Home /News /business /

અમદાવાદઃ આવી ગયા સોના-ચાંદીના latest ભાવ, ફટાફટ તમે પણ જાણો લો

અમદાવાદઃ આવી ગયા સોના-ચાંદીના latest ભાવ, ફટાફટ તમે પણ જાણો લો

પ્રતિકાત્મક તસવીર

અમેરિકામાં પ્રોત્સાહન પેકેજને લઈને આશા અને અમેરિકન ડોલરમાં નરમાઈ રહેવાના કારણે સોનાના ભાવમાં તેજી આવી હતી.

    અમદાવાદઃ અમેરિકામાં પ્રોત્સાહન પેકેજને લઈને આશા અને અમેરિકન ડોલરમાં (American dollar) નરમાઈ રહેવાના કારણે સોનાના ભાવમાં તેજી આવી હતી. વૈશ્વિક બજારોમાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં (Gold-Silver Price today) તેજીની અસર ભારતીય ઝવેરી બજારોમાં પડી હતી. જોકે, અમદાવાદ બુલિયન માર્કેટમાં એક કિલો ચાંદીના ભાવ (Silver Price today) સ્થિર રહ્યા હતા. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો (Gold Price today) ઘટાડો નોંધાયો હતો.

    અમદાવાદમાં ચાંદીના ભાવ
    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 11 february 2021) આજે ગુરુવારે દિવસ દરમિયાનના કારોબારમાં એક કિલો ચાંદીના ભાવમાં પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં ચાંદી ચોરસાનો ભાવ 69,000 રૂપિયા અને ચાંદી રૂપું 68,800 રૂપિયાના સ્તરે સ્થિર રહી હતી. જો કે, બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદી ચોરસાનો ભાવ 69,000 રૂપિયા અને ચાંદી રૂપું 68,800 રૂપિયાની સપાટીએ પહોંચી હતી.

    અમદાવાદમાં સોનાના ભાવ
    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 11 february 2021) આજે ગુરુવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 49,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 49,300 રૂપિયાના ભાવે પહોંચ્યું હતું. જો કે, બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો નજીવો સુધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 49,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 49,600 રૂપિયાના લેવલે બંધ રહ્યું હતું.

    આ પણ વાંચોઃ-

    દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ
    દિલ્હી ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 36 રૂપિયાનો નજીવો સુધારો થતાં રાજધાની દિલ્હીમાં 99.9 સોનું 47,509 રૂપિયાના સ્તરે રહ્યું હતું. જોકે, આગલા સત્રમાં સોનું 47,473 રૂપિયા પ્રતિ 10 ગ્રામે બંધ રહ્યું હતું. આ ઉપરાંત એક કિલો ચાંદીના ભાવમાં 454 રૂપિયાનો વધારો થતાં ચાંદી 69,030 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી.

    આ પણ વાંચોઃ-

    વૈશ્વિક બુલિયન માર્કેટમાં કિમતી ધાતુઓના ભાવ
    આંતરરાષ્ટ્રી બુલિયન માર્કેટમાં બંને કિંમતી ધાતુઓના ભાવની વાત કરીએ તો સોનું વધીને 1844 ડોલર પ્રતિ ઔંસના સ્તરે અને ચાંદી વધીને 27.18 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહી હતી.



    કેમ આવી સોનામાં તેજી?
    નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારોમાં આવેલા ઉછાળાના કારણે આજે ભારતીય બજારોમાં સોના-ચાંદીની ભાવમાં તેજી નોંધાઈ હતી. તેમણે કહ્યું કે અમેરિકામાં પ્રોત્સાહન પેકેજને લઈને આશા અને ડોલરમાં નરમાઈ રહેવાના કારણે સોનાના ભાવમાં તેજી આવી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Gold price, Silver price, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन