અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે સોના-ચાંદીના ભાવમાં થયો ફેરફાર, જાણી લો આજના નવા ભાવ

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે સોના-ચાંદીના ભાવમાં થયો ફેરફાર, જાણી લો આજના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

અમેરિકામાં પ્રોત્સાહન પેકેજને લઈને આશા અને અમેરિકન ડોલરમાં નરમાઈ રહેવાના કારણે સોનાના ભાવમાં તેજી આવી હતી.

 • Share this:
  અમદાવાદઃ અમેરિકાના પ્રોત્સાહન પેકેજની આશાને લઈને સોનાના ભાવમાં વધારો થયો હતો. જેની અસર ભારતીય બુલિયન માર્કેટમાં (Indian bullion market) પડી હતી. જોકે અમદાવાદ બુલિયન માર્કેટમાં સોના-ચાંદીમાં (Gold-Silver Price today) બે તરફી વલણ જોવા મળ્યું હતું. અમદાવાદ ઝવેરી બજારમાં એક કિલો ચાંદીના ભાવમાં (Silver Price today) 500 રૂપિયાનો ઘટાડો થયો હતો. જોકે, 10 ગ્રામ સોનાના ભાવમાં (Silver Price today) 300 રૂપિયાનો વધારો નોંધાયો હતો.

  અમદાવાદમાં ચાંદીના ભાવ


  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 13 february 2021) આજે શનિવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો હતો. જેના પગલે ચાંદી ચોરસાનો ભાવ 68,500 રૂપિયા અને ચાંદી રૂપું 68,300 રૂપિયાના ભાવે પહોંચી હતી. જો કે, શુક્રવારે દરમિયાનના કારોબારમાં એક કિલો ચાંદીના ભાવમાં પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં ચાંદી ચોરસાનો ભાવ 69,000 રૂપિયા અને ચાંદી રૂપું 68,800 રૂપિયાના સ્તરે સ્થિર રહી હતી.

  અમદાવાદમાં સોનાના ભાવ
  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 13 february 2021) આજે શનિવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 49,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 49100 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું. જો કે, શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 49,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 48,800 રૂપિયાના સ્તરે રહ્યું હતું.

  આ પણ વાંચોઃ- માતાની દર્દભરી કહાની! 5 માસની પુત્રી ખોળામાં રાખી મહિલા કંડક્ટર કાપે છે ટિકિટ, 165 KMની મુસાફરી કરવી મજબૂરી

  આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રોકડા રૂ. 1.34 કરોડ સાથે યુવક ઝડપાયો, કોને અને ક્યાં આપવાના હતા પૈસા?

  આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! રાજકોટઃ 'તું શરીર સંબંધ બાંધવા નહિ દે તો...', નરાધમે ધો.12ની વિદ્યાર્થિનીનો ત્રણ ત્રણવાર પિંખ્યો દેહ

  વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવઃ આંતરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવની વાત કરીએ તો સોનું વધીને 1844.35 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 26.35 ડોલર પ્રતિ ઔસ ઉપર ટ્રેડ કરી રહ્યું હતું.  PTIએ એચડીએફસી સિક્યોરિટીઝના હવાલે કહ્યું કે, સોનાના ભાવમાં વધારા માટે યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ)માં પ્રોત્સાહન પણ જવાબદાર છે. ન્યૂઝ એજન્સી PTI દ્વારા એચડીએફસી સિક્યુરિટીઝના સિનિયર એનાલિસ્ટ તપન પટેલે જણાવ્યું છે કે, યુએસ પેરોલ ડેટા અને પ્રોત્સાહનની આશાઓને નિરાશ કરતા સોનાના ભાવ ટેકાના સ્તરથી વધ્યા હતા. ફાઇલ તસવીર.
  Published by:ankit patel
  First published:February 13, 2021, 19:54 pm

  ટૉપ ન્યૂઝ