Home /News /business /

હોલમાર્ક વગરની GOLD જ્વેલરીની શુદ્ધતાની તપાસ કરાવી શકશો, જાણો કેટલી રકમ ચુકવવી પડશે

હોલમાર્ક વગરની GOLD જ્વેલરીની શુદ્ધતાની તપાસ કરાવી શકશો, જાણો કેટલી રકમ ચુકવવી પડશે

સોનાની શુદ્ધતાની ચકાસણી

Gold Hallmarked Jewelry: પ્રાથમિકતાના આધારે સામાન્ય ગ્રાહકો પાસેથી સોનાના દાગીનાનું પરીક્ષણ કરવું જોઈએ. તે પછી તેઓએ ચોકસાઈનો અહેવાલ આપવો જોઈએ. ગ્રાહકને જારી કરવામાં આવેલ શુદ્ધતા અહેવાલ તેમને તેમના ઘરેણાંની શુદ્ધતા વિશે ખાતરી આપશે. જો ગ્રાહક પોતાની પાસે પડેલી જ્વેલરી વેચવા માંગતો હોય તો પણ આ રિપોર્ટ ઉપયોગી થશે

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સરકારે તે ગ્રાહકોને મોટી રાહત આપી છે. જેની પાસે BSI (Bureau OF Indian Standard- BIS) વાળા સોનાની શુદ્ધ જ્વેલરી નથી. હવે આવાં ગ્રાહકો પણ જ્વેલરીની શુદ્ધતાની તપાસ કરાવી શકે છે. જેમની પાસે શુદ્ધતાની તપાસ માટે ચુકવણી કરવી પડશે.

    સરકારે એક નિવેદનમાં કહ્યું કે, ગ્રાહક હવે ભારતીય સ્ટાન્ડર્ટથી માન્યતા પ્રાપ્ત તપાસ સુવિધા કેન્દ્રોમાં તેમનાં હોલમાર્ક વગર (Hallmark)નાં સોનાની જ્વેલરીની પણ શુદ્ધતાની તપાસ કરાવી શકો છો. સોનાની ચાર જ્વેલરીની શુદ્ધતાની તપાસ માટે આપે 200 રૂપિયા ચુકવવાંનાં રહેશે. પાંચ કે તેથી વધુ જ્વેલરી માટે આપે 45 રૂપિયા પ્રતિ યૂનિટ ચૂકવણી કરવાની રહેશે.

    કોઇપણ સેન્ટરમાં કરાવી શકો છો તપાસ-
    ગ્રાહક તપાસ મંત્રાલય (The Ministry of Consumer Affairs) નાં જણાવ્યાં અનુસાર, જરૂરી હોલમાર્કિંગને સફળતાપૂર્વક લાગુ કરી દેવામાં આવ્યું છે. હવે એક સામાન્ય ગ્રાહકને BISથી માન્યતા પ્રાપ્ત એસેઇંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટર (Assaying And Hallmarking) છે. BSIએ હવે એક સામાન્ય ગ્રાહકને BISથી માન્યતા પ્રાપ્ત એસેઇંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટર (Assaying and Hallmarking Centers-ACH)માં પણ તેનાં હોલમાર્ક વગરનાં સોનાની જ્વેલરીની શુદ્ધતાની તપાસ કરવાની અનુમતિ આપવાનું પ્રાવધાન કર્યુ છે.

    જરૂરિયાતના સમયે વેચવામાં સરળતા રહેશે
    ગ્રાહક બાબતોના મંત્રાલયે કહ્યું કે AHCએ પ્રાથમિકતાના આધારે સામાન્ય ગ્રાહકો પાસેથી સોનાના દાગીનાનું પરીક્ષણ કરવું જોઈએ. તે પછી તેઓએ ચોકસાઈનો અહેવાલ આપવો જોઈએ. ગ્રાહકને જારી કરવામાં આવેલ શુદ્ધતા અહેવાલ તેમને તેમના ઘરેણાંની શુદ્ધતા વિશે ખાતરી આપશે. જો ગ્રાહક પોતાની પાસે પડેલી જ્વેલરી વેચવા માંગતો હોય તો પણ આ રિપોર્ટ ઉપયોગી થશે.

    તમે એપ પરથી પણ ચકાસી શકો છો
    ગ્રાહક દ્વારા HUID નંબર સાથે ખરીદેલ હોલમાર્કવાળા સોનાના દાગીનાની પ્રામાણિકતા અને શુદ્ધતા પણ BIS CARE એપ - વેરીફાઈ HUID નો ઉપયોગ કરીને ચકાસી શકાય છે. તેને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: BIS Hallmark, Gold price, ગોલ્ડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन