બેગ માટે રૂ. 3નો ચાર્જ લેવા માટે બાટાને રૂ. 9 હજારનો દંડ, તમે પણ ચાર્જ ચુકવો છો?

દિનેશ પ્રસાદ રતુરી નામના એક ગ્રાહકો ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ બાદ ફોરમે આ નિર્ણય સંભળાવ્યો હતો.

News18 Gujarati
Updated: April 19, 2019, 8:48 AM IST
બેગ માટે રૂ. 3નો ચાર્જ લેવા માટે બાટાને રૂ. 9 હજારનો દંડ, તમે પણ ચાર્જ ચુકવો છો?
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: April 19, 2019, 8:48 AM IST
ચંદીગઢમાં ગ્રાહક સુરક્ષા કમિશને બાટા ઇન્ડિયા લિમિટેડને પેપર બેગ માટે ગ્રાહક પાસેથી રૂ. 3ની વસૂલાત કરવા બદલ રૂ. 9 હજારનો દંડ ફટકાર્યો છે. ગ્રાહકે જોડું રાખવા માટે બેગ માંગતા સ્ટારો તેની પાસેથી આ ચાર્જ વસૂલ કર્યો હતો.

કાયદાના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ આદેશ આખા દેશમાં લાગૂ કરવા માટે યોગ્ય છે. તેમના મત પ્રમાણે જો ગ્રાહકોએ તેમના જ સ્ટોરમાંથી વસ્તુ ખરીદી હોય તો સ્ટોર્સ ગ્રાહકો પાસેથી બેગ માટે ચાર્જ વસૂલ કરી શકે નહીં.

દિનેશ પ્રસાદ રતુરી નામના એક ગ્રાહકો ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ બાદ ફોરમે આ નિર્ણય સંભળાવ્યો હતો.

મિ. રતુરીએ ગ્રાહક સુરક્ષા ફોરમમાં જણાવ્યું હતું કે, તેણે ફેબ્રુઆરી પાંચના રોજ બાટાના સ્ટોરમાથી એક જોડી બૂટ ખરીદ્યા હતા. આ સ્ટોર ચંદીગઢના સેક્ટર 22ડી ખાતે આવેલો છે. સ્ટોરે તેની પાસેથી રૂ. 402 ચાર્જ વસૂલ કર્યો હતો, જેમાં બેગ માટેના રૂ. 3ના ચાર્જનો સમાવેશ થતો હતો.

આ પણ વાંચો : SBI ગ્રાહકો વોટ્સએપ મેસેજથી સાવધાન, નહીં તો લાગશે લાખોનો ચૂનો

મિ. રતુરીએ બાટાએ જે બેગ માટે ચાર્જ લગાવ્યો હતો તેના પર કંપનીની જાહેરાત પણ હતી. આ માટે જ તેણે રૂ. ત્રણનું રિફંડ માંગ્યું હતું. સ્ટોરના માલિકે વળતર આપવાનો ઇન્કાર કર્યા બાદ મિ. રતુરીએ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરી હતી.
ગ્રાહક સુરક્ષા ફોરમે આ બાબતે પોતાનો ચુકાદો આપતા જણાવ્યું કે, ગ્રાહક પાસેથી બેગના પૈસા વસૂલ કરી શકાય નહીં. ફોરમે એવું પણ કહ્યું કે સ્ટોરમાંથી વસ્તુઓની ખરીદી કરતા ગ્રાહકોને મફતમાં બેગ આપવી એ સ્ટોરની ફરજ છે.

આ પણ વાંચો : Jioનાં ગ્રાહકો સાવધાન, આ મેસેજથી હેક થઇ શકે છે આપનો ફોન

ફોરમે એવી પણ વાત કહી હતી કે જો કંપનીઓ પર્યાવરણની રક્ષણ કરવા માટે આતુર હોય તો તેમણે પોતાના ગ્રાહકોને પર્યાવરણ-ફ્રેન્ડલી બેગ્સ મફતમાં આપવી જોઈએ.

ચંદીગઢ ગ્રાહક ફોરમે આ અંગે આદેશ આપતા ગ્રાહકને બેગ માટે રૂ. 3, દાવા માટેના ચાર્જ પેટે રૂ. એક હજાર અને માનસિક પીડા માટે રૂ. ત્રણ હજારનું વળતર આપવાનો આદેશ કર્યો હતો. સાથે જ ફોરમે બાટા કંપનીને સ્ટેટ ગ્રાહક સુરક્ષા ફોરમના લિગલ એઇડ એકાઉન્ટમાં રૂ. 5 હજાર જમા કરાવવાનો આદેશ કર્યો હતો.
First published: April 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...