Cooking Gas Cylinder Price: ફરી મોંઘો થયો LPG ગેસ સિલિન્ડર, હવે આપને ખર્ચ કરવા પડશે આટલા રૂપિયા

Cooking Gas Cylinder Price: ફરી મોંઘો થયો LPG ગેસ સિલિન્ડર, હવે આપને ખર્ચ કરવા પડશે આટલા રૂપિયા
પ્રતિકાત્મક તસવીર

દિલ્હીમાં સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ હવે 644 રૂપિયા થઈ ગયો છે

  • Share this:
    Cooking Gas Cylinder Price Today: ઓઇલ કંપનીઓઓએ એલપીજી ગેસ (price of LPG Gas)ની કિંમતોમાં વધારો કર્યો છે. 14.2 કિલોવાળા સિલિન્ડર (LPG Cylinder)ની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આવી જ રીતે 5 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં 18 રૂપિયાનો વધારો થયો છે. 19 કિલોગ્રામના સિલિન્ડરમાં 36.50 રૂપિયાનો વધારો થયો છે.

    દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઓઇઓસી મુજબ દિલ્હીમાં સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ હવે 644 રૂપિયા થઈ ગયો છે. કોલકાતામાં તે 670.50 રૂપિયા, મુંબઈમાં 644 રૂપિયા અને ચેન્નઈમાં 660 રૂપિયા થઈ ગયો છે.



    આ પણ વાંચો, Boleroથી લઈને Scorpio સુધી, મહિન્દ્રાની SUV પર 3.06 લાખ રૂપિયા સુધીનો ઉઠાવો લાભ

    આ પહેલા 1 ડિસેમ્બરે 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો. ચેન્નઇમાં સૌથી વધુ 56 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો હતો. એક કોમર્શિયલ સિલિન્ડર માટે 1410 રૂપિયા આપવા પડશે. આ ઉપરાંત દેશની રાજધાની દિલ્હીમાં 55 રૂપિયાનો વધારો થયો. તેનો ભાવ 1296 રૂપિયા થયો હતો. કોલકાતા અને મુંબઈમાં પણ 55 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ આ બંને શહેરોમાં નવા ભાવ ક્રમશઃ 1351 અને 1244 રૂપિયા થયો હતો.

    આ પણ વાંચો, Nokia C1 Plus થયો લૉન્ચ, ખૂબ સસ્તા 4G સ્માર્ટફોનમાં આકર્ષક લુકની સાથે મળશે શાનદાર ફીચર્સ

    આ પહેલા છેલ્લીવાર 14 કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં જુલાઈ 2020માં 4 રૂપિયાનો વધારો થયો હતો. આ પહેલા જૂન દરમિયાન દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડર 11.50 રૂપિયા મોંઘો થઈ ગયો હતો, જ્યારે મે મહિનામાં 162.50 રૂપિયા સુધી સસ્તો થયો હતો.

    ક્યાંથી ચેક કરી શકશો એલપીજીના નવા ભાવ- રાંધણ ગેસના ભાવ ચેક કરવા માટે આપને સરકારી ઓઇલ કંપનીની વેબસાઇટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિનાના નવા ભાવ જાહેર કરે છે. https://iocl.com/Products/IndaneGas.aspx આ લિંક પર જઈને તમે પોતાના શહેરના ગેસ સિલિન્ડરના ભાવ ચેક કરી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published:December 15, 2020, 11:53 am

    ટૉપ ન્યૂઝ