Home /News /business /

અમદાવાદઃ આવી ગયા Gold-Silverના આજના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો

અમદાવાદઃ આવી ગયા Gold-Silverના આજના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો

પ્રતિકાત્મક તસવીર

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતોમાં નરમાઈ બાદ ભારતીય બજારોમાં બંને કિંમતી ધાતુઓની કિંમતોમાં વધારાનો સિલસિલો શરુ થયો છે. ડોલરની કમજોરીના કારણે સોનાના ભાવમાં તેજી નોંધાઈ હતી.

    અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતોમાં નરમાઈ બાદ ભારતીય બજારોમાં સોના-ચાંદીની કિંમતોમાં (Gold-Silver Price today) વધારાનો સિલસિલો શરુ થયો છે. ડોલરની કમજોરીના કારણે સોનાના ભાવમાં તેજી નોંધાઈ હતી. આમ અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullio market) પણ એક કિલો ચાંદીના ભાવમાં (Silver Price today) એક કિલો ચાંદીના ભાવમાં 300 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price today)કોઈ ફેરફાર ન થતાં પાછલા ભાવે સ્થિર રહ્યા હતા.

    અમદાવાદમાં ચાંદીના ભાવ
    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 10 March 2021) આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 300 રૂપિયાનો સુધારો થતાં ચોરસા 67,500 રૂપિયા અને ચાંદી રૂપું 67,300 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી. જ્યારે મંગળવારે ચોરસા 67,200 રૂપિયા અને ચાંદી રૂપું 67,000 રૂપિયાના ભાવે બંધ રહી હતી.

    અમદાવાદમાં સોનાના ભાવ
    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 10 March 2021) આજે બુધવારે દિવસ દરમિયાનના કારોબાર બાદ પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,100 રૂપિયાના ભાવે સ્થિર રહ્યું હતું.

    આ પણ વાંચોઃ-બારડોલીઃ સગીરા સાથે ચોથી વાર દુષ્કર્મ આચરવા જતા આરોપીને મળ્યું મોત, પકડાયેલા યુવકને માર મારતો live video

    આ પણ વાંચોઃ-અમદાવાદાની આયેશા જેવી હૃદયદ્રાવક ઘટના! લગ્નના 14 મહિનામાં જ બે માસની સગર્ભાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    દિલ્હી બજારમાં સોના-ચાંદીના ભાવ
    દિલ્હી બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 112 રૂપિયા પ્રતિ 10 ગ્રામની મામૂલી તેજી આવી છે. રાજધાની દિલ્હીમાં 99.9 ગ્રામ શુદ્ધતાવાળા સોનાનો નવો ભાવ 44,286 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. આ પહેલાના કારોબારી સત્રમાં સોનાનો ભાવ 44,174 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર બંધ થયો હતો. આ ઉપરાંત એક કિલો ચાંદીનો ભાવ 126 રૂપિયાના સામાન્ય વધારાની સાથે 66,110 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો.

    આ પણ વાંચોઃ-બે ભાઈઓએ એક સાથે જ કરી આત્મહત્યા, દર્દભર્યો વીડિયો બનાવી કહ્યું 'જીવવાનું મન નથી....માટે જઈ રહ્યા છીએ'

    આ પણ વાંચોઃ-ગોંડલઃ કોરોના વેક્સીન વાને દંપતીને કર્યું ખંડીત, અકસ્માતમાં પત્નીનું મોત, પતિ સારવાર હેઠળ

    વૈશ્વિક સોના-ચાંદીનો ભાવ
    આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવની વાત કરીએ તો વૈશ્વિક સોનું ઘટીને 1711 ડોલર પ્રતિ ઔંસ અને વૈશ્વિક ચાંદી 25.78 ડોલર પ્રતિ ઔંસના ભાવે બંધ રહી હતી.



    સોનામાં કેમ આવી તેજી?
    HDFC સિક્યોરિટીના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટી) તપન પટેલના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતોમાં નરમાઈ બાદ ભારતીય બજારોમાં બંને કિંમતી ધાતુઓની કિંમતોમાં વધારાનો સિલસિલો શરુ થયો છે. ડોલરની કમજોરીના કારણે સોનાના ભાવમાં તેજી નોંધાઈ હતી. તેમણે જણાવ્યું કે ન્યૂયોર્ક કોમોનોડિટી એક્સચેન્જમાં આજે ગોલ્ડનો ભાવ સામાન્ય ઘટ્યો હતો. તેમનું કહેવું છે કે ડોલર અને શેર બજારોની તેજીથી સોનાની કિંમતોના વધારા ઉપર રોક લાગી શકે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gold price today, Gold silver price, Silver Price Today, અમદાવાદ, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन