અમદાવાદઃ Gold-Silverના ભાવમાં થયો મોટો ફેરફાર, 2021માં સોનું રૂ.63,000ને પાર થશે, ફટાફટ જાણો નવા ભાવ

અમદાવાદઃ Gold-Silverના ભાવમાં થયો મોટો ફેરફાર, 2021માં સોનું રૂ.63,000ને પાર થશે, ફટાફટ જાણો નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

નિષ્ણાંતોનું માનવું છે કે એકવાર ફરીથી સોનાની કિંમતોમાં વધારો થવાનું શરુ થશે તો 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીના સ્તરને પાર કરી શકે છે.

  • Share this:
    અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાની કિંમતોમાં ઘટાડો આવ્યો છે. જેની અસર ભારતી બજારોમાં પણ દેખાઈ રહી છે. અમેરિકન ડોલરની (American dollar) તુલનાએ આજે ભારતીય રૂપિયો (Indian rupee) 14 પૈસા મજબૂત બન્યો હતો. આમ ભારતીય બજારોમાં સોનાની કિંમતોમાં (Gold price today) ઘટાડો નોંધાયો હતો. જોકે નિષ્ણાંતોનું માનવું છે કે ગોલ્ડની કિંમતોમાં 2021માં જબરદસ્ત ઉછાળો નક્કી છે. નિષ્ણાંતોનું માનવું છે કે એકવાર ફરીથી સોનાની કિંમતોમાં વધારો થવાનું શરુ થશે તો 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીના સ્તરને પાર કરી શકે છે. અમદાવાદ બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price today) બે તરફી વલણ જોવા મળ્યું હતું. અમદાવાદમાં એક કિલો ચાંદીમાં 500 રૂપિયાનો સુધારો (Silver Price today) થયો હતો. જ્યારે 10 ગ્રામ સોનામાં 600 રૂપિયાનુ ગાબડું પડ્યું હતું.

    અમદાવાદમાં ચાંદીના ભાવ


    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 2 March 2021) આજે મંગળવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસા 69,500 રૂપિયા અને ચાંદી રૂપું 69,300 રૂપિયાની સપાટીએ પહોંચી હતી. જોકે, સોમવારે ચાંદી ચોરસા 69,000 રૂપિયા અને ચાંદી રૂપું 68,800 રૂપિયાના સ્તરે બંધ રહી હતી.

    અમદાવાદમાં સોનાના ભાવ
    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 2 March 2021) આજે મંગળવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 600 રૂપિયાનું ગાબડું પડતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 47,200 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 47,000 રૂપિયાના લેવલે બંધ રહ્યું હતો. જો કે, સોમવારે સોનું સ્ટાન્ડર્ડ (99.9) 47,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 47,600 રૂપિયાના ભાવે સ્થિર રહ્યું હતું.

    આ પણ વાંચોઃ-આયશાને મળ્યો ન્યાય! 'તું મરી જા અને વીડિયો મોકલજે', કહેનાર પતિ આરીફની રાજસ્થાનમાંથી કરી ધરપકડ

    આ પણ વાંચોઃ-આયશા આપઘાત કેસ: આયેશા સામે પતિ આરીફ તેની મહિલા મિત્ર સાથે વાત કરતો હતો, લગ્ન કરવાની પણ તૈયારી હતી

    દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ
    દિલ્હી સરાફા બજારમાં મંગળવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 679 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થતાં રાજધાની દિલ્હીમાં 99.9 સોનાનો નવો ભાવ 44,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. આ પહેલાના સત્રમાં સોનું 45,439 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર બંધ રહ્યું હતું. આ ઉપરાંત દિલ્હીમાં એક કિલો ચાંદીના ભાવમાં 1847 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદૂ 67,073 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ રહી હતી.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ 'ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભર્યું છું', ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! પ્રેમિકાની ઇચ્છાથી પ્રેમીને પલંગ સાથે બાંધી શરીર સંબંધ બાંધવો ભારે પડ્યો, પ્રેમીનું થયું મોત

    વૈશ્વિક સોના-ચાંદીના ભાવ
    આંતરરાષ્ટ્રી બજારમાં સોના-ચાંદીના ભાવની વાત કરીએ તો વૈશ્વિક સોનું ઘટીને 1719 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચ્યું હતું. જ્યારે વૈશ્વિક ચાંદી 26.08 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહી હતી.

    2021માં રૂ. 63,000ને પાર જઈ શકે છે સોનું
    નિષ્ણાંતોનું માનવું છે કે ગોલ્ડની કિંમતોમાં 2021માં જબરદસ્ત ઉછાળો નક્કી છે. નિષ્ણાંતોનું માનવું છે કે એકવાર ફરીથી સોનાની કિંમતોમાં વધારો થવાનું શરુ થશે તો 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીના સ્તરને પાર કરી શકે છે. આમ આ સમયે કેન્દ્ર સરકારે સોવરેન ગોલ્ડ સ્કીમ ફરીથી રોકાણકારો માટે ખોલવામાં આવી છે. આ સ્કીમમાં તમે 5 માર્ચ સુધી રોકાણ કરી શકો છો. ગોલ્ડ બોન્ડ માટે આ વખતે સરકારે ઈશ્યૂ પ્રાઈસ 4662 પ્રતિ ગ્રામ એટલે કે 46,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નક્કી કરી છે. આ સરકારી સ્કીમ ઉપર મતને સોના ઉપર ડિસ્કાઉન્ટ પણ મળશે.



    સોનામાં કેમ આવ્યો ઘટાડો?
    HDFC સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાની કિંમતોમાં ઘટાડો આવ્યો છે. જેની અસર ભારતી બજારોમાં પણ દેખાઈ રહી છે. અમેરિકન ડોલરની તુલનાએ આજે ભારતીય રૂપિયો 14 પૈસા મજબૂત બન્યો હતો. આમ ભારતીય બજારોમાં સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો.
    Published by:ankit patel
    First published:March 02, 2021, 18:12 pm

    ટૉપ ન્યૂઝ