Home /News /business /

Stock tips: મોતીલાલ ઓસવાલની નજર આ ફર્ટિલાઇઝર સ્ટૉક પર ઠરી, મળી શકે છે 40% વળતર

Stock tips: મોતીલાલ ઓસવાલની નજર આ ફર્ટિલાઇઝર સ્ટૉક પર ઠરી, મળી શકે છે 40% વળતર

ફર્ટિલાઇઝર શેર માટે BUY રેટિંગ

Coromandel International stock: કોરોમંડલ ઇન્ટરનેશનલ શેર હાલ 740 રૂપિયા આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. એક વર્ષમાં આ શેરમાં 40% સુધીનો ઉછાળો શક્ય છે.

    મુંબઈ: દેશમાં કોરોના મહામારી (Corona Pandemic) દરમિયાન ઉત્પાદન, કાપડ અને પ્રવાસન જેવા ક્ષેત્રોને ખૂબ જ માર પડ્યો છે. એવામાં ખેતી ક્ષેત્ર દેશ માટે સંકટ મોચક બનીને સામે આવ્યું છે. દેશમાં એગ્રેકલ્ચર સેક્ટર (Agriculture sector)ના ગ્રોથની સાથે સાથે તેની સાથે જોડાયેલા અન્ય સેક્ટરોમાં પણ વિકાસ થયો છે. આ સેક્ટર્સમાં ખેત ઓજાર અને રાસાયણિક ખાતર (Fertilizer sector) સામેલ છે. આ સમયે દેશની જાણીતી બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે (Motilal Oswal) તાજેતરમાં જાહેર કરેલા પોતાના રિપોર્ટમાં રોકાણકારોને Coromandel International શેરમાં રોકાણ કરવાની સલાહ આપી છે.

    મોતીલાલ ઓસવાલનો અભિપ્રાય

    મોતીલાલ ઓસવાલે આ શેરને BUY રેટિંગ આપ્યું છે. આ સાથે જ એક વર્ષની અંદર આ શેરમાં 40% સુધી રિટર્ન જોવા મળી શકે છે તેવી વાત કરી છે. મોતીલાલ ઓસવાલનું કહેવું છે કે, Coromandel International શેરની વર્તમાન કિંમત 740 રૂપિયા આસપાસ છે. આગામી એક વર્ષમાં આ શેરમાં 40% તેજી એટલે કે શેર 1,035 રૂપિયાના સ્તરને સ્પર્શી શકે છે.

    કંપની વિશે

    કોરોમંડલ ઇન્ટરનેશનલ એક એગ્રિસોલ્યૂશન પ્રદાન કરતી કંપની છે. તે ભારતની સૌથી મોટી ખાનગી phosphatic ફર્ટિલાઇઝર કંપની છે. આ ઉપરાંત દુનિયાની સૌથી મોટી લીમડા આધારિક બાયોપેસ્ટિસાઇડ બનાવતી કંપની છે. આ ઉપરાંત તે દંશની નંબર વન ઓર્ગેનિક ફર્ટિલાઇઝર બનાવતી કંપની પણ છે. કંપની પાસે દેશની સૌથી મોટી એગ્રી રિટેલ ચેન છે, જેમાં 750 સ્ટોર સામેલ છે.

    આ પણ વાંચો: આ પેની સ્ટૉકમાં રોકાણકારો ત્રણ જ વર્ષમાં થઈ ગયા માલામાલ, મળ્યું 9,000% વળતર

    કંપનીને આ રીતે મળશે ફાયદો

    મોતીલાલ ઓસવાલનું કહેવું છે કે સરકારી સબ્સિડિયરીમાં વધારો છતાં અમને આશા છે કે Coromandel International કંપનીનો અબિટા માર્જિન દબાણ હેઠળ રહેશે. આનું કારણ એવું છે કે સરકારી આદેશ પ્રમાણે કંપનીઓ કિંમતમાં યોગ્ય વધારો નથી કરી શકી. હાલ ઇન્ડસ્ટ્રીમાં મજબૂત તેજી બની રહી છે. ખેડૂતોમાં સંતુલિત ખાદ્ય અંગેની જાગૃત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે યૂરિયાની સરખામણીમાં અન્ય ફર્ટિલાઇઝર તરફ વલણ જોઈ શકાય છે. આ વાતનો ફાયદો કોરોમંડલ ઇન્ટરનેશનલ જેવી કંપનીઓને મળશે.

    આ પણ વાંચો: 21મી ડિસેમ્બરે ખુલશે જાણીતી કંપનીનો આઈપીઓ, રોકાણ કરતા પહેલા જાણી લો IPOની 10 ખાસ વાત

    ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તો બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણની સલાહ આપવામાં આવતી નથી. રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Motilal Oswal, Share market, Stock tips

    આગામી સમાચાર