Home /News /business /

શું ઇલેક્ટ્રિક વાહનો ભરોસાપાત્ર હોય છે? એક અભ્યાસમાં સામે આવ્યા ચોંકવનારા તારણો

શું ઇલેક્ટ્રિક વાહનો ભરોસાપાત્ર હોય છે? એક અભ્યાસમાં સામે આવ્યા ચોંકવનારા તારણો

ઇલેક્ટ્રિક વાહનો (પ્રતીકાત્મક તસવીર)

Electric Vehicles: તાજેતરમાં સામે આવેલા એક કન્ઝ્યુમર રિપોર્ટમાં એવી વાત સામે આવી છે કે ઇ-વાહનો બિલકુલ વિશ્વસનીય નથી હોતા.

    નવી દિલ્હી: વૈશ્વિક બજારમાં ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicles)ની લોકપ્રીયતા ખૂબ ઝડપથી વધી રહી છે. પેટ્રોલ અને ડીઝલ જેવા પરંપરાગત ઇંધણની વધતી જતી કિંમત, વાહનોથી થતું કાર્બન ઉત્સર્જન (Carbon Emission), ગ્લોબલ વોર્મિંગને અંગે વધી રહેલા જાગૃતિ, ઉત્સર્જન અંગે કડક માપદંડ તેમજ ઇંધણનો ઉપયોગ કરતા વાહનો પર નિયંત્રણો મૂકનારી સરકારો ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. જોકે, હાલ એવા અનેક લોકો છે જેમના મનમાં ઇલેક્ટ્રિક વાહનોને લઈને અનેક શંકા-કુશંકા છે. તાજેતરમાં સામે આવેલા એક કન્ઝ્યુમર રિપોર્ટમાં એવી વાત સામે આવી છે કે ઇ-વાહનો બિલકુલ વિશ્વસનીય નથી હોતા. આ રિપોર્ટ બાદ ચિંતા વધી ગઈ છે.

    ઈ-વાહન પર કેમ ભરોશો નહીં?

    રિપોર્ટ પ્રમાણે ઇલેક્ટ્રિક કાર સતત ઝટિલ થતી જઈ રહી છે. આથી તેના પર વિશ્વાસ કરવાને લઈને હંમેશા શંકા બની રહે છે. એટલું જ નહીં, ઈ-વાહનોની ટેક્નોલોજીમાં સતત બદલાવ થઈ રહ્યો છે. ટેક્નોલોજી દિનપ્રતિદિન એટલી આધુનિક થતી જઈ રહી છે કે તેના વિશે ફક્ત જાણકાર વ્યક્તિ જ જાણી શકે છે. આધુનિક ઇલેક્ટ્રિક વાહનોમાં કોમ્પ્લેક્સ ઇન્ફોટેનમેન્ટ અને ટેક્નોલોજી ફીચર્સ આપવામાં આવી રહ્યા છે.

    રિપોર્ટ શું કહે છે?

    અભ્યાસમાં માલુમ પડે છે કે લક્ઝરી ઇલેક્ટ્રિક કાર્સ પર વધારે વિશ્વાસ નથી કરવામાં આવતો. બીજી તરફ રસ્તા ઇલેક્ટ્રિક વાહનો ખૂબ જૂના અથવા સામાન્ય ટેક્નોલોજી સાથેની હોય છે. વિશ્લેષણ પ્રમાણે નિસાન લીફ ઈવી (Nissan Leaf EV) અનેક આધુનિક અને આધુનિક ઇલેક્ટ્રિક કાર્સ કરતા વધારે સારું પરફોર્મ કરે છે.

    ટેસ્લાના ઇલેક્ટ્રિક વાહનો કેવા હોય છે?

    રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેસ્લા (Tesla) બ્રાન્ડ વિશ્વસનીયતા રેન્કિંગમાં બીજા નંબર પર છે. જ્યારે ટેસ્લા મૉડલ વાઈ સરેરાશ વિશ્વસનીયતાથી પણ ખરાબ છે. એટલું જ નહીં, ટેસ્લા મૉડલ-3માં અનેક સમસ્યા છે. જોકે, અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં બનેલી ટેસ્લા કાર્સ અમેરિકામાં બનેલી કાર્સની સરખામણીમાં વધારે સારી છે.

    આ પણ વાંચો: Top-up car loan: વર્તમાન કાર લોન પર ટોપ-અપ લોન લેવાના શું ફાયદા? કેવી રીતે લઈ શકાય?

    વિશ્વાસપાત્ર બ્રાન્ડ્સ

    અભ્યાસ પ્રમાણે ઇલેક્ટ્રિક કાર્સ ભરોસાપાત્ર તો હોય છે પરંતુ તેમાં અનેક એડવાન્સ ટેક્નોલોજી જોડાયેલી હોવાથી તેમાં અનેક સમસ્યા આવી રહી છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વસનીય કાર બ્રાન્ડમાં લેક્સસ, મઝધા અને ટોયોટા (Lexus, Mazda and Toyota) સૌથી આગળ છે. આ ત્રણેય કાર નિર્માતા અનેક હાઈબ્રિડ વાહન બનાવે છે. બેટરી અને ઇલેક્ટ્રિક કાર્સમાં આ ત્રણેયની અલગ જ ઓળખ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: E vehicle, Electric vehicles, Tesla, કાર, ગાડી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन