25 માર્ચ સુધી એક લાખ રુપિયા જીતવાની તક, મોદી સરકાર લાવી આ સ્કીમ

25 માર્ચ સુધી એક લાખ રુપિયા જીતવાની તક, મોદી સરકાર લાવી આ સ્કીમ
25 માર્ચ સુધી એક લાખ રુપિયા જીતવાની તક, મોદી સરકાર લાવી આ સ્કીમ

તમે 1 લાખ રુપિયાનું ઇનામ જીતી શકો છો અને નામ પણ કમાઈ શકો છો

 • Share this:
  જો તમે ક્રિએટીવ છો અને એવી તકની રાહ જોઈ રહ્યા છો કે જેમાં તમારી ક્રિએટીવિટીને મોટા સ્તરે ઓળખાણ મળે અને તમને આવક પણ થાય તો તમારે મોદી સરકાર માટે એક કામ કરવું પડશે. જ્યાં તમે 1 લાખ રુપિયાનું ઇનામ જીતી શકો છો અને નામ પણ કમાઈ શકો છો. તમારા માટે આ સારી તક છે. આજે અમે તમને સરકારની આ સ્કીમ વિશે જણાવીશું અને કેવી રીતે તમે આ સ્કીમમાં સામેલ થઈ શકો છો.

  જે રીતે એર ઇન્ડિયાનો ‘મહારાજા’શુભંકર (Mascot)છે, તેવી જ રીતે ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું નામ અને ઓળખ હશે. આ માટે ભારત સરકાર અને પાર્ટિશિપેંટ રાજ્ય સરકારના જોઈન્ટ વેંચર નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે (NHSRCL) એક દેશવ્યાપી સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરી છે.  ટ્રેનના નામ અને તેના શુભંકરના ડિઝાઈન માટે 25 માર્ચ સુધી અરજી કરી શકો છો. બુલેટ ટ્રેન 2022 સુધી મુંબઈ અને અમદાવાદ વચ્ચે ચાલશે.

  આ પણ વાંચો - તમારી પાસે છે 40 દિવસ, નહીંતર થઇ શકે છે નુકસાન

  આવી રીતે કરો અરજી
  તમે પોતાની ડિઝાઈન www.mygov.in પર મોકલી શકો છો. આ માટે તમારે અહીં રજિસ્ટર કરવું પડશે.

   નિયમ અને શરતો
  આ માટે સરકારે કેટલાક નિયમો અને શરતો રાખી છે. તમે https://www.mygov.in/task/name-and-mascot-design-competition-mumbai-ahmedabad-high-speed-rail/ પર જઈને વધારે જાણકારી મેળવી શકો છો.

  આવી રીતે થશે સિલેક્શન
  તમારી એન્ટ્રી પાસ કરાવવા માટે બધા નિયમો અને શરતોને ધ્યાનમાં રાખી પોતાની ડિઝાઈન મોકલવી પડશે. જેમાં ડિઝાઈન પસંદ કરવા માટે એક કમિટી બનાવી છે. આ કમિટી દરેક ડિઝાઈનનો રિવ્યૂ કરશે. રિવ્યૂ દરમિયાન જો કોઈ ડિઝાઈન ક્યાંયથી કોપી કરેલી હશે તો એન્ટ્રી રદ કરવામાં આવશે.
  First published:February 22, 2019, 18:42 pm