નવી દિલ્હી : ઘરેલું ગેસ કંપનીઓ પણ હવે જમાના સાથે બદલાઇ રહી છે. કંપનીઓએ હવે ઘરેલું ગેસ સિલેન્ડરોમાં (lpg cylinder)ફેરફાર શરૂ કર્યો છે. સામાન્ય ગેસ સિલેન્ડર સિવાય હવે કંપોઝિટ ગેસ સિલેન્ડર (Composite Gas Cylinder) પણ આપવા લાગી છે. વજનમાં હલકો આ સિલેન્ડર દિલ્હીમા 634 રૂપિયામાં ખરીદી (lpg cylinder rate)શકાય છે. જયપુરમાં ગ્રાહકોએ તેના માટે 637 રૂપિયા ચુકાવવા પડશે.
કંપોઝિટ ગેસ સિલેન્ડરમાં 10 કિલોગ્રામ ગેસ આવે છે. કંપોઝિટ સિલેન્ડર (Gas Cylinder)પારદર્શી હોય છે. ઓછા વજનના કારણે તેને એક સ્થાનેથી બીજા સ્થાને લઇ જવામાં આસાની રહે છે. જે ઘરમાં ગેસ ઓછો વપરાય છે તેમના માટે આ ઘણો ઉપયોગી છે.
શું છે કંપોઝિટ સિલેન્ડર
કંપોઝિટ સિલેન્ડર લોખંડના સિલેન્ડરની સરખામણીમાં 7 કિલો હલકો છે. હાલ જે ઘરેલું સિલેન્ડરનો ઉપયોગ થઇ રહ્યો છે તેનો વજન 17 કિલોગ્રામ છે. કંપોઝિટ સિલેન્ડર વજનમાં ભલે હલકો હોય પણ મજબૂત છે. તેમાં થ્રી લેયર છે. 10 કિલોના કંપોઝિટ સિલેન્ડરમાં 10 કિલો ગેસ હશે. આ રીતે તેનું કુલ વજન 20 કિલોગ્રામ થશે. જ્યારે લોખંડના સિલેન્ડરનું વજન 30 કિલોની ઉપર હોય છે.
ઇન્ડિયન ઓઇલના મતે 10 કિલોગ્રામ ગેસ વાળો કંપોઝિટ ગેસ સિલેન્ડર મુંબઈમાં 634માં ખરીદી શકાય છે. કોલકાતામાં તેની કિંમત 652 છે અને ચેન્નાઈમાં 645 રૂપિયામાં મળે છે. લખનઉમાં ગ્રાહકોએ 660 રૂપિયા ચુકાવવા પડશે. પટનામાં તેની કિંમત લગભગ 697 રૂપિયા છે. ઇન્દોરમાં તેને 653 રૂપિયામાં ખરીદી શકાય છે. ભોપાલમાં કંપોઝિટ ગેસ સિલેન્ડર 638 રૂપિયામાં અને ગોરખપુરમાં 677 રૂપિયામાં મળે છે.
એલપીજી સિલિન્ડરની કિંમતમાં એક સાથે 102 રૂપિયાનો ઘટાડો, જાણો નવો ભાવ
નવા વર્ષના પ્રથમ દિવસે થોડી રાહત મળી છે. આજે પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price)માં કોઈ વધારો નથી થયો. તો સરકારી ગેસ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં એક સાથે 102 રૂપિયાનો ઘટાડો (LPG Cylinder price today) કર્યો છે. જોકે, આ ભાવ ઘટાડો 19 કિલોગ્રામના કૉમર્શિયલ ગેસ સિલિન્ડર (Commercial LPG Cylinder) પર કરવામાં આવ્યો છે.
આ સમાચાર હોટલોથી લઈને કૉમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા અન્ય લોકો માટે ચોક્કસ રાહત આપનારા છે. કિંમતમાં ઘટાડા બાદ હવે કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમત 1998.50 રૂપિયા થઈ છે. ઉલ્લેખનીય છે કે 31મી ડિસેમ્બર સુધી 19 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 2,101 રૂપિયા હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર