અમદાવાદઃ અમેરિકામાં પ્રોત્સાહન પેકેજને લઈને આશા અને અમેરિકન ડોલરમાં (American dollar) નરમાઈ રહેવાના કારણે સોનાના ભાવમાં તેજી આવી હતી. વૈશ્વિક બજારોમાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં (Gold-Silver Price today) તેજીની અસર ભારતીય ઝવેરી બજારોમાં પડી હતી. જોકે, અમદાવાદ બુલિયન માર્કેટમાં એક કિલો ચાંદીના ભાવ (Silver Price today) સ્થિર રહ્યા હતા. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો (Gold Price today) ઘટાડો નોંધાયો હતો.
અમદાવાદમાં ચાંદીના ભાવ
અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 12 february 2021) આજે શુક્રવારે દરમિયાનના કારોબારમાં એક કિલો ચાંદીના ભાવમાં પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં ચાંદી ચોરસાનો ભાવ 69,000 રૂપિયા અને ચાંદી રૂપું 68,800 રૂપિયાના સ્તરે સ્થિર રહી હતી.
અમદાવાદમાં સોનાના ભાવ
અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 12 february 2021) આજે શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 49,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 48,800 રૂપિયાના સ્તરે રહ્યું હતું. જો કે, ગુરુવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 49,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 49,300 રૂપિયાના ભાવે પહોંચ્યું હતું.
આજે અમદાવાદ ઝવેરી બજારમાં હોલમાર્ક દાગીનાનો ભાવ ઘટીને 48,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચ્યો હતો. સોનામાં સતત ઘટાડો જોવા મળતા ગ્રાહકોમાં આનંદની લાગણી છવાઈ છે.
કેમ આવી સોનામાં તેજી?
નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારોમાં આવેલા ઉછાળાના કારણે આજે ભારતીય બજારોમાં સોના-ચાંદીની ભાવમાં તેજી નોંધાઈ હતી. તેમણે કહ્યું કે અમેરિકામાં પ્રોત્સાહન પેકેજને લઈને આશા અને ડોલરમાં નરમાઈ રહેવાના કારણે સોનાના ભાવમાં તેજી આવી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર