અમદાવાદઃ Gold-Silverના ભાવમાં મોટો કડાકો, સોનું ખરીદવાની સોનેરી તક, ફટાફટ જાણી લો આજના નવા ભાવ

અમદાવાદઃ Gold-Silverના ભાવમાં મોટો કડાકો, સોનું ખરીદવાની સોનેરી તક, ફટાફટ જાણી લો આજના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

ક્રૂડના ભાવમાં ઉપલા મથાળેથી કડાકા બાદ વૈશ્વિક શેરબજારની તેજી અટકવાની સાથે સોનામાં પણ આજે જોરદાર કડાકો જોવા મળ્યો છે.

 • Share this:
  અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવ આજે ખૂબ જ ઝડપથી ઘટ્યા હતા તેની અસર ભારતીય બજારોમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી.દિલ્હીના બુલિયન માર્કેટમાં 17 ફેબ્રુઆરી, 2021 એટલે કે બુધવારે સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ. 717નો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 1274નો ઘટાડો થયો હતો. ગત સત્રમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 46,819 બંધ રહ્યો હતો અને ચાંદી પ્રતિ કિગ્રા રૂ. 69,513ના ભાવે બંધ થઈ હતી.

  આંતરરાષ્ટ્રીય બજારોમાં (International Markets)માં સોનાના ભાવ આજે ઘટ્યા હતા અને ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા. અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) બંને કિંમતી ધાતુઓમાં (Gold-Silver Price today) કડાકા બોલાયા હતા. એક કિલો ચાંદીના ભાવમાં (Silver Price today) 1500 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price today) 600 રૂપિયાનો કડાકો બોલાયો હતો.  અમદાવાદમાં ચાંદીના ભાવ
  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 17 february 2021) આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો કડાકો બોલાતા ચાંદી ચોરસાનો ભાવ 69,000 રૂપિયા અને ચાંદી રૂપું 68,800 રૂપિયાના સ્તરે પહોંચી હતી. જો કે, મંગળવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઉછાળો નોંધાતા ચાંદી ચોરસાનો ભાવ 70,500 રૂપિયા અને ચાંદી રૂપું 70,300 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ live stunt video, રીક્ષા ચાલકે રીક્ષાથી કર્યા 'ધૂમ સ્ટાઈલ સ્ટંટ', વીડિયો વાયરલ

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ દારૂના નશામાં Valentine day પર મુંબઈની યુવતી સાથે કોન્ટ્રાક્ટરે આચર્યું દુષ્કર્મ, સાથે આવેલી યુવતીએ કરી મદદ

  અમદાવાદમાં સોનાના ભાવ
  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 17 february 2021) આજે બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 48,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 48,300 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું. જો કે, મંગળવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો નજીવો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 49,100 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 48,900 રૂપિયાની સપાટીએ રહ્યું હતું. હોલમાર્ક દાગીનાનો ભાવ 47,530 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ પાંચ કૂવા સાઈકલ ખરીદવા જતા પહેલા સાવધાન, કસરત કરવાની સાઈકલ વેપારીને રૂ.3.50 લાખમાં પડી

  દિલ્હીમાં સોનાના આજના ભાવ (Gold Price, 17th February, 2021) :
  બુધવારે દિલ્હીના બજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 717 રૂપિયા ઘટાડો થયો હતો. રાજધાની દિલ્હીમાં 99.9 ગ્રામ શુદ્ધ સોનાનો નવો ભાવ હવે 10 ગ્રામ દીઠ 46,102 રૂપિયા થઈ ગયો છે. અગાઉના સેશનમાં સોનું 10 ગ્રામ દીઠ 46,819 રૂપિયા પર બંધ થયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાનો ભાવ પણ તીવ્ર ઘટાડા સાથે 1786 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો છે.

  આ પણ વાંચોઃ-મારી પત્ની.... હવે સહન નથી થતું છે' FB પર પોસ્ટ મૂકી, સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી ચૂકેલા એક્ટર સંદીપ નાહેરની આત્મહત્યા

  આ પણ વાંચોઃ-લો બોલો! રાજકોટઃ 5 વર્ષ પૂર્વે સગીરાને ભગાડી જનાર પરપ્રાંતીય યુવક ઝડપાયો, બની ચૂક્યો છે ત્રણ સંતાનોનો પિતા

  દિલ્હીમાં ચાંદીનો નવો ભાવ (Silver Price, 17th February, 2021) :
  ચાંદીના ભાવમાં પણ બુધવારે ભારે કડાકો નોંધાયો હતો. દિલ્હી બુલિયન માર્કેટમાં બિઝનેસ કોમોડિટીની કિંમત ઘટીને 68,239 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આજે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ 27.10 ડોલર પ્રતિ ઔંસ પર યથાવત્ રહ્યો છે.  સોના-ચાંદીમાં ઘટાડાનું કારણ?
  એચડીએફસી સિક્યુરિટી(HDFC Securities)ના કોમોડિટીઝના સિનિયર એનાલિસ્ટ તપન પટેલ માને છે કે આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવ આજે ખૂબ જ ઝડપથી ઘટ્યા હતા તેની અસર ભારતીય બજારોમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી. પરિણામે દિલ્હી સહિતના બજાઆરએમ ગોલ્ડટના હાજર બજારના ભાવમાં 10 ગ્રામ દીઠ 717 રૂપિયા ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે ડોલરની એકતરફી નબળાઈને કારણે પણ ભારતીય બજારોમાં સોનાના ભાવ દબાણ હેઠળ જોવા મળી રહ્યાં છે.
  Published by:ankit patel
  First published:February 17, 2021, 19:01 pm

  ટૉપ ન્યૂઝ