Corona: આ ટેલિકોમ કંપની આપી રહી છે રિચાર્જ પ્લાનની સાથે 4 લાખનો હેલ્થ વીમો પણ!

Corona: આ ટેલિકોમ કંપની આપી રહી છે રિચાર્જ પ્લાનની સાથે 4 લાખનો હેલ્થ વીમો પણ!
પ્રતિકાત્મક તસવીર

રિચાર્જ પ્લાન એક્ટિવેટ કરવા પર ગ્રાહક આ લાભ મેળવી શકશે. આ માટે અલગ-અલગ પ્લાન્સ છે, જેની વિગતો નીચે પ્રમાણે છે.

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના કાળમાં (coronavirus) આરોગ્ય અને કામકાજ માટે મોબાઈલ ઈન્ટરનેટ (mobile internet) અત્યંત આવશ્યક સેવા બની ગઈ છે. ટેલિકોમ કંપનીઓ (Telecom company) પરિસ્થિતિને જોતા પોતાના રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને મહત્તમ લાભ આપવાની સાથે આરોગ્યની (health) સંભાળ લઈ શકે તે માટે પ્લાન લોન્ચ કરી રહી છે. કોરોનાના કપરા કાળમાં તમારી પાસે આરોગ્ય વીમો હોવો જરૂરી છે, ત્યારે દિગ્ગજ ટેલિકો કંપની એરટેલ (Airtel) તમારા માટે એક સારી તક લાવી છે.

શું છે પ્લાન ?


એરટેલે(Airtel) પોતાના ગ્રાહકો માટે નવા પ્રીપેડ રિચાર્જ પ્લાન સાથે ફ્રી કોલિંગ અને હાઈ સ્પીડ 4G ઈન્ટરનેટ ડેટા સાથે હેલ્થ ઈન્શ્યોરન્સ(Health Insurance) મેળવવાની તક આપી છે. આ પ્લાનમાં 4 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો છે. રિચાર્જ પ્લાન(Recharge Plan) એક્ટિવેટ કરવા પર ગ્રાહક આ લાભ મેળવી શકશે. આ માટે અલગ-અલગ પ્લાન્સ છે, જેની વિગતો નીચે પ્રમાણે છે.

279 રૂપિયામાં મળશે 4 લાખ રૂપિયાનો વીમો
કંપનીના જણાવ્યા મુજબ, જો ગ્રાહક 279 રૂપિયાનો રિચાર્જ પ્લાન એક્ટિવ કરાવે છે, તો ગ્રાહકને દરરોજ 1.5GB હાઈસ્પીડ 4G ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 SMS સાથે રૂપિયા 4 લાખનું લાઈફ ઇન્શ્યોરન્સ કવરનો લાભ મળશે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પરિણીતાએ ભારે હૈયે ઠાલવ્યું દર્દ, 'મારો પતિ પરસ્ત્રીને ઘરે લાવ્યો હતો, અને બંને બે કલાક સુધી રૂમમાં એકલા રહ્યાં'

આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

ઉલ્લેખનીય છે કે, આ જીવન વીમો મેળવવા માટે કોઈપણ મેડિકલ ટેસ્ટ અથવા કોઈ પેપર વર્કની જરૂર નથી. સાથે જ 28 દિવસની વેલિડિટીવાળા આ પ્લેનમાં એરટેલ Xstream Premiumનું સબસ્ક્રિપ્શન પણ ફ્રીમાં આપે છે. મહત્વનું છે કે આ રિચાર્જ પ્લાન સાથે તમને HDFCનો વીમો મળશે.

આ પણ વાંચોઃ-દાહોદની હૃદયદ્રાવક ઘટના! મધર્સ ડેના દિવસે જ કોરોનાએ બે ફૂલ જેવા બાળકોની માતા છીનવી, સાત વર્ષના પુત્રએ આપ્યો અગ્નિદાહ

179 રૂપિયાના પ્લાનમાં રૂ. 2 લાખનો વીમો
એરટેલના ગ્રાહકોને 179 રૂપિયાના રિચાર્જ પ્લાન પર 2 લાખ રૂપિયાનો જીવન વીમો મળે છે. જેની વેલિડિટી 28 દિવસ છે, જેમાં રોજ અનલિમિટેડ કોલિંગ, 2GB હાઈસ્પીડ 4G ઇન્ટરનેટ, 300 SMSની સુવિધા મળશે. ઉલ્લેખનીય છે કે, આ પ્લાનમાં પણ યુઝર્સને Xstream Premiumનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળશે.

આ પણ વાંચોઃ-પંચમહાલઃ 'ઓ માડી.., ઓ મા..', યુવક અને પરિણીતાને ઝાડ સાથે બાંધીને આપી તાલિબાની સજા, જુઓ નિર્દયતાનો video

આ પોલિસી સીમ કાર્ડ હોલ્ડરના નામે જારી કરાશે. એરટેલ થેંક્સ એપ પરથી સરળતાથી તમે આ પોલિસી ખરીદી શકો છો. આ વીમા સેવા માટે એરટેલે HDFC લાઈફ ઈન્શ્યોરન્સ સાથે હાથ મીલાવ્યા છે.



• એરટેલ થેંક્સ એપ પરથી સરળતાથી મળશે પોલિસી.
• નામ, સરનામું અને નોમિનીની વિગતો આપવાની રહેશે.
• પોલિસી હોલ્ડરની ઉંમર 18થી 54 વર્ષની હોવી જોઈએ.
• કોઈ પણ મેડિકલ ટેસ્ટની જરૂર નથી.
• વીમા પોલિસીની કોપી નજીકની પોસ્ટ ઓફિસ પરથી તમને ઘરે બેઠા મળી જશે.
• આ કામ માટે તમે નજીકના દુકાનદારની પણ મદદ લઈ શકો છો.
Published by:News18 Gujarati
First published:May 15, 2021, 23:01 pm

ટૉપ ન્યૂઝ