જૂનથી Tv,ફ્રિઝ અને વોશિંગ મશીન ખરીદવું થશે મોંઘુ, આ કારણે વધી શકે ભાવ

કાચા માલની આયાતની કિંમતનો કંપનીનાં ખર્ચા પર ઘણો પ્રભાવ પડે છે એવામાં રૂપિયામાં ડોલરની સરખામણીએ સતત ઘટાડાની અસર કંપનીનાં ઉત્પાદન પર પણ પડશે.

News18 Gujarati
Updated: May 15, 2018, 3:01 PM IST
જૂનથી Tv,ફ્રિઝ અને વોશિંગ મશીન ખરીદવું થશે મોંઘુ, આ કારણે વધી શકે ભાવ
કાચા માલની આયાતની કિંમતનો કંપનીનાં ખર્ચા પર ઘણો પ્રભાવ પડે છે એવામાં રૂપિયામાં ડોલરની સરખામણીએ સતત ઘટાડાની અસર કંપનીનાં ઉત્પાદન પર પણ પડશે.
News18 Gujarati
Updated: May 15, 2018, 3:01 PM IST
નવી દિલ્હી: આગામી મહિને આપનાં ટીવી, ફ્રિઝ અને વોશિંગ મશીન સહિતનો સામાન ખરીદવો મોંઘો થઇ શકે છે. કન્ઝ્યૂમર ડ્યૂરેબલ ફર્મ્સે આ સંકેત આપ્યા છે. તેમનું કહેવું છે કે, કાચા તેલની વધતી કિંમત અને રૂપિયો સતત તુટવાને કારણે તેની કસર પૂર્ણ કરવા માટે કન્ઝ્યુમર આઇટમ્સનાં ભાવ વધારીને કરવામાં આવશે.

કન્ઝ્યૂમર ડ્યૂરેબલ ફર્મ વ્હર્લપૂલ ઇન્ડિયાનાં મેનેજિંગ ડિરેક્ટર સુનીલ ડીસૂઝાએ કહ્યું કે, કાચા તેલની વધતી કિંમત અને રૂપિયામાં સતત ઘટાડાનો પ્રભાવ તમામ
વસ્તુઓ પર પડી શકે છે. તેથી આશંકા છે કે તમામ ઉત્પાદનનાં ભાવમાં વધારો થઇ શકે છે. જોકે ભાવ ક્યારે વધશે તેનાં પર કોઇ સ્પષ્ટતા નથી. પણ એવી વાતો છે કે ભાવ જૂન મહિનાથી વધી શકે છે.

ડીસૂઝાએ કહ્યું કે, કાચા માલની આયાતની કિંમતનો કંપનીનાં ખર્ચા પર ઘણો પ્રભાવ પડે છે એવામાં રૂપિયામાં ડોલરની સરખામણીએ સતત ઘટાડાની અસર કંપનીનાં ઉત્પાદન પર પણ પડશે. આ કારણથી ભાવ વધવા માટે આ એક મહત્વનું ફેક્ટર છે.

ડીસૂઝાએ કહ્યું કે, હાલનાં નાણાકીય વર્ષમાં કંઝ્યૂમર ડ્યૂરેબલ્સની માંગણીમાં સારો એવો વધારો રહે તેવી સંભાવા છે. તેમનાં મૂજબ સારી GDP, અને વરસાદને
કારણે ગ્રામીણ વિદ્યુતીકરણ તરફ ઉઠાવેલા પગલાંને કારણે આ માંગ વધી શકે છે.

વ્હર્લપૂલ ઇન્ડિયા પહેલાં ગોધરેજ એપ્લાયંસિસે જૂનમાં તેની પ્રોડક્ટનાં ભાવ વધવાનાં સંકેત આપ્યા હતાં. ગત મહિને 29 એપ્રિલનાં રોજ કંપનીએ કહ્યું હતું કે, જૂનમાં પ્રોડક્ટનાં ભાવ વધારવા તેમનાં માટે હવે જરૂરી બની ગયા છે. કારણ કે કાચા તેલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે અને રૂપિયો સામે સતત તુટી રહ્યો છે.
First published: May 15, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर