કોવિડ 19 સામે લડાઈ : Prosus કંપની PM CARES ફંડમાં 100 કરોડ રૂપિયાનું દાન કરશે

News18 Gujarati
Updated: April 11, 2020, 10:57 AM IST
કોવિડ 19 સામે લડાઈ : Prosus કંપની PM CARES ફંડમાં 100 કરોડ રૂપિયાનું દાન કરશે
પ્રોસસ એક ઉપભોક્તા ઇન્ટરનેટ કંપની છે.

પ્રોસસે વર્ષ 2005માં પાંચ અબજ ડૉલર (આશરે 37,900 કરોડ રૂપિયા)નું ભારતીય ટેક્નોલોજી કંપનીઓમાં રોકાણ કર્યું હતું.

  • Share this:
નવી દિલ્હી : સ્વીગી, બીવાઈજેયૂ જેવી કંપનીમાં રોકાણ કરનારી ઉપભોક્તા (Consumer) કંપની પ્રોસસે શુક્રવારે કહ્યું છે કે તે કોરોના વાયરસની મહામારી સામે બનાવવામાં આવેલા PM CARES FUNDમાં રૂપિયા 100 કરોડનું યોગદાન આપશે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે તે ઇમરજન્સી માટે બનાવવામાં આવેલા વડાપ્રધાન રાહત ફંડમાં 100 કરોડ રૂપિયાનું દાન કરશે.

પ્રોસસે વર્ષ 2005માં પાંચ અબજ ડૉલર (આશરે 37,900 કરોડ રૂપિયા)નું ભારતીય ટેક્નોલોજી કંપનીઓમાં રોકાણ કર્યું હતું. તેના પોર્ટફોલિયોમાં બ્રેનલી, કોડેકાડેમી, ઈમૈગ, હૉનર, આઈફૂડ, લેજીપે, મૂવીલી, ઓએલએક્સ, પેયૂ અને સ્વીગી જેવી કંપનીઓ સામેલ છે.

આ પણ વાંચો : BSNL ગ્રાહકોની તમામ સેવાઓ ગમે ત્યારે થઈ શકે છે બંધ! જાણો આખો મામલો

કન્ઝ્યુમર ઇન્ટરનેટ કંપની પ્રોસસ અને નેસ્પર્સ ગ્રુપના સીઈઓ બૉબ વેન ડીઝકે કહ્યું કે, "આ અભૂતપૂર્વ સમય છે. અમે કોરોના સામે લડવામાં ભારતના પ્રયાસોમાં અમારું યોગદાન આપીએ છીએ. સરકાર અને સંસ્થાઓ સાથે કામ કરીને અમને આશા છે કે ભારત આ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી જશે."

પ્રોસસના ભારતના પબ્લિક પોલીસી ડિરેક્ટર સેહરાજ સિંઘે જણાવ્યું હતું કે, "ભારત સાથે અમારો અતૂટ સંબંધ છે અને અમે આ કટોકટીની ઘડીમાં પીએમમોદી, ભારતની સરકાર અને તેમના લોકોને સમર્થન આપવા માટે કટિબદ્ધ છીએ. પીએમ કેર્સમાં અમારું યોગદાન આ વાતની સાબિતી છે. "
First published: April 11, 2020, 10:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading