Home /News /business /

Reliance Jio દરેક રિચાર્જ પર આપી રહ્યુ છે 100 રૂપિયાની છૂટ, મેળવો તમે પણ લાભ

Reliance Jio દરેક રિચાર્જ પર આપી રહ્યુ છે 100 રૂપિયાની છૂટ, મેળવો તમે પણ લાભ

300 રૂપિયાથી વધુ રિચાર્જ પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

    નવી દિલ્હી: રિલાયન્સ જિઓ દરરોજ તેના ગ્રાહકો માટે નવા પ્લાન અને ઓફર્સ લોન્ચ કરે છે. હવે જીઓ તેમની નવી ઓફર હેઠળ ગ્રાહકને 300 રૂપિયાથી વધુ રિચાર્જ પર 100 રૂપિયાનું  ડિસ્કાઉન્ટ આપે છે. આ પ્લાનનો લાભ લેવા માટે ગ્રાહકને તેમના નંબરને માય જીઓ પરથી રિચાર્જ કરવુ પડશે. તેની સાથે સાથે ફોન પેમેન્ટ PhonePeથી કરવુ પડશે. થોડા દિવસ પહેલા બીએસએનએલએ તેમના પેક્સ અપગ્રેડ કર્યા હતા અને એરટેલએ પણ તેના કેટલાક પેક્સમાં ડેટા લિમિટ વધારી હતી.

    અપનાવો આ ટિપ્સ...
    - સૌથી પહેલા તમે MYJIO એપ્લિકેશનમાં જઇને રિચાર્જ ઑપ્શન પર ક્લિક કરો
    - ત્યાર બાદ તમારો મનપસંદ પ્લાન પસંદ કરો અને Buy પરક્લિક કરો
    - તમે તમારા પેમેન્ટ ઑપ્શન પર પહોંચી જશો. તમે જોઈ શકશો કે ટોટલ રીચાર્જ એમાઉન્ટથી 50 રૂપિયા જીયોના ડિસ્કાઉન્ટ વાઉચરમાં ઘટાડો થશે.
    - હવે પેમેન્ટ માટે UPI, Jio Money, Paytm,, ફોન પે સાથે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ઓપ્શન દેખાશે. આમાંથી ફોન પે પર ટેપ કરો. - ફોન પર ટેપ કરવાથી ફોન પર તમારા નંબર પર વન ટાઇમ પાસવર્ડ (OTP) મોકલશે. તેને સબમિટ કરીને તમારૂ રિચાર્જ થશે.- ફોન પે થી પેમેન્ટ કરવા માટે ગ્રાહકને 50 રૂપિયાનું વધારાનું કેશબેક મળશે. આ પ્રમાણે ગ્રાહકને દરેક પ્લાન પર 100 રૂપિાની છૂટ મળશે.

    જો જીયો યુઝરને કોઈ પેકમાં 1.5 જીબી ડેટા મળે છે તો હવે 1.5 જીબી વધારાના ડેટા સાથે કુલ 3 જીબી ડેટા મળશે. ગ્રાહક વધારાની માહિતીનો આ લાભ 30 જૂન સુધી રિચાર્જ કરવા પર લઇ શકે છે. તેની એક શરત છે કે ગ્રાહકને રીચાર્જ 30 જૂન સુધી કરવુ પડશે એટલે કે જો કોઈ યુઝર્સ 30 જુન સુધી 28 દિવસની માન્યતા ધરાવતા પ્લાનને 10 વાર રિચાર્જ કરે છે તો તેને 280 દિવસ સુધી આ લાભ મળશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Discount, Recharge, રિલાયન્સ જીયો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन