અમદાવાદઃ અમેરિકામાં પ્રોત્સાહન પેકેજને લઈને આશા અને ડોલરમાં (Americal dollar) નરમાઈના કારણે સોનામાં સતત તેજી જોવા મળી રહી છે જોકે, આજે રૂપિયાની મજબૂતીના (Indian rupee) કારણે ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price today) ઘટાડો જોવા મળ્યો હતો. જોકે અમદાવાદ બુલિયન માર્કેટમાં એક કિલો ચાંદીના ભાવમાં (Silver Price today)1500 રૂપિયાનો કડાકો બોલાયો હતો. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price today) 100 રૂપિયાનો નજીવો સુધારો રહ્યો હતો.
અમદાવાદમાં ચાંદીના ભાવ
અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 10 february 2021) આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદી ચોરસાનો ભાવ 69,000 રૂપિયા અને ચાંદી રૂપું 68,800 રૂપિયાની સપાટીએ પહોંચી હતી. જ્યારે મંગળવારે ચાંદી ચોરસાનો ભાવ 70,500 રૂપિયા અને ચાંદી રૂપું 70,300 રૂપિયાના સ્તરે બંધ રહી હતી.
અમદાવાદમાં સોના ના ભાવ
અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 10 february 2021) આજે બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો નજીવો સુધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 49,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 49,600 રૂપિયાના લેવલે બંધ રહ્યું હતું. જોકે મંગળવારે સોનું સ્ટાન્ડર્ડ (99.9) 49,700 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 49,500 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું.
વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવની વાત કરીએ તો આજે સોનું ઘટીને 1843 ડોલર પ્રતિ ઔંસના સ્તરે બંધ રહ્યું હતું. જ્યારે ચાંદી ઘટીના 27.31 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચી હતી. આ ઉપરાંત અમેરિકન ડોલરની તુલનાએ ભારતીય રૂપિયો 3 પૈસા મજબૂત થઈને 72.84ના સ્તરે રહ્યો હતો.
કેમ આવી સોનામાં તેજી:
HDFC સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉછાળા બાદ આજે પણ ભારતી બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. તેમનું કહેવું છે કે અમેરિકામાં પ્રોત્સાહન પેકેજને લઈને આશા અને ડોલરમાં નરમાઈના કારણે સોનામાં સતત તેજી જોવા મળી રહી છે જોકે, આજે રૂપિયાની મજબૂતીના કારણે ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર