આવા ખેડુતોને નહીં મળે 6000 રુપિયાની સહાય, ક્યાંક તમે તો નથીને આમા?

આવા ખેડુતોને નહીં મળે 6000 રુપિયાની સહાય, ક્યાંક તમે તો નથીને આમા?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પ્રમાણે વાર્ષિક 6000 રુપિયાની સહાય મેળવવા માટે સરકારે કંડીશન અપ્લાય કરી દીધી

 • Share this:
  પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પ્રમાણે વાર્ષિક 6000 રુપિયાની સહાય મેળવવા માટે સરકારે કંડીશન અપ્લાય કરી દીધી છે. જેથી જે સાચે જ ખેતી કરે છે તેવા લોકોને જ લાભ મળે. આનો લાભ એવા કિસોનોને મળશે જેનું નામ 2015-16ની કૃષિ જનગણનામાં હશે. સરકારે ગત વર્ષે તે યાદી જાહેર કરી હતી.

  નાના અને સીમાંત ખેડુત પરિવારની વ્યાખ્યામાં એવા પરિવારોનો સમાવેશ કર્યો છે જેમાં પતિ-પત્ની અને 18 વર્ષની ઉંમરના નાબાલિગ બાળકો હોય અને આ બધા સામુહિક રુપથી બે હેક્ટર એટલે કે લગભગ 5 એકર જમીન પર ખેતી કરતા હોય. એટલે કે પતિ-પત્ની અને બાળકોને એક એકમ માનવામાં આવશે. જે લોકોના નામ 1 ફેબ્રુઆરી 2019 સુધી લેન્ડ રેકોર્ડમાં હશે તે જ તેના હકદાર હશે.

  કૃષિ વિભાગ સાથે જોડાયેલ એક સુત્રએ જણાવ્યું હતું કે પૂર્વ કે વર્તમાનમાં સંવૈધાનિક પદ ધારક, વર્તમાન કે પૂર્વ મંત્રી, મેયર કે જિલ્લા પંચાયત અધ્યક્ષ, કેન્દ્ર કે રાજ્ય સરકારમાં અધિકારી કે 10 હજારથી વધારે પેન્શન મેળવનાર ખેડુતોને તેનો લાભ મળશે નહીં. ડોક્ટર, એન્જીનિયર, સીએ, આર્કિટેક્ટ જે ક્યાંક ખેતી પણ કરતા હોય તો તેમને આ લાભનો હકદાર માનવામાં આવશે નહીં.

  આ પણ વાંચો - પોસ્ટ ઓફિસની આ સ્કિમમાં બેન્ક FD કરતા ઝડપી થાય છે ડબલ પૈસા, જાણો -ડિટેલ્સ

  લાભ માટે કૃષિ વિભાગમાં રજિસ્ટ્રેશન કરવાવું પડશે. પ્રશાસન તેનું વેરિફિકેશન કરશે. આ માટે જરુરી કાગળો હોવા જોઈએ. જેમાં રેવન્યૂ રેકોર્ડમાં જમીન માલિકનું નામ, સામાજિક વર્ગીકરણ (અનુસુચિત જાતિ/જનજાતિ), આધાર નંબર, બેન્ક એન્કાઉન્ટ નંબર, મોબાઈલ નંબર આવવો પડશે.

  આ યોજના એક ડિસેમ્બર 2018થી લાગુ છે, જેથી 31 માર્ચ પહેલા 2000 રુપિયાનો પ્રથમ હપ્તો ખેડુતોના એકાઉન્ટમાં આવી જશે. કેન્દ્ર સરકારનો દાવો છે કે આનાથી 12 કરોડ કિસાનોને લાભ થશે. આ યોજના પર સરકાર 75 હજાર કરોડ રુપિયા ખર્ચ કરી રહી છે.
  Published by:Ashish Goyal
  First published: