંખી, પિતા બોલ્યા 'ફાંસી ઉપર લટકાવી દો'

  આ પણ વાંચોઃ- કરુણ ઘટના! સોળે શણગાર સજીને પરિણીતાને મરવું પડ્યું, દુલ્હન બનતા જ જિંદગી બની ગઈ નરક

  દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ
  દિલ્હી બજારમાં સોમવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 278 રૂપિયા પ્રતિ 10 ગ્રામમાં તેજી આવી હતી. જેના પગલે 99.9 સોનું 46,013 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે રહ્યું હતું. આ પહેલા કારોબારી સત્રમાં 45,753 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યું હતું. દિલ્હીમાં એક કિલો ચાંદીના ભાવમાં 265 રૂપિયા વધીને ચાંદી 68,587 રૂપિયાના ભાવે બંધ રહી હતી.

  આ પણ વાંચોઃ-OMG! ડાંગમાં 14 વર્ષના બાળકો બન્યા માતા-પિતા, કિશોર પિતા સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો

  આ પણ વાંચોઃ-ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

  વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવની વાત કરીએ તો સોનું ઘટીને 1774 ડોલર પ્રતિ ઔંસના સ્તરે અને ચાંદી 26.94 ડોલર પ્રતિ ઔંસના સ્તરે બંધ રહી હતી.  સોનામાં કેમ થયો વધારો? HDFC સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલના જણાવ્યા પ્રમાણે ડોલરની તુલનાએ રૂપિયામાં તેજી આવી છે. આજે ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો 16 પૈસા મજબૂત થતાં 72.49ના સ્તરે બંધ રહ્યો હતો. આવી સ્થિતિમાં સોનાના ભાવમાં ઘટાડો થવો જોઈએ પરંતુ ઉલટાનું સોનું મોઘું થયું છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ગોલ્ડના ભાવમાં થયેલી ઉથલપાથલની ભારતીય બજારો ઉપર પણ પડી છે.
  Published by:ankit patel
  First published:February 22, 2021, 20:18 pm

  ટૉપ ન્યૂઝ