અમદાવાદઃ Gold-Silverની કિંમતોમાં થયો જોરદાર ફેરફાર, જાણી લો latest Rate

અમદાવાદઃ Gold-Silverની કિંમતોમાં થયો જોરદાર ફેરફાર, જાણી લો latest Rate
પ્રતિકાત્મક તસવીર

કરન્સી માર્કેટમાં ડોલરની સરખામણીએ રૂપિયો 14 પૈસાની મજબૂતી સાથે 72.61ના સ્તરે ખુલ્યો હતો. જેનાથી ભારતીય બજારમાં સોનાના ભાવ પર અસર પડી છે.

 • Share this:
  અમદાવાદઃ ભારતીય બજારમાં સોનાના ભાવમાં (Gold Price today) ઘટાડો થયો છે. દિલ્હીના બુલિયન માર્કેટમાં આજે 15 ફેબ્રુઆરી 2021એ સોનાના ભાવમાં 19 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો થયો. જ્યારે ચાંદીના ભાવમાં 646 રૂપિયા પ્રતિ કિલોગ્રામમાં વધારો નોંધાયો. પાછલા કારોબારી સત્ર દરમિયાન સર્રાફા બજારમાં સોનુ 46,845 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તો ચાંદી 68,426 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં એક કિલો ચાંદીના ભાવમાં (silver Price today) 1000 રૂપિયાનો ઉછાળો થયો હતો જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

  અમદાવાદમાં ચાંદીના ભાવ


  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 15 february 2021) આજે સોમવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઉછાળો થતાં ચાંદી ચોરસાનો ભાવ 69,500 રૂપિયા અને ચાંદી રૂપું 69,300 રૂપિયાની સપાટીએ પહોંચી હતી. જ્યારે શનિવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો હતો. જેના પગલે ચાંદી ચોરસાનો ભાવ 68,500 રૂપિયા અને ચાંદી રૂપું 68,300 રૂપિયાના ભાવે પહોંચી હતી.

  અમદાવાદમાં સોનાના ભાવ
  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 15february 2021) આજે સોમવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 49,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 48,800 રૂપિયાના ભાવે પહોંચ્યું હતું. જો કે, શનિવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 49,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 49100 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું.

  આ પણ વાંચોઃ-Valentine day પર માતાના હાથ પુત્રના લોહીથી રંગાયા, પ્રેમલગ્ન કરનાર પુત્ર અને પુત્રવધૂની કરી નાંખી હત્યા

  આ પણ વાંચોઃ-ખેડાઃ Valentine Day પર જ બાળપણના ત્રણ મિત્રોને એક સાથે મળ્યું મોત, એક જ ગામના અને સાથે કરતા હતા કામ

  આ પણ વાંચોઃ-મહિલા ડોક્ટરને બ્યુટી પાર્લરમાં થયો કડવો અનુભવ, ફેશિયલ કરાવતી વખતે આખો ચહેરો બળી ગયો

  આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

  દિલ્હી બજારમાં સોના-ચાંદીના ભાવ
  દિલ્હીના સર્રાફા બજારમાં સોનાનો ભાવ 19 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ઘટાડો નોંધાયો. દિલ્હીમાં 99.9 ગ્રામ શુદ્ધતાવાળા સોનાનો ભાવ 46,826 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ઘટીને 1,819 ડોલર પ્રતિ ઔંસ થયો છે. દિલ્હીના સર્રાફા બજારમાં ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો. જેનો ભાવ 646 રૂપિયાથી વધીને 69,072 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ 27.48 ડોલર પ્રતિ ઔંસ રહ્યો.  એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનેલિસ્ટ તપન પટેલ અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઘટવા પર ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત હોવાના કારણે કિંમતી પીળી ધાતુના ભાવમાં ઘટાડો થયો છે. સોમવારે કરન્સી માર્કેટમાં ડોલરની સરખામણીએ રૂપિયો 14 પૈસાની મજબૂતી સાથે 72.61ના સ્તરે ખુલ્યો હતો. જેનાથી ભારતીય બજારમાં સોનાના ભાવ પર અસર પડી છે.
  Published by:ankit patel
  First published:February 15, 2021, 22:15 pm

  ટૉપ ન્યૂઝ