Lokdown દરમિયાન મોટાભાગની બેંક બ્રાંચ બંધ થવાની શક્યતા, રોકડ ઉપાડ માટે નવી વ્યવસ્થા પર વિચારણા

News18 Gujarati
Updated: March 26, 2020, 6:12 PM IST
Lokdown દરમિયાન મોટાભાગની બેંક બ્રાંચ બંધ થવાની શક્યતા, રોકડ ઉપાડ માટે નવી વ્યવસ્થા પર વિચારણા
તસવીર : રોયટર્સ

સૂત્રોના કહેવા પ્રમાણે રિઝર્વ બેંક અને સરકારી બેંકો વચ્ચે આ અંગે વાતચીત ચાલી રહી છે કે સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોટાભાગની બ્રાંચો બંધ કરી દેવામાં આવે.

  • Share this:
મુંબઈ : ભારતીય મધ્યસ્થ બેંક (Reserve Bank of India) અને અન્ય મુખ્ય સરકારી બેંકો એવી વિચારણા કરી રહી છે કે લૉકડાઉન (Lockdown)ની સ્થિતિમાં પોતાના કર્મચારી (Bank Employees)ઓને કોરોનાના સંક્રમણ (Coronavirus Infection)થી બચાવવા માટે મોટાભાગની બ્રાંચો બંધ કરી દેવામાં આવે. ન્યૂઝ એજન્સી રોયટર્સે પોતાના ચાર સૂત્રોના હવાલેથી આ જાણકારી આપી છે. નોંધનીય છે કે 1.3 અબજની વસ્તી ધરાવતા ભારત (India) દેશમાં મોટાભાગના લોકો રોકડ (Cash)થી જ પોતાનું રોજનું કામ ચલાવે છે.

લૉકડાઉનમાં પણ બેંકો ચાલુ

દેશમાં રોકડ વ્યવહારને ધ્યાનમાં રાખીને જ 21 દિવસના લૉકડાઉમાં પણ બેંકોને ખુલ્લી રાખવામાં આવી છે. બેન્કિંગ સેવાને જરૂરી સેવા ગણીને તેને ખુલ્લી રાખવાનું કહેવામાં આવ્યું છે. જોકે, સરકારે અતિ આવશ્યક ન હોય તેવી સેવાઓને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે.

શું પ્લાન છે?

આ પ્લાન અંતર્ગત એવું શક્ય છે કે દર પાંચ કિલોમીટરના અંતરે ફક્ત એક જ બ્રાંચ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે આ નિર્ણય મુખ્ય શહેરો માટે લેવામાં આવશે. જોકે, અત્યાર સુધી આ અંગે કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી.

ગ્રામ્ય વિસ્તારોમાં બેન્કોની શાખા દર એક દિવસ બાદ ખુલશે. જ્યાં સ્ટાફ વેલફેર અંતર્ગત મળનારી રકમને કાઢવા માટે લોકોની મદદ કરશે. નોંધનીય છે કે 70 ટકા લોકો ગામડાઓમાં રહે છે અને તેમને વહેવાર રોકડથી જ ચાલે છે. 

ગ્રામ્ય ક્ષેત્રને પ્રાથમિકતા

એક સરકારી બેંકના વરિષ્ઠ અધિકારીના હવાલેથી કહેવામાં આવ્યું છે કે "સામાન્ય વિચાર એવો છે કે ગ્રામિણ વિસ્તોમાં બેંકોનું સંચાલન શરૂ રાખવામાં આવે, જેનાથી જે લોકો ડિજિટલ લેવડ-દેવડ કરવા માટે સક્ષમ નથી તેમને કોઈ પરેશાની ન ભોગવવી પડે."

અનૌપચારિક રીતે તમામ બેંકો એક બીજા સાથે વાતચીત કરી રહી છે. હકીકતમાં, હવે સરકારે બેંક ટ્રાન્સફરના માધ્યમથી રાહત આપવાનો નિર્ણય કર્યા બાદ આ ક્ષેત્રોમાં રોકડ ઉપાડમાં વધારો થઈ શકે છે.

સરકારે રાહત પેકેજની જાહેરાત કરી

સરકાર તરફથી નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) જાહેરાત કરતાં કહ્યું કે છે સરકાર ગરીબોને 1.70 લાખ કરોડની મદદ કરશે. તેઓએ જણાવ્યું કે, ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને 1.70 લાખ કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ ગરીબોને કૅશ ટ્રાન્સફર કરવામાં આવશે. આ ઉપરાંત કોરોના વાયરસથી લડનારાઓ માટે 50 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કવર આપવાની જાહેરાત કરી છે. આ યોજનાથી 20 લાખ કર્મચારીઓને ફાયદો થશે.

ઇન્ટર-ઑપરેબલ સેવા પર વિચાર

સૂત્રો દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે એક અઠવાડિયાથી ઇન્ટર-ઑપરેબલ પ્લાન પર વિચારણા કરવામાં આવી રહી છે. એનો મતલબ એવો થાય કે કોઈ એક બેંકનો ગ્રાહક કોઈ અન્ય બેંકમાંથી પણ પૈસા ઉપાડી શકે છે. આ લેવડ-દેવડનું બે બેંકો વચ્ચે જ સેટલમેન્ટ કરવામાં આવશે.
First published: March 26, 2020, 6:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading